નારોલથી વિશાલા તરફ જતા બ્રિજના છેડે યુવતી એક્ટિવા પર જઈ રહી હતી. ત્યારે અજાણ્યા વાહને યુવતીને ટક્કર મારતાં યુવતી એક્ટિવા પરથી નીચે પટકાઈ હતી. આ દરમિયાન યુવતીના માથામાં ગંભીર ઈજા થતાં યુવતીનું સ્થળ પર જ મોત થયું છે. યુવતીને ટક્કર મારનાર વાહનચાલક ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે. અજાણ્યા વાહનચાલકે એક્ટિવાને ટક્કર મારી ફરાર
લાંબા પાસેના ગાયત્રી બંગલોમાં રહેતા ભાવિ મોદી નામની 24 વર્ષીય યુવતી પોતાની એક્ટિવા લઈને નારોલથી વિશાલા તરફ જઈ રહી હતી. યુવતીએ શાસ્ત્રી બ્રીજનાં છેડે પહોંચી ત્યારે એક અજાણ્યા વાહનચાલકે યુવતીના એક્ટિવાને ટક્કર મારી હતી. યુવતીને ટક્કર વાગતાં જમીન પર પટકાઈ હતી જેના કારણે યુવતીના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. યુવતીનું અકસ્માતમાં સ્થળ પર જ મોત થયું હતું. પોલીસે CCTV આધારે તપાસ હાથ ધરી
બનાવની જાણ થતાં એમ-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસ દ્વારા યુવતીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. બનાવ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે યુવતીને ટક્કર મારનાર વાહનચાલકની તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.