સૌરાષ્ટ્રના પૂર્વ ક્રિકેટર સિતાંશુ કોટકની ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. 52 વર્ષીય કોટક રાજકોટના રહેવાસી છે. તે લાંબા સમયથી NCA અને ઇન્ડિયા A ટીમના કોચિંગ સ્ટાફ સાથે જોડાયેલા છે. ક્રિકેટ વેબસાઇટ ક્રિકઇન્ફોએ ગુરુવારે કોટકની કોચ તરીકે નિમણૂક વિશે માહિતી આપી હતી, જોકે BCCIએ હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી. રિપોર્ટ અનુસાર કોટક 22 જાન્યુઆરીથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી T-20 સીરિઝ પહેલા ટીમ ઇન્ડિયા સાથે જોડાઇ શકે છે. કોટક ઇન્ડિયા Aના અનેક પ્રવાસોમાં મુખ્ય કોચ રહી ચૂક્યા છે. તેમણે 2023માં આયર્લેન્ડના પ્રવાસ પર ભારતીય સિનિયર ટીમને કોચિંગ પણ આપ્યું હતું. તેમની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દી 20 વર્ષની હતી. તેઓ 2013માં નિવૃત્ત થયા. આ છે ભારતનો કોચિંગ સ્ટાફ
મુખ્ય કોચ ગૌતમ ગંભીર ઉપરાંત, ભારતના કોચિંગ સ્ટાફમાં મોર્ને મોર્કેલ (બોલિંગ કોચ), અભિષેક નાયર (સહાયક કોચ), રેયાન ટેન ડોશેટ (સહાયક કોચ) અને ટી દિલીપ (ફિલ્ડિંગ કોચ)નો સમાવેશ થાય છે. BCCIની સમીક્ષા બેઠકમાં બેટિંગ કોચ અંગે ચર્ચા કરવામાં આવી હતી
ગયા અઠવાડિયે મુંબઈમાં BCCIની સમીક્ષા બેઠકમાં ભારતીય ટીમના કોચિંગ સ્ટાફમાં બેટિંગ કોચના સમાવેશ પર વિચાર કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતની ટેસ્ટ સિરિઝની હાર બાદ કોચિંગ સ્ટાફની આકરી ટીકા થઈ રહી છે. પૂર્વ ઓપનર સુનીલ ગાવસ્કરે ટીમ ઇન્ડિયાના કોચિંગ પર સવાલ ઉઠાવ્યા હતા. ખાસ કરીને વિરાટ કોહલી જેવા ખેલાડીના એક જ રીતે આઉટ થયા બાદ કોચિંગ સ્ટાફ પર સવાલો ઉભા થયા હતા. 5 મેચની સિરિઝમાં કોહલી આઠ ઇનિંગ્સમાં ઓફ સ્ટમ્પની બહારની બોલ પર આઉટ થયો હતો. તે જ સમયે, કેપ્ટન રોહિત શર્મા ત્રણ મેચમાં માત્ર 31 રન જ બનાવી શક્યો હતો. રોહિત-કોહલી ઓસ્ટ્રેલિયા સામે નિષ્ફળ રહ્યા યો-યો ટેસ્ટ પાછું લાવવાનું વિચારી રહ્યું છે BCCI
TOIના રિપોર્ટ અનુસાર, BCCI ટીમની ફિટનેસ સુધારવા માટે યો-યો ટેસ્ટ પરત લાવવા પર વિચાર કરી રહી છે. ઇજાઓની સંખ્યા ઘટાડવા માટે યો-યો ટેસ્ટ દૂર કરવામાં આવ્યો હતો. યો-યો ટેસ્ટ શું છે?