ફિલ્મ ‘આઝાદ’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ પહેલા 16 જાન્યુઆરીએ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમન્ના ભાટિયા, સોનાલી બેન્દ્રે અને મૌની રોય સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. અજય દેવગનના ભત્રીજા અમન દેવગન અને રવિના ટંડનની પુત્રી રાશા થડાનીએ ફિલ્મ ‘આઝાદ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો છે. આ ફિલ્મને અભિષેક કપૂરે ડિરેક્ટ કરી છે અને રોની સ્ક્રુવાલાએ પ્રોડ્યુસ કરી છે.