back to top
Homeભારતઅમિત શાહે કહ્યું- દિલ્હીમાં NDAની સરકાર બનશે:આંધ્રપ્રદેશમાં કહ્યું- NDRF કુદરતી આફતમાં અને...

અમિત શાહે કહ્યું- દિલ્હીમાં NDAની સરકાર બનશે:આંધ્રપ્રદેશમાં કહ્યું- NDRF કુદરતી આફતમાં અને NDA માનવસર્જિત આપત્તિમાં મદદે આવે છે

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે આંધ્રપ્રદેશના વિજયવાડા નજીક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (NIDM)ના દક્ષિણી કેમ્પસ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની 10મી બટાલિયન કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે એક જાહેર સભામાં કહ્યું હતું કે, ભગવાન દ્વારા કોઈ પણ આપત્તિ આવે ત્યારે NDRF મદદ માટે આવે છે. જ્યારે માનવસર્જિત આફત આવે છે ત્યારે NDA મદદ માટે આવે છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર અને હરિયાણા બાદ NDA 2025માં દિલ્હીમાં સરકાર બનાવશે. શાહે કહ્યું કે, આંધ્રપ્રદેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારનું સંપૂર્ણ સમર્થન છે. કેન્દ્રએ માત્ર 6 મહિનામાં રાજ્ય માટે રૂ. 3 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ કાર્યક્રમમાં આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ, ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ અને કેન્દ્રીય મંત્રી કે રામ મોહન નાયડુ પણ હાજર હતા. કાર્યક્રમને લગતી 3 તસવીરો… શાહનું ભાષણ 3 મુદ્દામાં… PM મોદી પણ 10 દિવસ પહેલા આંધ્ર આવ્યા હતા
8 જાન્યુઆરીએ પીએમ મોદીએ આંધ્રપ્રદેશની મુલાકાત પણ લીધી હતી. તેમણે વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કર્યો અને રૂ. 1.85 લાખ કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. PMએ પુડીમડકામાં બની રહેલા ગ્રીન હાઇડ્રોજન હબ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. PMએ કહ્યું હતું કે, વિકાસ પ્રોજેક્ટ હેઠળ 300 એકરમાં 25 ઔદ્યોગિક ઉત્પાદન એકમોનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત રોડ, ઔદ્યોગિક કેન્દ્ર, બંદર અને કેમિકલ સ્ટોરેજ જેવા પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો. આંધ્રપ્રદેશમાં ભાજપ, TDP અને જનસેનાની ગઠબંધન સરકાર
NDA ગઠબંધનનો એક ભાગ ટીડીપી અને જનસેનાએ આંધ્રપ્રદેશમાં સાથે મળીને સરકાર બનાવી છે. 2024માં રાજ્યની કુલ 175 બેઠકોમાંથી ટીડીપીએ 135, જનસેના પાર્ટીએ 21 અને ભાજપે 8 પર જીત મેળવી હતી. બહુમતીનો આંકડો 88 છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments