back to top
Homeદુનિયાએલર્ટ મોડ:ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ બાદ શિકાગોમાં ગેરકાયદે લોકોને હાંકી કાઢવા પહેલી રેડ

એલર્ટ મોડ:ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ બાદ શિકાગોમાં ગેરકાયદે લોકોને હાંકી કાઢવા પહેલી રેડ

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે શપથ લેશે પરંતુ આ પહેલા જ ટ્રમ્પે ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકામાંથી હાંકી કાઢવા માટે ટીમ બનાવી દીધી છે. શપથના બીજા દિવસથી ટીમ ટ્રમ્પના બહુચર્ચિત ચૂંટણી વચનોને લાગુ કરવા શરૂ કરી દેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટીમ મંગળવારે શિકાગોમાં પહેલી રેડ કરીને ગેરકાયદે પ્રવાસીઓની ધરપકડ કરવાની શરૂઆત કરશે. આ ટીમમાં 150 એજન્ટસ છે. આ ઉપરાંત ટ્રમ્પ પ્રશાસને એક હજાર એજન્ટને એલર્ટ મોડ પર રહેવાનો આદેશ આપ્યો છે. ઈમિગ્રશન અને કસ્ટમ વિભાગે આ અભિયાનનું નામ ઓપરેશન સેફગાર્ડ રાખ્યું છે. ડિપોર્ટેશન આયોજન પર વાત કરતા ટોમ હોમેને કહ્યું કે ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદના શપથ લેતા જ દેશભરમાં દરોડા પાડવામાં આવશે. તેમજ ટીમ એ કંપનીઓ પર દરોડા પાડશે જે કંપની ગેરકાયદે પ્રવાસીઓને કામ આપે છે. બાઈડેને આવી પ્રથા પર રોક લગાવી દીધી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પ ઘણી વાર 10 લાખથી વધુ ગેરકાયદે પ્રવાસીઓને દેશમાંથી હાંકી કાઢવાની વાત કરી હતી. ટ્રમ્પ દ્વારા નિમાયેલા 14 સભ્ય કમિટીની સામે રજૂ થયા
ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ટીમમાં અત્યાર સુધીમાં 54 સભ્યોની નિમણૂક કરી છે. જેમાં 14 સભ્યો કમિટીની સામે હાજર થયા. જેમાં રક્ષા મંત્રી પીટ હેગસેથ, ગૃહમંત્રી ક્રિસ્ટી નિયોમ, વિદેશ મંત્રી માર્ક રૂબિયો અને એટોર્ની જનરલ પામ બોન્ડી જેવા મહત્ત્વના સભ્યો સામેલ છે. આ તમામ સભ્યોની પસંદગી સેનેટમાં મતદાન દ્વારા થઈ શકશે. વિવેક રામાસ્વામી અને ઈલોન મસ્કને સેનેટથી મંજૂરી જરૂરી નથી. ટ્રમ્પના શપથ બાદ ક્વાડ દેશોની બેઠક થઈ શકે છે
ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી એસ. જયશંકર કરશે. આ બેઠકમાં ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોન્ગ અને જાપાનના વિદેશ મંત્રી તાકેશી ઈવાયા પણ સામેલ થશે. સૂત્રો પ્રમાણે ક્વાડ દેશ ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશ મંત્રીઓની સાથે અમેરિકાના નિમાયેલા વિદેશ મંત્રી માર્ક રૂબિયો પણ સામેલ થશે. ટ્રમ્પ વિરોધી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શપથ સમારોહમાં હાજર રહેશે
2020માં રાષ્ટ્રપતિની ચૂંટણી હાર્યા બાદ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પ હાર ન માનવા પર તે સમયના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે વિરોધ કર્યો હતો. 2024માં ટ્રમ્પ ફરી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ચૂંટાયા બાદ પણ પેન્સે વિરોધ દર્શાવ્યો હતો. જોકે, શનિવારે કહ્યું કે તેઓ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં પત્નીની સાથે હાજરી આપશે. ટ્રમ્પ પર હુમલામાં સુરક્ષા ઢાલ બનેલા અધિકારી સીક્રેટ સર્વિસના ડાયરેક્ટર બન્યા : ગત વર્ષે ચૂંટણી રેલી દરમિયાન ટ્રમ્પ પર ગોળીબાર થયો હતો. ત્યારે સુરક્ષામાં તૈનાત એજન્ટ શૉન કરને ટ્રમ્પે સીક્રેટ સર્વિસના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરી છે. શૉને ટ્રમ્પની સુરક્ષા વધારવા કહ્યું હતું પરંતુ તેમના સૂચનનો સ્વીકાર કરવામાં આવ્યો ન હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments