18 જાન્યુઆરી 2024ની નમતી બપોરે હરણી તળાવમાં પ્રવાશે નીકળેલા ન્યૂ સનરાઇઝ સ્કૂલના માસુમ બાળકો સવાર બોટ ડૂબી ગઇ હતી. ગણતરીની મિનિટોમાં 12 બાળક અને બે શિક્ષકાઓ મળી 14 જિંદગી ભૂતકાળ બની હતી. સમગ્ર રાજ્યને હચમચાવી મૂકનારી આ ઘટનાને આજે (18 જાન્યુઆરી, 2025) એક વર્ષ થઇ ગયું છે. આજે પણ મૃતકોના પરિવારજનો આ ઘટનાને યાદ કરતાં ધ્રુજી જાય છે. આજે પરિવારજનો દ્વારા ન્યૂ સનરાઇઝ સ્કૂલની સામેના ગ્રાઉન્ડમાં શ્રધ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યાં છે.