સમગ્ર દેશમાં ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત આજે (19 જાન્યુઆરી) રવિવારે અમદાવાદના બાપુનગર ખાતેના કાર્યક્રમમાં પહોંચ્યાં છે. અહીં જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ-કાર્યકર્તાઓ પહોચ્યાં છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડાએ આંબેડકર ચોકમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યા હતા. મન કી બાત કાર્યક્રમનું લાઈવ સમયસર ન થયું
આજના કાર્યક્રમમાં રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડા અને મુખ્યમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાતનો કાર્યક્રમ સાંભળ્યો હતો. મન કી બાત કાર્યક્રમ શરૂ થઈ ગયો છતાં ભાજપ સોશિયલ મીડિયાની ટીમ દ્વારા સમયસર મન કી બાત કાર્યક્રમનું લાઈવ કરી શકી નહોંતી. ત્યારબાદ સ્ટેજ પરથી રાજ્યના મંત્રી જગદીશ પંચાલ દ્વારા મોબાઈલમાં મન કી બાત કાર્યક્રમ શરૂ કર્યો હતો. કાર્યક્રમ શરૂ થયાના પાંચ મિનિટ બાદ સોશિયલ મીડિયા ટીમ દ્વારા કાર્યક્રમનું લાઈવ કરવામાં આવ્યું હતું. મનની વાત કાર્યક્રમ બંને નેતાઓ સાંભળવાના છે, તેવું અગાઉથી જાણવા છતાં પણ ભાજપ સોશિયલ મીડિયાની ટીમ દ્વારા કાર્યક્રમ સમયસર શરૂ કરાયો નહીં. ભાજપે સંવિધાનને સર્વોચ્ય માન્યું છેઃ મુખ્યમંત્રી
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, 2025નું વર્ષ દેશનું ગૌરવ ઉજાગર કરવાનું છે. આ વર્ષ દેશમાં લગાવેલી કાળા દિવસ કટોકટીનું 50મુ વર્ષ છે. આ દિવસોમાં બંધારણના મૂલ્યોની અવદશા તે સમયની સરકારે કરી હતી, તે ભૂલવી જોઈએ નહિ. બંધારણના સ્વીકાર નિર્માણમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર સાથે ગુજરાતીઓએ પણ યોગદાન આપ્યું છે. ભાજપે સંવિધાનને સર્વોચ્ય માન્યું છે. દર વર્ષે 26મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ. બંધારણ દેશનું ગૌરવ છે. આપણે સૌ સાથે મળી સંવિધાન ગૌરવ અભિયાન ઘર-ઘર સુધી પહોંચાડીએ. આંબેડકરને માત્ર માળા પહેરાવી દેવાથી કશું થતું નથીઃ જે. પી. નડ્ડા
કેન્દ્રિય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડાએ સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે, દેશમાં ગૌરવ યાત્રા ચાલી રહી છે. ગુજરાત આવું છું, ત્યારે કહ્યું છું કે રાજનીતિક, આધ્યાત્મિક, ધર્મના આંદોલન હોય તમામ ગુજરાતનો ફાળો રહ્યો છે. ગુજરાતમાં નેતૃત્વનું સ્થાન આગવું છે. ભારતના સંવિધાનને 1950માં લાગુ કરવામાં આવ્યું છે. ગૌરવ યાત્રાની વાત કરીએ ઉતાર અને ચઢાવ આવે છે. 75 વર્ષનો ઈતિહાસને યાદ કરવો પડશે. ડો. બાબાસાહેબ આંબેડકરને અમે હમણાં માળા પહેરાવી છે. માત્ર માળા પહેરાવી દેવાથી કશું થતું નથી, તેમની દૂરદર્શિતા જોવાની જરૂર છે. સંવિધાન સારી રીતે ચલાવશે તે કામયાબ થશે. ‘જવાહરલાલ નહેરુએ ધારા 370 લાગુ કરી હતી’
આઝાદી મળી 2 વર્ષમાં 552 રજવાડાને ભારતમાં ભેળવ્યા છે, પરંતુ માત્ર જમ્મુ-કાશ્મીર મારા પર છોડી દો એવું જવાહર નેહરુએ કહ્યું હતું. જવાહરલાલ નેહરુએ ધારા 370 લાગુ કરી હતી. 1954માં નેહરુએ ધારા 35-A જોડી દીધું, જેમાં ભારત અને જમમુની નાગરિકતા અલગ કરી દીધી હતી. સંસદમાંથી પસાર ન કરી, પરંતુ રાષ્ટ્રપતિ પાસે પસાર કરાવ્યું હતું. આ એમના પરપોતા જે સંસદની ચિંતા કરે છે એમને ખબર નથી કે શું કરેલું છે. જવાહર નેહરુએ દેશના મોટા નેતાના મોત પર તપાસ કરવાની ના પાડી દીધી. ‘વાલ્મીકિ સમાજના છોકરા સરકારી નોકરી કરી શકતા નહોંતા’
126 કાનૂન ભારતની સાંસદે પાસ કર્યા હતા. જે તે સમયના સાંસદે પાસ કર્યા તે જમ્મુ-કાશ્મીર પર લાગુ નહોતા થતાં. મહિલાઓ પર અને બાળકો પર થતા અત્યાચારના કાયદા લાગુ થતાં નહોતા. વાલ્મીકિ સમાજના છોકરા મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લઈ શકતા નહોંતા. સરકારી નોકરી કરી શકતા નહોંતા. માત્ર સફાઈ જ કરી શકતા હતા. ‘ખુરશી માટે ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લગાવી’
જમ્મુ-કાશ્મીરમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે ધારા 370 હટાવી દીધી. કોણ સંવિધાનને બગાડે છે અને સારું કરે છે તેને જોવાનું છે. 12 જૂન 1975માં ઈલાહાબાદ હાઈકોર્ટે ઇન્દિરા ગાંધી વિરૂદ્ધમાં ફેંસલો આપ્યો અને 6 મહિના સુધી ચૂંટણી લડી શકે નહિ. ભારતમાં 25 જૂને 1975એ ઇમરજન્સી લગાવી દીધી હતી. વરિષ્ઠ નેતાઓને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા. જેલમાં ગયા પરંતુ ઇમરજન્સીમાં લડ્યા હતા. હજારો પરિવારો બરબાદ થયા હતા. માત્ર પોતાની ખુરશી માટે ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લગાવી.