back to top
Homeગુજરાતમોઢેરાનું સૂર્યમંદિર રંગબેરંગી લાઈટોથી ઝળહળ્યું:પ્રાંગણમાં આજથી બે દિવસ ઉત્તરાર્ધ મહોત્સવ, શાસ્ત્રીય નૃત્યના...

મોઢેરાનું સૂર્યમંદિર રંગબેરંગી લાઈટોથી ઝળહળ્યું:પ્રાંગણમાં આજથી બે દિવસ ઉત્તરાર્ધ મહોત્સવ, શાસ્ત્રીય નૃત્યના કલાકારોએ નૃત્યો રજૂ કરી લોકોના મન મોહી લીધા

મોઢેરાના વિશ્વ પ્રસિદ્ધ સૂર્યમંદિરના પ્રાંગણમાં આજથી ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ શરૂ થયો છે. ત્યારે આ મહોત્સવને લઈ મોઢેરા મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે. શાસ્ત્રીય નૃત્યના કલાકારોએ વિવિધ નૃત્યો રજૂ કરીને લોકોના મન મોહી લીધા હતા. આ મહોત્સવ બે દિવસ સુધી ચાલશે, જેમાં ભરત નાટ્યમ, ઓડિસી, કુચીપૂડી, મોહિની અટ્ટમ, કથ્થક, કથકલી, મણિપુરી, કથક અને સતરીયા જેવા શાસ્ત્રીય નૃત્યના વિશ્વવિખ્યાત કલાકારો પોતાની પ્રસ્તુતિ રજૂ કરવાના છે. સૂર્યમંદિર રંગબેરંગી લાઈટોથી ઝગમગી ઉઠ્યું
મહેસાણાના મોઢેરા સૂર્યમંદિર ખાતે આજે ઉત્તરાર્ધ મહોત્સવ નિમિત્તે મોઢેરા સૂર્યમંદિર માં રંગબેરંગી લાઈટો કરવામાં આવી છે. સૂર્યમંદિરમાં રંગબેરંગી લાઈટો આકર્ષણનું કેન્દ્ર બની છે. લોકોએ લાઈટો નિહાળી ફોટોગ્રાફી કરી હતી. મોઢેરાનું સૂર્યમંદિર રંગબેરંગી લાઈટોથી ઝળહળ્યું હતું. ઘૂંઘરૂના ઝણકાર અને નર્તનથી નયનરમ્ય નજારો સર્જાયો
ઘૂંઘરૂના ઝણકાર અને નર્તનથી નયનરમ્ય નજારો સર્જાયો હતો. મોઢેરા ખાતે ઉત્તરાયણ પછી ઉજવાતા શાસ્ત્રીય નૃત્ય પર્વ દ્વિ-દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. શિલ્પ, સ્થાપત્ય, સંસ્કૃતિ અને કલાને જીવંત રાખવા દર વર્ષે મોઢેરા ખાતે ઉત્તરાર્ધ મહોત્સવ યોજાઈ છે. આ મહોત્સવમાં પ્રથમ દિવસે દિલ્હીના વાની માધવ દ્વારા ઓડીસી નૃત્ય, તમિલનાડુના કૃપા રવિ દ્વારા ભરત નાટ્યમ, અમદાવાદના શિતલ મકવાણા દ્વારા ભરતનાટ્યમ વડોદરાના એશ્વર્યા વારિઅર દ્વારા મોહિનીઅટ્ટમ અને અમદાવાદના બિનલ વાળા દ્વારા કથ્થક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. ઉત્તરાર્ધ મહોત્સવની પરંપરા ઉત્તરાયણ પછી સૂર્યની ઉત્તર તરફની ગતિ દરમિયાન ઉજવવામાં આવે છે. આ સમયે શિયાળો અંત તરફ હોય છે અને દિવસ લાંબો થવાની શરૂઆત થાય છે. મોઢેરાનું સૂર્યમંદિર પ્રાચીન ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, જે સૂર્ય અને ગ્રહોની સ્થિતિ તથા સૂર્યના પૃથ્વી ભ્રમણને દર્શાવે છે. વિવિધ કલાક્ષેત્રના કલાકારો પોતાની કલા રજૂ કરશે
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 1992થી રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવનો મુખ્ય હેતુ ભારતીય શાસ્ત્રીય નૃત્યોની ગુરુ-શિષ્ય પરંપરાનો પરિચય લોકો સુધી પહોંચાડવાનો છે. દેશભરના વિવિધ કલાક્ષેત્રના કલાકારો આ બે દિવસીય કાર્યક્રમમાં પોતાની કલા રજૂ કરશે. શિલ્પ, સ્થાપત્ય, સંસ્કૃતિ અને કલાને જીવંત રાખવા મહોત્સવનું આયોજન
આ પ્રસંગે યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે, મોઢેરા સૂર્યમંદિર ખાતે દર વર્ષે ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ઉતરાયણ પછી આવતા શનિ રવિમાં આ મહોત્સવ યોજવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા શિલ્પ, સ્થાપત્ય, સંસ્કૃતિ અને કલાને જીવંત રાખવા દર વર્ષે મોઢેરા ખાતે ઉત્તરાર્ધ મહોત્સવ યોજાઇ રહ્યો છે. ‘ભારતીય જીવનશૈલી દર્શન અને શિલ્પનું દર્શન આ સૂર્યમંદિરમાં થાય છે’
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોઢેરાનું આ ભવ્ય મંદિર સોલંકી કાળમાં નિર્માણ પામ્યું છે. ભારતીય જીવનશૈલી દર્શન અને શિલ્પનું દર્શન આ સૂર્યમંદિરમાં થાય છે. આ સૂર્યમંદિરમાં યોજાતા ઉત્તરાર્ધ મહોત્સવમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી નૃત્ય સાથે જોડાયેલા ખ્યાતનામ કલાકારોને આમંત્રિત કરવામાં આવે છે. ઉત્તરાર્ધ મહોત્સવના કલાકારોનું સન્માન કરાયું
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મહેસાણા જિલ્લાના વડનગરમાં અનેક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યાં છે. વડનગર ખાતે હમણાં જ 2500 વર્ષના ઇતિહાસને દર્શાવતું આર્કિયોલોજિકલ મ્યુઝિયમનું દેશના ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વડનગરના આ અદ્વિતીય મ્યુઝિયમની મુલાકાત લેવા સચિવએ સૌને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટર એમ નાગરાજને સ્વાગત પ્રવચન કર્યું હતું તેમજ ઉત્તરાર્ધ મહોત્સવના પ્રથમ દિવસના કલાકારોનું મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments