back to top
Homeગુજરાતસંઘવી-'વરઘોડો' VS DGP-'રિકન્સ્ટ્રક્શન':ગૃહમંત્રીએ કહ્યું હતું કે-'વરઘોડો તો નીકળશે'; DGP કહ્યું-'અમે વરઘોડો નથી...

સંઘવી-‘વરઘોડો’ VS DGP-‘રિકન્સ્ટ્રક્શન’:ગૃહમંત્રીએ કહ્યું હતું કે-‘વરઘોડો તો નીકળશે’; DGP કહ્યું-‘અમે વરઘોડો નથી કાઢતા રિકન્સ્ટ્રક્શન કરીએ છીએ’

સુરત ખાતે આજે (18/01/2025)ના રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ રાજ્યના DGP વિકાસ સહાયની અધ્યક્ષતામાં એક દિવસીય ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. જ્યાં DGP સહાયે આરોપીઓના વરઘોડા શબ્દ અંગે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે, અમે ‘વરઘોડો’ નથી કાઢતા, માત્ર રિકન્સ્ટ્રક્શન કરીએ છીએ, આરોપી સાથે ઘટના સ્થળે જઈ પુરાવા એકત્ર કરવા ‘સીન ઓફ ક્રાઇમનું પુનઃનિર્માણ’ (રિકન્સ્ટ્રક્શન) કહેવાય, વરઘોડો નહીં. આ શબ્દ પ્રેસ અને મીડિયા તરફથી આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, એક મહિના અગાઉ ગાંધીનગરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય પોલીસવડા વિકાસ સહાયની ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારે વરઘોડાને લઈ ગૃહમંત્રીએ નિવેદન આપ્યું હતું કે, ‘લોકોને હેરાન કરશો તો વરઘોડો તો નીકળશે જ’ સુરતમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ
આજે પોલીસ કમિશનર કચેરી ખાતે સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદના પોલીસ કમિશનરો અને રાજ્યના નવ રેન્જ આઈ.જી.ઓ સાથે યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સમાં દરેક પોલીસ કમિશનર તથા આઈજીઓએ પોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા માટે 2024ના વર્ષમાં કરેલી કામગીરીને પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી. બેઠકમાં ભવિષ્યના રોડ મેપ સાથે પરિણામલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ‘અમે વરઘોડો નથી કાઢતા રિકન્સ્ટ્રક્શન કરીએ છીએ’
DGP દ્વારા કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જ્યાં વરઘોડા અંગે DGPએ કહ્યું , અમારા વિભાગમાં ‘વરઘોડા’ શબ્દનો કોઈ ઉપયોગ થતો નથી. ગુજરાત પોલીસ આ શબ્દનો ઉપયોગ કરતી નથી અને અમારા કોઈપણ કાગળ પર આ શબ્દને કાયદાકીય કાર્યવાહી તરીકે દર્શાવાતો નથી. આ શબ્દ પ્રેસ અને મીડિયા તરફથી આપવામાં આવ્યો છે. જ્યાં ક્યાંય પણ કોઈ અપરાધ થાય છે ત્યાં પુરાવા એકત્ર કરવું અત્યંત મહત્વપૂર્ણ છે. આ એક મહત્ત્વની પ્રક્રિયા છે, જેને ‘સીન ઓફ ક્રાઇમનું પુનઃનિર્માણ’ (રિકન્સ્ટ્રક્શન) કહેવામાં આવે છે. આ ‘ વરઘોડો’ નથી. તપાસની સંપૂર્ણ પ્રક્રિયામાં રિકન્સ્ટ્રક્શન જરૂરી છે, પરંતુ જો ક્યાંય પણ, કોઈ પણ સ્થળે અમારા ધ્યાનમાં કે કોઈ વરિષ્ઠ અધિકારીના ધ્યાનમાં આવી જાય કે રિકન્સ્ટ્રક્શનના બહાને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે, તો તત્કાળ તેના પર કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ અમે ‘વરઘોડો’ નથી કાઢતા, માત્ર રિકન્સ્ટ્રક્શન કરીએ છીએ. ઘણા લોકોને આજકાલ વરઘોડાથી ઘણો વાંધો છેઃ ગૃહમંત્રી
એક મહિના અગાઉ ગાંધીનગરમાં યોજાયેલા તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ઘણા લોકોને આજકાલ વરઘોડાથી ઘણો વાંધો છે, ગુજરાત પોલીસે નક્કી કર્યું છે કે રાજ્યના સામાન્ય નાગરિકોને જો કોઈ ટપોરી દ્વારા હેરાનપરેશાન કરવામાં આવશે તો તેના વરઘોડા તો જરૂરથી નીકળશે. આમ તેમ દોડવાની ઘણી આદતો હોય પરંતુ પોલીસ જોડે પાલો પડે તો ચાલવાની તકલીફ પડવી જ જોઈ. રાજ્યના નાગરિકની શાંતિ, સલામતી અને સુરક્ષા એ પોલીસની જવાબદારી છે. પોલીસ ગુજરાત સરકારની પ્રતિબંધ નીતિ પ્રત્યે પ્રતિબદ્ધ
સ્ટેટ મોનિટરિંગ સેલ અંગે DGPએ જણાવ્યું, મારા પાસે આંકડા ઉપલબ્ધ નથી, પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલ અથવા કોઈપણ અન્ય એજન્સી જે પ્રતિબંધ, ગુણવત્તાવાળા કેસ, નાર્કોટિક્સ અને જુગાર સંબંધિત કેસમાં કામ કરે છે, તે કેસની તપાસ પહેલા અને પછી યોગ્ય પગલાં લે છે. સસ્પેન્શન, ટ્રાન્સફર અને કેસો નોંધાયા છે અને આ બધું રેકોર્ડ પર છે. અમે કડક પગલાં લઈ રહ્યા છીએ. ગુજરાત પોલીસ ગુજરાત સરકારની પ્રતિબંધ નીતિ પ્રત્યે પ્રતિબદ્ધ છે. જો સ્થાનિક અધિકારીઓ દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોય તો કડક પગલાં લેવામાં આવ્યા છે. આવા ઘણા ઉદાહરણો છે જ્યાં સસ્પેન્શન કરાયું છે. ‘તેરા તુજકો અર્પણ’ પ્રજા અને પોલીસ વચ્ચે સેતુરૂપ
ક્રાઈમ કોન્ફરન્સ બાદ DGP વિકાસ સહાયે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસની કામગીરીમાં ઉત્તરોત્તર સુધારો થાય તે માટે અનેકવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. પોલીસની કામગીરી વધુ અસરકાર બને તે માટે રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પ્રજા અને પોલીસ વચ્ચે સુમેળભર્યા સંબંધો કેળવાય, નાગરિકોને સલામતી અને સુરક્ષાની પ્રતિતી થાય તે માટે પોલીસ દ્વારા કોમ્યુનિટી આઉટરિચ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવ્યો છે. ‘તેરા તુજકો અર્પણ’ પહેલ હેઠળ સમગ્ર રાજ્યમાં 2024ના વર્ષમાં 3300 કાર્યક્રમો દ્વારા લોકોને રૂ.153 કરોડની લૂંટ, ચોરી, ફ્રોડ થયેલી અને વ્યાજખોરોએ પડાવી લીધેલી મિલકતો પરત કરવામાં આવી છે. ‘તેરા તુજકો અર્પણ’ની ભાવના પ્રજા અને પોલીસ વચ્ચે સેતુરૂપ બની રહી છે. વ્યાજખોરી સામે પોલીસની ખાસ ઝુંબેશ
રાજ્યના 650 પોલીસ સ્ટેશનો, 700 આઉટ પોસ્ટ, ચોકીઓના પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા બે મહિને ‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી’ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં સ્થાનિક પ્રશ્નો ઉકેલવામાં આવે છે. 2024માં રાજ્યમાં 10,500 જેટલા આવા કાર્યક્રમો યોજી તેમાં મળેલા સ્થાનિક મુદ્દાઓ પર ભવિષ્યની કામગીરીને બહેતર બનાવવાનું મંથન કરાયું હોવાની વિગતો તેમણે આપી હતી. વ્યાજખોરી સામે પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ કરવામાં આવી છે, જેમાં 2024માં 715 વ્યાજખોરો સામે ગુનાઓ, FIR દાખલ કરીને 1500થી વધુ લોકોની અટક કરવામાં આવી છે જેના પરિણામે વ્યાજખોરીનું દૂષણ ઘટ્યું છે. સાયબર ફ્રોડથી બચવા લોકોને અપીલ
સાયબર ફ્રોડ-સાયબર ક્રાઈમ પર મંથન કરીને પરિણામલક્ષી કામગીરી થઈ શકે તે માટેની ચર્ચા કરવામાં આવી હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, છેલ્લા એક વર્ષ દરમિયાન સાયબર ફ્રોડમાં પીડિતોએ ગુમાવેલા રૂ.108 કરોડ તેમને પરત કરવામાં આવ્યા છે. લોકો વધુમાં વધુ સાયબર ક્રાઈમ પ્રત્યે જાગૃતતા આવે તે જરૂરી હોવાનું જણાવતા કહ્યું કે, કોઈ પણ સમયે અજાણી લિંક પર ક્લિક ન કરતા સાયબર વિશ્વમાં હંમેશા એલર્ટ રહેવાની અપીલ કરી હતી. ક્રાઇમ રેટ ઘટાડો કરવામાં ધ્યાન કેન્દ્રિત કરાયું
પોલીસ સ્ટેશનની કામગીરી પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે પોલીસ અધિક્ષકો દ્વારા તેમના તાબા હેઠળના પોલીસ સ્ટેશનમાં વાર્ષિક તપાસણી કરવામાં આવે છે. એટલું જ નહીં, હેડક્વાર્ટરથી દૂર રહીને 1200 નાઈટ હોલ્ટ દ્વારા ઇન્સ્પેકશન કામગીરી કરવામાં આવી છે. 2024માં રાજ્યમાં 100 ટકા ઇન્સ્પેકશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જેના કારણે રાજ્યમાં ક્રાઈમ રેટમાં મેજર ઘટાડો થયો હોવાનું તેમણે કહ્યું હતું. રાજ્ય પોલીસ દ્વારા તપાસમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ગુનાઓ ઉકેલવામાં આવી રહ્યા છે. રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે દરેક પોલીસ સ્ટેશનમાં શી-ટીમની રચના કરવામાં આવી છે. સિનિયર સિટીઝનો, મહિલાઓની સુરક્ષા માટે રક્ષાબંધન દરમિયાન 25,000 વડીલોને મળીને રાખડી બાંધવામાં આવી હતી. આ ઉપરાંત, શી-ટીમ દ્વારા પ્રજા અને પોલીસ વચ્ચે સંવાદિતા જળવાઈ રહે એ માટે 10,000 શિક્ષકોનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. ગંભીર ગુનાઓમાં Dy.SP કક્ષાના અધિકારીઓ તપાસ કરે છે
દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્રોની રચના કરવામાં આવી રહી છે. ગંભીર ગુનાઓમાં ડી.વાય.એસ.પી કક્ષાના અધિકારીઓ ક્રાઈમ સ્પોટ પર જઈને તપાસ કરે છે. ગંભીર ગુનાઓમાં તપાસ અને પુરાવાઓ એકત્ર થાય તેમજ લોકોને ઝડપી ન્યાય મળે તેવા આશયથી રાજ્યમાં ગંભીર કેસોની સાયન્ટીફીક તપાસ માટે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અને સબ ડિવિઝન પોલીસ ઓફિસરોની કચેરીઓમાં ક્રાઈમ સીન મેનેજરની નિમણૂક કરવામાં આવી હોવાનું DGPએ ઉમેર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments