કંગના રનૌત તેની ફિલ્મ ‘ઈમરજન્સી’ના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ 17 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. એક્ટ્રેસ સતત તેના નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહે છે. કંગનાએ હિન્દી સિનેમાના ડિરેક્ટર્સ વિશે વાત કરી છે. તેણે કહ્યું- હિન્દી ફિલ્મોમાં મહિલા કલાકારોને જે રીતે રજૂ કરવામાં આવે છે તે મને પસંદ નથી. ‘ક્વીન ફિલ્મ પછી મહિલાલક્ષી ફિલ્મો તરફ ફોક્સ વધ્યું’
કંગના રનૌતે અજિત ભારતીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું- હું એક મહિલા કલાકાર તરીકે બીજા લેવલ પર જવા માગતી હતી. જ્યારે પણ હું કેટલીક છોકરીઓને મળતી ત્યારે તે હંમેશા નકલી આઈલેશેસ અને હીલ્સ પહેરેલી જોવા મળતી હતી. મને લાગતું હતું કે હું નકલી આઈલેશેસ, બોટોક્સ વગેરે કરતાં વધુ સારી રીતે લાયક છું, હું તે પ્રકારની વ્યક્તિ નથી. વર્ષ 2014માં મારી ફિલ્મ ‘ક્વીન’ રિલીઝ થઈ હતી અને મારી ફિલ્મ મહિલાલક્ષી ફિલ્મ હતી. આ ફિલ્મ બાદથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલાલક્ષી ફિલ્મો પર ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે. ‘મહિલાઓને માત્ર 10-15 મિનિટની ભૂમિકા મળે છે’
જો તમે ટોચના પાંચ ડાયરેક્ટર્સને જુઓ તો તેમની ફિલ્મોમાં મહિલાઓનો રોલ એટલો જ હોય છે કે તેઓ તેમાં તૈયાર થઈ રહી હોય છે. એક્ટ્રેસને ભાગ્યે જ પાંચ મિનિટનો રોલ મળે છે. મને મોટી ફિલ્મોમાં કામ કરવાની ઘણી ઑફર્સ મળી. પરંતુ, તેમાં ભૂમિકા ભાગ્યે જ 10-15 મિનિટની હોય છે, અને તે પણ જેમાં એક્ટ્રેસ માત્ર મેક-અપ કરવાની ભૂમિકા ભજવવાની હોય છે. તે મહિલાઓને સારા રોલમાં બતાવતા નથી. ‘મહિલાઓને યોગ્ય રીતે રજૂ કરવામાં આવતી નથી’
સંજય લીલા ભણસાલીનું નામ લીધા વિના કંગનાએ કહ્યું- વધુ એક મહાન ડિરેક્ટરનું ઉદાહરણ છે. હીરામંડી, બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મોથી તેણે વેશ્યાઓની આખી દુનિયા બનાવી છે. છોકરીઓ બીજા કામ પણ કરે છે ને? આ ખૂબ જ પરેશાન કરે છે. મારો મતલબ સેક્સ વર્કર્સને અપમાનિત કરવાનો નથી, કારણ કે મેં રજ્જો ફિલ્મમાં સેક્સ વર્કરનું પાત્ર પણ ભજવ્યું છે. ‘મને ફિલ્મ પદ્માવતની ઓફર મળી હતી’
કંગનાએ કહ્યું- ‘મને ફિલ્મ પદ્માવતમાં રાણી પદ્માવતીનો રોલ ઑફર કરવામાં આવ્યો હતો. મેં ડિરેક્ટરને પૂછ્યું કે મને ફિલ્મની સ્ક્રિપ્ટ મળશે તો સારું રહેશે. આના જવાબમાં તેણે મને કહ્યું- હું મારી ફિલ્મની સ્ક્રિપ્ટ ક્યારેય આપતો નથી. પછી મેં તેને પૂછ્યું, તો હિરોઈનનો રોલ શું છે?’ તેણે કહ્યું, હીરો હિરોઈનને અરીસામાં તૈયાર થતી જુએ છે અને આશ્ચર્યચકિત થઈ જાય છે, આ જ ભૂમિકા એક્ટ્રેસે ભજવવાની છે. એક્ટ્રેસ આખી ફિલ્મમાં તૈયાર થઈ રહી છે – કંગના
કંગનાએ આગળ કહ્યું- જ્યારે મેં ખરેખર ફિલ્મ જોઈ ત્યારે મને સમજાયું કે એક્ટ્રેસ રિઅલમાં આખી ફિલ્મ માટે તૈયાર થઈ રહી હતી. ડિરેક્ટર સાચા હતા. ફિલ્મના ડાયરેક્ટર અને એક્ટ્રેસનું નામ ન લેવા પર કંગનાએ કહ્યું- હું આવા લોકોના નામ બોલીને તેમના પર વધારે ધ્યાન આપવા માગતી નથી. કંગના રનૌત મંડીથી સાંસદ છે
કંગના રનૌતે ગયા વર્ષે યોજાયેલી ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર હિમાચલની મંડી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. તેમણે કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહને હરાવ્યા હતા, જે હિમાચલના પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના પુત્ર હતા. ફિલ્મ ઈમરજન્સી 17 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી
કંગનાની ફિલ્મ ઈમરજન્સી 1975થી 1977ના 21 મહિનાના સમયગાળા પર આધારિત છે. જ્યારે પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશમાં ખતરાને ટાંકીને સમગ્ર દેશમાં ઈમરજન્સી જાહેર કરી હતી. આ ફિલ્મમાં કંગના પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળી રહી છે. આ ફિલ્મ 17 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.