આજે એટલે કે 16મી જાન્યુઆરીએ શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 500 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે 77,319ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. તેમજ, નિફ્ટીમાં 100 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે, તે 23,350ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 24માં તેજી જોવા મળ્યો હતો અને 6માં ઘટાડો જોવા મળ્યો હતો. આજે બેંકિંગ, ઓટો અને આઈટી શેર્સમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. અદાણી શેરે રોકેટ બનીને ધમાલ મચાવી આ દરમિયાન અમેરિકાના એક સમાચારની અસર ખાસ કરીને અબજોપતિ ગૌતમ અદાણીની કંપનીઓના શેર પર જોવા મળી છે. હા, અહીં યુએસ શોર્ટ સેલર હિંડનબર્ગનું શટર ડાઉન થયાની જાહેર કરવામાં આવી હતી, જ્યારે બીજી બાજુ અદાણી સ્ટોક્સ રોકેટ બનીને ધમાલ મચાવતા જોવા મળ્યા હતા. અદાણી ગ્રીન એનર્જીનો શેર આજે 4%થી વધુની તેજી છે. હિન્ડેનબર્ગ રિસર્ચ રિપોર્ટ્સને કારણે ભારતની અદાણી ગ્રૂપ અને ઈકાન એન્ટરપ્રાઇઝિસ સહિત અનેક કંપનીઓને અબજો ડોલરનું નુકશાન થયું હતું. આજે એશિયન બજારોમાં તેજી જોવા મળી રહી છે સ્ટેલિયન ઈન્ડિયા ફ્લોરોકેમિકલ્સનો IPO આજથી ખુલશે
સ્ટેલિયન ઈન્ડિયા ફ્લોરોકેમિકલ્સ લિમીટેડનો IPO આજે એટલે કે 16 જાન્યુઆરીએ ખુલશે. રોકાણકારો આ ઈસ્યુ માટે 20 જાન્યુઆરી સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 23 જાન્યુઆરીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે. ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી
અગાઉ ગઈકાલે એટલે કે 15 જાન્યુઆરીએ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 224 પોઇન્ટના વધારા સાથે 76,724 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 37 પોઈન્ટ વધીને 23,213ના સ્તરે બંધ થયો હતો.