back to top
Homeસ્પોર્ટ્સચેમ્પિયન્સ ટ્રોફી માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત:શમીની વાપસીની શક્યતા, બુમરાહ-કુલદીપની પસંદગી ફિટનેસ...

ચેમ્પિયન્સ ટ્રોફી માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત:શમીની વાપસીની શક્યતા, બુમરાહ-કુલદીપની પસંદગી ફિટનેસ પર નિર્ભર રહેશે

ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ભારતીય ટીમની આજે જાહેરાત કરવામાં આવશે. ચીફ સિલેક્ટર અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્મા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બપોરે 12:30 વાગ્યે ટીમની જાહેરાત કરશે. મોહમ્મદ શમીની ભારતીય ટીમમાં વાપસી થઈ શકે છે, જ્યારે જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવની પસંદગી ફિટનેસ પર નિર્ભર રહેશે. BCCI ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહના ફિટનેસ રિપોર્ટની રાહ જોઈ રહ્યું હતું. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સિડની ટેસ્ટ દરમિયાન તેને પીઠમાં દુખાવો થયો હતો. બુમરાહ ઉપરાંત મોહમ્મદ શમી ઈજામાંથી પરત ફરી રહ્યો છે. જ્યારે, કુલદીપ યાદવે હાલમાં સર્જરી કરાવી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી પાકિસ્તાન અને UAEના 4 શહેરોમાં યોજાવાની છે. જેમાં લાહોર, કરાચી, રાવલપિંડી અને દુબઈનો સમાવેશ થાય છે. ભારતીય ટીમની તમામ મેચ દુબઈમાં રમાશે. ભારત તેની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે રમશે
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે રમશે. આ મેચ 20 ફેબ્રુઆરીએ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ટીમની બીજી મેચ 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે અને ત્રીજી મેચ 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે થશે. ભારતને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. ટુર્નામેન્ટની 2 સેમી ફાઈનલ 4 અને 5 માર્ચે યોજાશે. જ્યારે ફાઈનલ 9 માર્ચે રમાશે. પૂર્ણ શેડ્યૂલ… વનડે વર્લ્ડ કપ માટે 11 ખેલાડીઓની પસંદગી નક્કી
તે નિશ્ચિત છે કે 2023 વનડે વર્લ્ડ કપમાં રમનારા 11 ખેલાડીઓ ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવશે. જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા નામ સામેલ છે. તેમજ, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, શાર્દુલ ઠાકુર અને રવિચંદ્રન અશ્વિન આ ટીમમાંથી બહાર થઈ શકે છે. અશ્વિન નિવૃત્ત થઈ ગયો છે. ગૌતમ ગંભીરના કોચ બન્યા બાદ શાર્દુલની ટીમમાં પસંદગી કરવામાં આવી ન હતી. બીજી તરફ, ખરાબ ફોર્મ અને વર્તનને કારણે સૂર્યા અને ઈશાનને વનડે ટીમમાંથી તેમનું પત્તા કાપવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, ટીમ મેનેજમેન્ટે આ ખેલાડીઓની રિપ્લેસમેન્ટ શોધવી પડશે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતની સંભવિત ટીમ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રીત બીરાહ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments