પોપ્યુલર સિંગર દર્શન રાવલે તાજેતરમાં જ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. સિંગરના ગુપ્ત રીતે ઇન્ટીમેટ વેડિંગ હતા, જેમાં કેટલાક નજીકના સંબંધીઓ અને મિત્રોએ હાજરી આપી હતી. સિંગરે લગ્નની પોસ્ટ દ્વારા લગ્નની જાહેરાત કરી છે. દર્શન રાવલે તાજેતરમાં જ તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લગ્નની સુંદર તસવીરો પોસ્ટ કરી છે. આ સાથે ગાયકે લખ્યું છે કે, માય બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર. જુઓ દર્શન-ધરલના લગ્નની સુંદર તસવીરો- નોંધનીય છે કે દર્શનને પોતાની પર્સનલ લાઈફ વિશે વધારે વાત કરવી પસંદ નથી. લગ્નની તસવીરો પહેલા બંનેએ ક્યારેય એકબીજા સાથેની કોઈ તસવીર પોસ્ટ કરી ન હતી. જો કે, મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, દર્શન અને ધારલ છેલ્લા ઘણા મહિનાઓથી રિલેશનશિપમાં છે. કોણ છે દર્શનની પત્ની ધરલ? ધરલ સુરીલા ઈન્ટીરીયર ડીઝાઈનર છે. આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યા પછી, ધરલે પોતાનો સ્ટુડિયો બટર કોન્સેપ્ટ શરૂ કર્યો. તે આ સ્ટુડિયોની સ્થાપક છે. એક સમયે દર્શન રાવલનું નામ બોલિવૂડ અભિનેત્રી નેહા શર્મા સાથે જોડાયું હતું. બંને રિલેશનશિપમાં હોવાના અહેવાલો આવ્યા હતા, જો કે પાછળથી આ અહેવાલો અફવા સાબિત થયા હતા. બંને મ્યુઝિક વીડિયો ‘તુ હૈ’ માં સાથે જોવા મળ્યા છે. ગાયક દર્શન રાવલ 30 વર્ષના છે. ગુજરાતના અમદાવાદમાં જન્મેલા દર્શને 20 વર્ષની ઉંમરે સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયાઝ રો સ્ટારમાં ભાગ લીધો હતો, જેમાં તે ‘ફર્સ્ટ રનર-અપ’ રહ્યો હતો. શોમાંથી લોકપ્રિયતા મેળવ્યા પછી, દર્શને ઘણા મ્યુઝિક વીડિયોમાં પોતાનો અવાજ આપ્યો. તેણે ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’, ‘લવયાત્રી’, ‘સનમ તેરી કસમ’, ‘શમશેરા’ જેવી ઘણી હિન્દી ફિલ્મોના ગીતોને અવાજ આપ્યો છે.