back to top
Homeમનોરંજનપિંક સિટીમાં અક્ષય કુમારનો સ્વેગ:વેનિટી વેન ઉપર બેઠાં-બેઠાં સનબાથની સાથે ચાની મજા...

પિંક સિટીમાં અક્ષય કુમારનો સ્વેગ:વેનિટી વેન ઉપર બેઠાં-બેઠાં સનબાથની સાથે ચાની મજા માણી; ‘ભૂત બંગલા’ શૂટિંગના અનસીન દૃશ્યો

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર જયપુરમાં ફિલ્મ ‘ભૂત બંગલા’નું શૂટિંગ કરી રહ્યો છે. આ દરમિયાન તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં અક્ષય તેની વેનિટી વેનની છત પર સનબાથ લેતો જોવા મળ્યો. આ દરમિયાન એક્ટર ચા પીતો પણ નજરે પડ્યો હતો. હાલ ખિલાડી કુમાર પિંક સિટી અને તેની આસપાસના અલગ-અલગ લોકેશન પર એકતા કૂપરની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં આ ફિલ્મના મોટા ભાગનું શૂટિંગ ચૌમૂ હાઉસ, ગલતાજી, સિસોદિયા રાની કા બાગમાં થયું છે. ગુરુવારે અક્ષય સિસોદિયા રાની બાગ પાસે શૂટિંગ લોકેશન પર હતો. શૂટિંગ પૂર્ણ કર્યા બાદ તે ગુરુવારે જ મુંબઈ પરત ફર્યો હતો. આ પહેલા અક્ષયે મકરસંક્રાંતિ પર પરેશ રાવલ સાથે પણ પતંગ ઉડાવી હતી. પ્રિયદર્શનના ડિરેક્શનમાં બની રહેલી આ હોરર-કોમેડી ફિલ્મમાં પરેશ રાવલ, રાજપાલ યાદવ અને તબ્બુ પણ છે. ગુરુવારે એક્ટ્રેસ તબ્બુના ડાન્સ સીન શૂટ કરવામાં આવ્યા હતા. આ આખું શૂટિંગ ગલતાજી મંદિરમાં કરવામાં આવ્યું છે. આ સિવાય આર્ટિફિશિયલ સેટ બનાવીને કેટલાક ખાસ સીન શૂટ કરવામાં આવ્યા હતા. પ્રોડક્શન હાઉસે છેલ્લી ક્ષણે શૂટિંગનું સ્થળ બદલી નાખ્યું હતું
મળતી માહિતી મુજબ, પ્રોડક્શન હાઉસે ચૌમૂન પેલેસમાં એક મહિના માટે શૂટિંગ માટે બુકિંગ માંગ્યું હતું, પરંતુ આગામી દિવસોમાં લગ્નનું બુકિંગ હોવાથી શૂટિંગ સ્થળ બદલવું પડ્યું. આવી સ્થિતિમાં સૌથી પહેલા અક્ષય કુમારના સીન પૂરા થયા. અક્ષય કુમારે 17 વર્ષ પહેલા પ્રિયદર્શનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા’ માટે પણ અહીં શૂટિંગ કર્યું હતું. ભૂત બંગલાના શૂટિંગ સાથે જોડાયેલી તસવીરો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments