back to top
Homeદુનિયાઅમેરિકાએ 3 ભારતીય પરમાણુ સંસ્થાઓ પરનો પ્રતિબંધ હટાવ્યો:20 વર્ષથી પ્રતિબંધ હતો; અમેરિકન...

અમેરિકાએ 3 ભારતીય પરમાણુ સંસ્થાઓ પરનો પ્રતિબંધ હટાવ્યો:20 વર્ષથી પ્રતિબંધ હતો; અમેરિકન NSAએ સમસ્યાઓ ઉકેલવાની વાત કરી હતી

અમેરિકાએ બુધવારે ત્રણ ભારતીય પરમાણુ સંગઠનો પરનો 20 વર્ષનો પ્રતિબંધ હટાવી લીધો છે. તેમાં ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC), ઈન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ (IGCAR) અને ઈન્ડિયન રેર અર્થ (IRE)ના નામ સામેલ છે. તે જ સમયે, અમેરિકાએ રાષ્ટ્રીય સુરક્ષાને લઈને પ્રતિબંધોની સૂચિમાં ચીનની 11 સંસ્થાઓને સામેલ કરી છે. યુનાઈટેડ સ્ટેટ્સ બ્યુરો ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ સિક્યોરિટી (BIS) એ આ વાતની પુષ્ટિ કરી છે. અમેરિકાનો આ નિર્ણય અમેરિકન NSA જેક સુલિવનની 6 જાન્યુઆરીએ ભારતની મુલાકાત બાદ આવ્યો છે. સુલિવને દિલ્હી IITમાં કહ્યું હતું કે યુએસ એવા નિયમોને હટાવી દેશે જે ભારતીય પરમાણુ સંસ્થાઓ અને અમેરિકન કંપનીઓ વચ્ચેના સહયોગમાં અવરોધરૂપ છે. તેમણે કહ્યું હતું કે લગભગ 20 વર્ષ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ બુશ અને ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પરમાણુ સમજૂતીના દૂરંદેશી વિચારનો પાયો નાખ્યો હતો, જેને હવે આપણે સંપૂર્ણ વાસ્તવિકતા બનાવવી પડશે. હકીકતમાં, ભારતે 11-13 મે 1998ના રોજ રાજસ્થાનના પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણ ઓપરેશન શક્તિ તરીકે જાણીતું બન્યું હતું. આ પરીક્ષણોને કારણે ઘણા દેશોએ ભારત પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા. અમેરિકાએ ત્યારે 200થી વધુ ભારતીય સંસ્થાઓ પર પ્રતિબંધો લાદ્યા હતા. મનમોહન સરકાર દરમિયાન થયો હતો ઐતિહાસિક કરાર
મનમોહન સિંહ જુલાઈ 2005માં અમેરિકા ગયા હતા. આ સમય દરમિયાન, તેમણે તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશને એક પરમાણુ કરાર માટે સહમત કરાવ્યા. જો કે આ માટે અમેરિકાએ ભારત સામે 2 શરતો રાખી હતી. પ્રથમ- ભારત તેની સૈન્ય અને નાગરિક પરમાણુ ગતિવિધિઓને અલગ રાખશે. બીજું- પરમાણુ ટેક્નોલોજી અને સામગ્રી પ્રદાન કર્યા પછી, ભારતના પરમાણુ કેન્દ્રો પર ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) દ્વારા દેખરેખ રાખવામાં આવશે. ભારતે બંને શરતો સ્વીકારી હતી. આ પછી માર્ચ 2006માં અમેરિકી રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા. જોકે, વિરોધ પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો. ડાબેરી પક્ષોએ કહ્યું કે આ સમજૂતી ભારતની વિદેશ નીતિને અસર કરશે. ડાબેરી પક્ષોએ ટેકો પાછો ખેંચી લીધા બાદ મનમોહન સિંહે સંસદમાં બહુમતી સાબિત કરી હતી. આ પછી, 8 ઓક્ટોબર, 2008એ યુએસ પ્રમુખ બુશે આ કરાર પર હસ્તાક્ષર કર્યા અને છેલ્લી ઔપચારિકતાઓ પૂર્ણ કરી. જો કે, આ ડીલ દરમિયાન જે નવા રિએક્ટર લગાવવા અંગે કરારો થયા હતા, તે હજુ સુધી લાગી શક્યા નથી. જો કે, ભારત માટે આ ડીલનો ફાયદો એ થયો કે તેના માટે સમગ્ર વિશ્વના પરમાણુ બજાર ખુલી ગયા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments