back to top
Homeદુનિયાટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ સંસદની અંદર યોજાશે:અમેરિકામાં કડકડતી ઠંડીના કારણે નિર્ણય, 1985...

ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ સંસદની અંદર યોજાશે:અમેરિકામાં કડકડતી ઠંડીના કારણે નિર્ણય, 1985 બાદ પ્રથમ વખત ઈનડોર શપથ સમારોહ; મુકેશ અંબાણી પણ હાજરી આપશે

નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ 20 જાન્યુઆરી, સોમવારે, ભારે ઠંડીને કારણે બહાર નહીં પરંતુ યુએસ કેપિટોલ હિલ (સંસદ)ની અંદર યોજવામાં આવશે. રોયટર્સ અનુસાર, 40 વર્ષમાં આ પ્રથમ વખત બનશે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ સંસદની અંદર યોજાશે. ટ્રમ્પના શપથ ગ્રહણ દરમિયાન તાપમાન માઈનસ 7 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. ટ્રમ્પે શુક્રવારે પોતાના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર કહ્યું કે દેશમાં આર્કટિક તોફાન ચાલી રહ્યું છે. હું નથી ઈચ્છતો કે લોકો કોઈપણ રીતે ઘાયલ થાય. તેથી, પ્રાર્થના અને અન્ય ભાષણો ઉપરાંત, મેં આદેશ આપ્યો છે કે ઉદ્ઘાટન સંબોધન પણ કેપિટલ રોટુન્ડા (બિલ્ડીંગની અંદરનો ગોળાકાર રૂમ)માં રાખવામાં આવે. ટ્રમ્પે કહ્યું- દરેક જણ સુરક્ષિત રહેશે, દરેક ખુશ રહેશે અને સાથે મળીને અમે અમેરિકાને ફરીથી મહાન બનાવીશું. આ પહેલા 1985માં રોનાલ્ડ રીગનનો બીજો શપથ ગ્રહણ સમાહોર પણ કેપિટોલ રોટુંડામાં યોજાયો હતો. તે સમયે તાપમાન માઈનસ 23 થી માઈનસ 29 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હતું. કેપિટલ રોટુંડા કેપિટલ હિલ બિલ્ડિંગમાં ગુંબજની નીચે છે. તે યુએસ સંસદના બંને ગૃહો તરફ જતા કોરિડોર સાથે જોડાયેલ છે. અમેરિકા પોલર વોર્ટેક્સ સામે સંઘર્ષ કરી રહ્યું છે અમેરિકાના ઘણા રાજ્યો અત્યારે તીવ્ર ઠંડા પવનો સામે ઝઝૂમી રહ્યા છે. તેનું મુખ્ય કારણ પોલર વોર્ટેક્સ ધ્રુવીય વમળ હોવાનું માનવામાં આવે છે. પોલર વોર્ટેક્સ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં વહે છે. ભૌગોલિક બંધારણને કારણે, ધ્રુવીય વમળ સામાન્ય રીતે ઉત્તર ધ્રુવની આસપાસ ફરે છે, પરંતુ જ્યારે તે દક્ષિણ તરફ જાય છે, ત્યારે તે અમેરિકા, યુરોપ અને એશિયામાં તીવ્ર ઠંડી લાવે છે. ​​​​​​પોલર વોર્ટેક્સથી જોખમો શું છે? ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર, અનિલ અંબાણી હાજરી આપશે ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહને બિલ્ડિંગની અંદર યોજવા માટે કાયદા અમલીકરણ અધિકારીઓની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે. યુએસ કોંગ્રેસ (સંસદ)ના સભ્યોને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ પહેલા તેઓ 2017 થી 2021 વચ્ચે 45માં રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી ચૂક્યા છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર ઉપરાંત, QUAD દેશોના વિદેશ મંત્રીઓ પણ ટ્રમ્પના શપથ ગ્રહણમાં હાજર રહેશે. ઈલોન મસ્ક ઉપરાંત અમેરિકન ઉદ્યોગપતિઓમાં જેફ બેઝોસ, માર્ક ઝકરબર્ગ અને સેમ ઓલ્ટમેન હાજર રહી શકે છે. આ સિવાય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી પણ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે અમેરિકા જશે. શપથ ગ્રહણ માટે 1.5 હજાર કરોડ રૂપિયાનું રેકોર્ડ દાન શપથ ગ્રહણ સમારોહ માટે ટ્રમ્પની ટીમને રેકોર્ડ દાન મળ્યું છે. ઉદ્યોગપતિઓ ટ્રમ્પ સાથે વધુ સારા સંબંધો બનાવવા માટે ભારે ભંડોળ પૂરું પાડી રહ્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, અત્યાર સુધીમાં 170 મિલિયન ડોલર (લગભગ 1.5 હજાર કરોડ રૂપિયા) આવી ચૂક્યા છે. આ આંકડો 200 મિલિયન ડોલર સુધી પણ પહોંચી શકે છે. છેલ્લી વખતે, બાઈડનના શપથ ગ્રહણ સમારોહમાં 62 મિલિયન (રૂ. 500 કરોડ) ડોલરનું દાન એકત્ર કરવામાં આવ્યું હતું. તેમજ, ટ્રમ્પના 2017 શપથ ગ્રહણ સમારોહમાં 107 મિલિયન ડોલર (925 કરોડ રૂપિયા) એકત્રિત કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments