back to top
Homeગુજરાતત્રણ કલાક ઓપરેશન ચાલ્યું:પાટણમાં કાતિલ દોરીથી બિલ્ડર પુત્રની શ્વાસ નળી કપાઈ, 200...

ત્રણ કલાક ઓપરેશન ચાલ્યું:પાટણમાં કાતિલ દોરીથી બિલ્ડર પુત્રની શ્વાસ નળી કપાઈ, 200 ટાંકા લેવા પડ્યા

પાટણ શહેરમાં હાઇવે પર બ્રિજ પર એકટીવા લઈ પસાર થઈ રહેલાં બિલ્ડરના પુત્રનું પતંગની ઘાતક દોરીએ ગળું ચીરી નાંખતા શ્વાસ નળી સુધી જીવલેણ ઇજાઓ પહોંચતા યુવક લોહી લુહાણ થઈ ગયો હતો. તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરી ઓપરેશન કરવું પડ્યું હતું. ગળાના અંદર અને બહાર બંને ભાગમાં અંદાજે 200 જેટલા ટાંકા લેવા પડ્યા છે.હાલમાં તેને વેન્ટિલેટર પર રાખી સારવાર આપવામાં આવી રહી છે. પાટણ શહેરનાં બિલ્ડર પ્રવીણભાઈ કે પટેલ ના 27 વર્ષય પુત્ર યુજલ પટેલ 12 જાન્યુઆરી ને રવિવારે સાંજે 6:00 ના અરસામાં એકટીવા લઈ હાઇવે પર અમથીબા હોસ્પિટલ થઈને બ્રિજ ઉપર ચડતાં 50 થી 100 મીટર આગળ પસાર થતાંની સાથે પતંગની ઘાતક દોરીનો ગળાના ભાગે ઘસરકો થતાં જ ગળુ ચિરાઈ ગયું હતું. યુજલ લોહી લુહાણ થઈ જતાં હાલત ગંભીર બની ગઈ હતી.તેને તાત્કાલિક સારવાર માટે પાટણની ખાનગી હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં આઈસીયુમાં તાત્કાલિક ડોક્ટરો મારફતે સર્જરી શરૂ કરવામાં આવી હતી.સાંજે 7:30 થી 10:30 સુધી સતત ત્રણ કલાક ઓપરેશન ચાલ્યું હતું. ગળાના ભાગે 200 જેટલા ટાંકા લેવા પડ્યા છે. છેલ્લા ચાર દિવસ થી યુવક ને આઈ.સી.યુ માં સારવાર આપવામાં આવી રહી છે. ​​​​​​​સમયસર સારવાર મળી જતાં યુવક બચી ગયો​​​​​​​
યુવક નાં પિતા પી.કે પટેલે જણાવ્યું હતું કે યુજલ અમદાવાદ ખાતે રહે છે શનિવારે જ ઘરે આવ્યો હતો મોટાભાગે તે ગાડી સિવાય નીકળતો નથી. પરંતુ એક ગાડી લઈ ને તેઓ સુરત ગયા હતા અને બીજી ગાડી તેમના મિત્ર લઈ ગયા હતા. એટલે તે એકટીવા લઈને નીકળ્યો હતો. અને બ્રિજ પર દોરી વાગતાં ગંભીર ઇજાઓ થઈ છે. સમયસર સારવાર મળી જતાં બચી ગયો. ગળામાં 15 સેન્ટીમીટર નો કટ પડ્યો : ડોક્ટર
સર્જરી કરનાર ઇએમટી ડોક્ટરે જણાવ્યું હતું કે દોરીથી યુવકના ગળાના મસલ્સ અને તેની શ્વાસ નળી કટ થઈ છે.ગળામાં 15 સેન્ટીમીટર નો કટ છે.હાલત ગંભીર હતી. શ્વાસ નળી સાંધી મસલ્સ ભેગા કરી જોઈન્ટ કર્યા છે. ઓપરેશન કરી ચાર લેયરમાં આશરે150 થી 250 જેટલા ટાંકા લીધા છે. વધારે લોહી વહી ગયું હતું જેથી ફેફસામાં જતું રહ્યું હતું એટલે ફેફસામાં પણ ઇન્ફેક્શન છે. તે હાલમાં વેન્ટિલેટર પર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments