આજે (19 જાન્યુઆરી) GPSC વર્ગ 3ની આસિસ્ટન્ટ મેજેનરની ભરતી માટેની પરીક્ષા યોજાઈ છે. પરીક્ષા બે તબક્કમાં યોજાશે. જેમાં પ્રથમ પરીક્ષા 11 વાગ્યાથી 1 વાગ્યા દરમિયાન યોજાશે. જ્યારે બીજી પરીક્ષા 3થી 4 વાગ્યા દરમિયાન યોજાશે. અમદાવાદના અલગ-અલગ 14 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ રહી છે. દરેક કેન્દ્રમાં 10 વર્ગ ફાળવવામાં આવ્યા છે. કુલ 141 વર્ગમાં પરીક્ષા લેવામાં આવી રહી છે, જેમાં અમદાવાદમાં 3377 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. ઉમેદવારની સંખ્યા ઓછી
આજની પરીક્ષાના કેન્દ્ર માત્ર અમદાવાદમાં જ ફાળવવામાં આવ્યા છે. અમદાવાદમાં શહેરના તથા આસપાસના જિલ્લાના ઉમેદવારો પરીક્ષા આપવા આવી રહ્યા છે. આ પરીક્ષામાં 18 પોસ્ટ પર 3377 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. સામાન્ય પરીક્ષા આજની પરીક્ષામાં ઓછા ઉમેદવારો છે. ઉમેદવારોના STIની અને GPSCની પરીક્ષા સાથે જાહેર થઈ હતી, જેથી ખૂબ ઓછા લોકોએ આ બાબતે ધ્યાન આપ્યું હતું. જેના કારણે ઉમેદવારો ઓછા છે. તૈયારી પૂરેપૂરી છે, હવે પેપર પર આધારઃ કમલેશ
ધોળકાથી પરીક્ષા આપવા આવેલા દિવ્યાંગ ઉમેદવાર કમલેશ સોલંકીએ જણાવ્યું હતું કે, હું સવારે 8 વાગ્યે ટુ-વ્હીલર લઈને પરીક્ષા આપવા આવ્યો છું. તૈયારી પૂરેપૂરી કરી છે, પેપર આવે તેના પર આધાર છે. અગાઉ મેં અનેક સ્પર્ધાત્મક પરીક્ષા આપી છે. આ GPSCની પરીક્ષા ક્લિયર થાય પછી હું UPSCની પરીક્ષા માટે પ્રયત્ન કરીશ. હું નોકરીની સાથે તૈયારી પણ કરું છુંઃ સાહિલ
સાહિલ જયસ્વાલ નામનો ઉમેદવારે જણાવ્યું હતું કે, આજે આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટની ભરતી માટેની પરીક્ષા આપવા માટે આવ્યો છું. હું છેલ્લા બે વર્ષથી તૈયારી કરું છું અને સાથે સાથે હું નોકરી પણ કરું છું. મને મારા પર પૂરેપૂરો વિશ્વાસ છે. એસ.ટી.આઈના ફોર્મ બહાર આવ્યા હતા, ત્યારે GPSCના ફોર્મ બહાર આવ્યા હતા. ઉમેદવારોએ એસટીઆઈ ઉપર વધુ ધ્યાન આપ્યું છે, જેથી આજની પરીક્ષામાં ઉમેદવારો ઓછા છે. કોન્સેપ્ટ ફોર્મનો નિયમ આવ્યો ત્યારથી ઉમેદવારો ઘટી રહ્યા છે. જે લોકો ખરેખર તૈયારી કરે છે, તેઓજ હવે પરીક્ષા આપવા આવી રહ્યા છે.