ઇઝરાયલની કેબિનેટે શનિવારે એટલે કે આજે હમાસ સાથે સીઝફાયર ડીલને મંજૂરી આપી છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર, આ યુદ્ધવિરામ રવિવાર એટલે કે આવતીકાલથી અમલમાં આવશે. ઇઝરાયલના મંત્રીઓએ કરારની તરફેણમાં 24-8 મત આપ્યો. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની ઓફિસે શનિવારે સવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે સરકારે બંધકોની વાપસીની યોજનાને મંજૂરી આપી દીધી છે. આ ડીલ 3 તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કામાં હમાસ ઇઝરાયલમાંથી અપહરણ કરાયેલા 33 બંધકોને મુક્ત કરશે. તેમજ ઇઝરાયલની સેના ગાઝા બોર્ડરથી 700 મીટર દૂર પાછળ હટશે. ઇઝરાયલના ન્યાય મંત્રાલયે 95 પેલેસ્ટિનિયન કેદીઓની યાદી જાહેર કરી છે, જેમને રવિવારે મુક્ત કરવામાં આવશે. જેમાં 69 મહિલાઓ, 16 પુરૂષો અને 10 સગીરોનો સમાવેશ થાય છે. ઇઝરાયલ 700થી વધુ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. આ લોકોના નામની યાદી પણ જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં સામેલ ઘણા લોકો હમાસ અને પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદના સભ્યો સહિત હત્યાના આરોપમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસ ઇઝરાયલમાં ઘૂસીને 1200 લોકોની હત્યા કરી હતી અને 251ને બંધક બનાવ્યા હતા. તેના થોડા કલાકો બાદ ઇઝરાયલની સેનાએ ગાઝા પર હુમલો કર્યો હતો. બંધકોને ત્રણ તબક્કામાં મુક્ત કરવામાં આવશે 15 જાન્યુઆરીએ જો બાઈડને કહ્યું કે આ ડીલ 19 જાન્યુઆરી રવિવારથી ત્રણ તબક્કામાં શરૂ થશે. આમાં 42 દિવસ સુધી બંધકોની આપ-લે કરવામાં આવશે. પ્રથમ તબક્કો: બીજો તબક્કો: ત્રીજો તબક્કો: આ ડીલ અંગે કતારમાં કેટલાય અઠવાડિયાથી ચર્ચા ચાલી રહી હતી કતારની રાજધાની દોહામાં છેલ્લા ઘણા અઠવાડિયાથી યુદ્ધવિરામ માટેની વાટાઘાટો ચાલી રહી હતી. આ વાતચીતમાં ઈજિપ્ત અને અમેરિકા પણ સામેલ હતા. અલ જઝીરાના અહેવાલ મુજબ, કતારના પીએમ થાનીએ બુધવારે હમાસ અને ઇઝરાયલના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી, ત્યારબાદ આ ડીલ પૂર્ણ થઈ હતી. પ્રથમ તબક્કાના બંધકોને મુક્ત કર્યાના 15 દિવસ બાદ હમાસ બાકીના બંધકોને મુક્ત કરશે. આ દરમિયાન બંને પક્ષો કાયમી સીઝફાયર અંગે વાત કરશે. ડીલ કતાર અને અમેરિકા દ્વારા કરવામાં આવી હતી ઇજિપ્ત, કતાર અને અમેરિકાની મદદથી કતારની રાજધાની દોહામાં આ સમજુતી પર વાટાઘાટો કરવામાં આવી હતી. ઇઝરાયલનું પ્રતિનિધિત્વ મોસાદ ચીફ ડેવિડ બાર્નિયા અને શિન બેટ ચીફ રોનેન બારે કર્યું હતું. તેમજ, યુએસ તરફથી ટ્રમ્પના દૂત સ્ટીવ વિટકોફ અને બાઈડનના દૂત બ્રેટ મેકગર્ક અહીં હાજર હતા.