મહાવીરસિંહ ચૌહાણ
ગુજરાત-રાજસ્થાન બૉર્ડર પર ડુંગરપુર જિલ્લાના રતનપુર ગામની પાસે પોલીસે 10 જાન્યુઆરીએ દોઢ કરોડ રૂપિયાનું સોનું અને 22.50 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. આ નાણાં ઉદયપુરની એક કુરિયર કંપનીની 3 વ્યક્તિ ખાનગી બસમાં લઇને ગુજરાત જઇ રહ્યા હતા. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે સોનું અને નાણાંના 40 પેકેટ પર અમદાવાદ, રાજકોટ, સુરત, મુંબઈ અને માત્ર મોબાઇલ નંબર લખેલા હતા. તેની ઉપર કોઇના નામ લખેલા નહોતા. આરોપી ન તો ઉદયપુરમાં સામાન આપનારાને જાણે છે કે ન તો અમદાવાદ, રાજકોટ, સુરત અને મુંબઈમાં સામાન મેળવનારાને. તેમને માત્ર પેકેટ ઉપર લખેલા મોબાઇલ નંબરના આધારે સોનું અને પૈસા પહોંચાડવાના હતા. આ કામના બદલે તેમને 30 હજાર મળવાના હતા. રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશ બૉર્ડર પર વસેલાં બાંસવાડા અને ડુંગરપુર જિલ્લાે હવાલાના માધ્યમથી સોનું-ચાંદી અને રોકડની હેરાફેરીનો (તસ્કરીનો) નવો રૂટ બની ગયો છે.
ભાસ્કરની તપાસમાં સામે આવ્યું છે કે ગત 3 વર્ષમાં આ રૂટ પર આશરે રૂ. 2 કરોડ 37 લાખની રોકડ, રૂ. 10 કરોડનું સોનું અને રૂ. 20 કરોડની ચાંદી જપ્ત કરી છે. આશ્ચર્યની વાત છે કે આની ઉપર કોઇએ માલિકી હક દર્શાવ્યો નથી. વર્ષ 2022માં 375 કિલો મોતી અને રત્નો પણ જપ્ત કર્યા હતા. જેમાંથી મોટાભાગનો સામાન ખાનગી બસોના માધ્યમથી ગુજરાત મોકલાઇ રહ્યો છે. કેટલોક સામાન ગુજરાતથી થઇને મહારાષ્ટ્ર પણ મોકલાઇ રહ્યો છે. તેનું દુબઈ કનેક્શન પણ છે. 5 નવેમ્બરે બાંસવાડા શહેરમાં પકડાયેલા હવાલાના 40 લાખ રૂપિયાનું કનેક્શન કુવૈતથી છે. આ નાણાં કુવૈતમાં બેઠેલા એક એજન્ટે મોકલ્યા હતા પરંતુ કાયદાના લાંબા હાથ તેની સુધી પહોંચી શક્યા નથી. બાંસવાડા-ડુંગરપુર સાથે 5 રસ્તા જોડાયેલા, જેની ઉપર હવાલા કારોબારી સક્રિય 1. ઉદયપુર, આસપુર, સાગવાડા, ગલિયાકોટ રોડ, જોગપુર, ઓબરી, ધંબોલા અને સીમલવાડા થઇને ગુજરાત.
2. ઉદયપુરથી ખેરવાડા, રતનપુર બૉર્ડર થઇને ગુજરાત.
3. ઉદયપુરથી પરતાપુર, બોરી વાળા રૂટ થઇને ગુજરાત.
4. ઉદયપુરથી ડુંગરપુર, સીમલવાડા, ભીલૂડાથી ગુજરાત.
5. જયપુરથી ચિતૌડગઢ. પ્રતાપગઢ, બાંસવાડા થઇને ગુજરાતના દાહોદમાં એન્ટ્રી. 8 મોટા મામલા, આ જે પકડાયા છે, મોટાભાગના પકડાતા નથી, કુવૈતથી પણ નેટવર્ક ચાલે છે } 9 મે 2022 : રાજસ્થાન-ગુજરાતના રતનપુર બૉર્ડર પર બસમાં 1321 કિલો ચાંદી, 173 કિલો મોતી, 202 કિલો રત્નો, 210 ગ્રામ સોનું અને 56 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરાઇ હતી.
} 21 ઓક્ટોબર 2023 : બાંસવાડા જિલ્લામાં રતલામથી આવી રહેલી એક બોલેરોને દાનપુર પોલીસે પકડી. જેમાં 14 કરોડનુ સોનું-ચાંદી હતુ. આ બોલેરો પીકઅપ બંધ બૉડીની હતી.
} 29 માર્ચ 2024 : ગુજરાતથી સીમલવાડા અને ડુંગરપુર તરફ આવી રહેલી એક ઇનોવા કારમાંથી 33 લાખ 87 હજારની રોકડ અને 9 કિલો 930 ગ્રામ ચાંદી જપ્ત કરાઇ હતી. 2 કિલોથી વધારેના સોનાના ઘરેણાં પણ હતા. રતનપુર બૉર્ડર પર જ કુરિયરની ગાડીથી 10 કિલો ચાંદીની લગડીઓ- ઘરેણાં જપ્ત કરાયા હતા.
} 6 જુલાઈ 2024 : રતનપુર બૉર્ડર પર ચાલતાં જઇ રહેલા 3 લોકો પાસેથી લાખોનું સોનું અને રોકડ પકડાઇ હતી. ત્રણેયના થેલામાં 70 લાખનું સોનું અને 26 લાખની રોકડ મળી હતી.
} 27 ઓક્ટોબર 2024 : કારથી 4 કરોડની ચાંદી જપ્ત કરાઇ. 350 કિલોના આભૂષણો અને 50 કિલોની લગડીઓ પણ હતી. ડેકીની અંદર ગુપ્ત બૉક્સમાં ઘરેણાં અને લગડીઓ ભરેલી હતી.
} 5 ઓક્ટોબર 2024 : બાંસવાડાની રાજતાલાબ પોલીસે એક કારની ડેકીમાંથી 40 લાખ જપ્ત કર્યા. કુવૈતમાં બેઠેલાે એજન્ટે હવાલાના માધ્યમથી રૂપિયાનો બંદોબસ્ત કરતો હતો.
} 10 જાન્યુઆરી 2025 : રતનપુર બૉર્ડર પર કુરિયર કંપનીના લોકોને પકડયા હતા. આ લોકો ચાલતાં બૉર્ડર પાર કરતાં હતા. તેમની પાસેથી 22.49 લાખની રોકડ અને 1.30 કરોડનું સોનું મળ્યુ હતુ. ડુંગરપુર એસપી મોનિકા સેન – પકડવામાં આવેલી રોકડ અને ઘરેણાંના મામલામાં હજુ તપાસ ચાલી રહી છે. આ હવાલાની હોઇ શકે છે. બાંસવાડાના એસપી હર્ષવર્ધન અગ્રવાલા- કેટલાક કેસોમાં એવી જાણકારી સામે આવી છે. જેમાં કોઇ માલિક મળતો નથી. તેમાં ઇન્કમ ટેક્સને સૂચના આપીએ છીએ.