કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે 13 જાન્યુઆરીએ રાજકોટ AIIMSના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરને તાત્કાલીક ટર્મિનેટ કરવા આદેશ જાહેર કર્યો છે. સાથેસાથે તેમના કાર્યકાળમાં થયેલ ગેરરીતિનો રિપોર્ટ રજૂ કરી જરૂરી પગલા ભરવા નિર્દેશ કરાયો છે. બીજી તરફ નવા ડાયરેક્ટરની ભરતી કરવા જાહેરાત પણ અપાઈ છે. તબીબો અને અધિકારીઓ સરકારના આ પગલાને આવકારી રહ્યાં છે અને કહી રહ્યાં છે કે, સરકાર ખોટા વ્યક્તિને ચલાવતી નથી. પાકા પુરાવા રજૂ કરવામાં આવે તો સરકાર ચોક્કસથી પગલા લેતી હોય છે. 1195 કરોડના ખર્ચે તૈયાર થયેલી એઈમ્સનું 2024ની 25 ફેબ્રુ.એ પીએમ મોદીના હસ્તે લોકાર્પણ થયું હતું.