back to top
Homeદુનિયાહવે અમેરિકન યુવાનોમાં પણ જ્યોતિષ પ્રત્યે વિશ્વાસ વધ્યો:ગ્રહોની ચાલ જોઈ મોટા નિર્ણય...

હવે અમેરિકન યુવાનોમાં પણ જ્યોતિષ પ્રત્યે વિશ્વાસ વધ્યો:ગ્રહોની ચાલ જોઈ મોટા નિર્ણય લે છે, સંકટ સમયમાં સહારો

નવી નોકરી માટે નિર્ણય લેવો અથવા કારકિર્દી અંગે સલાહની જરૂર હોય કે પછી સંબંધો વિશે મૂંઝવણ હોય તો આજની યુવા પેઢી મદદ માટે મિત્રો, કુટુંબીજનો અથવા નજીકના લોકો પાસેથી પણ જ્યોતિષની મદદ લઈ રહી છે. ગ્રહોની ચાલની અસર કેવી છે તે અંગે પૂછપરછ કરે છે. રિસર્ચ ફર્મ હેરિસ પોલના સરવે અનુસાર, 70% અમેરિકનો જ્યોતિષમાં માને છે. એડ્યુબર્ડીના તાજેતરની સ્ટડીમાં 63% અમેરિકન યુવાનોએ માન્યું કે ગ્રહોના પ્રભાવથી તેમની કારકિર્દી પર સકારાત્મક અસર પડી છે. 15% યુવાનોએ દાવો કર્યો છે કે તેમના સપનાની નોકરી મેળવવામાં મદદ મળી છે.
ભારતમાં પણ આવો જ ટ્રેન્ડ છે. એસ્ટ્રો સેવાઓના 60% યુઝર્સ જેન જી એટલે કે યુવા છે. ચીનમાં પણ યુવાનો આ જ કારણે જ્યોતિષી તરફ આકર્ષાઈ રહ્યા છે. આધુનિક જીવનના તનાવને લીધે પણ લોકો જ્યોતિષી તરફ વળી રહ્યા છે. 61 ટકા અમેરિકનોનું કહેવું છે કે જ્યોતિષ મુશ્કેલ સ્થિતિમાં સહારો આપે છે. કોરાના મહામારી દરમિયાન ગૂગલ પર ‘જ્યોતિષ’ શબ્દનું સર્ચિંગ ડિસેમ્બર 2020માં દાયકામાં ઉચ્ચ સ્તર પર પહોંચવાનું કારણ પણ આ જ હતું. એલાઈટ માર્કેટ રિસર્ચ મુજબ, જ્યોતિષી સાથે સંકળાયેલી સેવા પર ખર્ચ 2021ના 1.1 લાખ કરોડ રૂપિયાથી વધીને 2031 સુધી 1.97 લાખ કરોડ થઈ શકે છે. ટેક્નોલોજીએ પહોંચ વધારી: એક્સપર્ટે જણાવ્યું હતું કે 20મી સદીની શરૂઆતમાં અખબારોમાં જન્માક્ષર કોલમ દ્વારા જ્યોતિષશાસ્ત્ર ફેલાયું હતું. આ પછી ઇન્ટરનેટ અને સ્માર્ટફોને યુવાનોને જ્યોતિષ સાથે જોડ્યા. જ્યાં પહેલા જ્યોતિષીઓને વ્યક્તિગત રીતે મળવું પડતું હતું, હવે ડિજિટલ સેવાઓ દ્વારા જન્મની માહિતી આપીને ભવિષ્ય જાણી શકાય છે. વ્યક્તિગત જવાબો હવે એઆઈ દ્વારા ઉપલબ્ધ છે. જ્યોતિષીની સાથે અનુભવોને શેર કરવાનો વિકલ્પ ઉભરી રહ્યો છે
હેરિસ સરવે અનુસાર, જ્યોતિષ તરફ યુવાનોના વધતા ઝોકનું કારણ સંગઠિત ધર્મનો ઘટતો પ્રભાવ પણ છે. તેથી જ તેઓ નવા અર્થ શોધી રહ્યા છે. અવ્યવસ્થિત અને અનિશ્ચિત લાગતી દુનિયામાં જ્યોતિષી વ્યક્તિગત ઓળખ બની ગઈ છે. નિષ્ણાતો જણાવે છે કે, આત્મ-ચિંતન અને વ્યક્તિગત વિકાસ માટે યુવાઓ જ્યોતિષ તરફ ઝૂકી રહ્યા છે. તારાઓના આધારે કરવામાં આવતી આગાહીઓ અને પડકારોને જોવું આશ્વાસન આપનારું હોઈ શકે છે. તેનાથી યુવાનો માનસિક રીતે તૈયાર થઈ શકે છે. રાશિચક્ર અને જ્યોતિષી ચાર્ટ પર ચર્ચા સંબંધોને જોડવાનું એક માધ્યમ અને અનુભવો શેર કરવાનો વિકલ્પ બની રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments