પ્રયાગરાજમાં ચાલી રહેલાં મહાકુંભનો આજે આઠમો દિવસ છે. અહીંથી કોઈને કોઈ કહાની રોજ સામે આવી રહી છે. આ દરમિયાન કુંભમાં પોતાની સુંદરના લીધે વાઇરલ થયેલી ઇન્દોરની મોનાલિસા પોતાની સુંદરતાના લીધે જ પરેશાન થઈ ગઈ છે. આ યુવતી યુટ્યૂબર્સ અને અન્ય લોકોથી એટલી પરેશાન થઈ ગઈ છે કે તેણે બાબાના શિબિરમાં શરણ લેવી પડી હતી. ત્યાર બાદ અંતે તેણે મહાકુંભ છોડી દીધો. બાબાના શિબિરમાં શરણ લેવા માટે મજબૂર બની
મોનાલિસાનો સોશિયલ મીડિયા પર રવિવારે એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તે પોતાનો જીવ બચાવવા માટે બાબા પાસે તેમના શિવિરમાં શરણ માગે છે. વીડિયોમાં તે પોતાના ચહેરા પર માસ્ક પહેરી અને લોકોનું એના પર ધ્યાન ન પડે તેના માટે પોતાને સંપૂર્ણરીતે કવર કરીને જતી જોવા મળે છે. આ દરમિયાન બાબા તેને આસપાસ રહેલાં લોકોથી બચાવતા જોવા મળી રહ્યા છે. લોકો મોનાલિસાનો પીછો છોડી રહ્યા નથી
માળા વેચવાના ઉદ્દેશ્યથી મહાકુંભમાં પોતાના પરિવાર સાથે આવેલી મોનાલિસાની મુસીબતોનો અંત આવી રહ્યો ન હતો. તેની આસપાસ દરેક સમયે યુટ્યુબર્સ અને લોકોની ભીડ હતી અને તેના કારણે તે પોતાનું કામ કરી શકતી ન હતી. આ દરમિયાન એવા અહેવાલો પણ સામે આવ્યા હતા કે તેણે મુખ્યમંત્રી યોગી પાસે સુરક્ષાની માંગણી કરી હતી. તે માસ્ક અને ચશ્મા પહેરીને કામ માટે બહાર પણ જતી હતી, પરંતુ તેમ છતાં લોકો તેની સાથે ફોટોગ્રાફ લેવા અને વીડિયો બનાવવા વારંવાર આવતા હતા. પરેશાન મોનાલિસાએ મોબાઈલ તોડી નાખ્યો
આ વિડિયો 19 જાન્યુઆરીએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @laxmi_nath_official2 પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું – મુશ્કેલીમાં મુકાયેલી મોનાલિસાએ મોબાઈલ તોડી નાખ્યો. વાઇરલ ક્લિપમાં જોઈ શકાય છે કે યુટ્યુબર્સ અને લોકોના ટોળાએ મોનાલિસાને ઘેરી લીધી છે. તે પોતાનો ચહેરો છુપાવતી જોવા મળે છે. લોકો તેની સામે કેમેરા લઈને ચાલી રહ્યા છે. જ્યારે લોકોને ના પાડવા છતાં વીડિયો બનાવવાનું બંધ કરતા નથી ત્યારે મોનાલિસા એક વ્યક્તિનો ફોન છીનવીને તેને જમીન પર ફેંકી દે છે. વીડિયોમાં લોકો એવું કહેતા સાંભળી શકાય છે કે મોનાલિસા મોબાઈલ તોડી રહી છે. ભીડથી બચવા માટે ચશ્મા પહેર્યા
આ વીડિયોમાં જોઈ શકાય છે કે મોનાલિસા પોતાને લોકોથી બચાવવા માટે માત્ર માસ્ક જ નહીં પરંતુ આંખો પર ચશ્મા પણ પહેરેલી જોવા મળે છે. માળા વેચી શકતી નહોતી એટલે કુંભ છોડી દીધો
આ વીડિયો @rakesh.bharti.vlogs દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો અને લખ્યું હતું – મોનાલિસા, તે છોકરી જે મહાકુંભમાં તેની સુંદર આંખો સાથે વાઇરલ થઈ હતી. જેની સાથે સેલ્ફી લેવાની લોકોની ઈચ્છા એટલી વધી ગઈ હતી કે તે માળા વેચવાનું કામ પણ કરી શકતી નહોતી. આ કારણે પરિવારે મોનાલિસાને ઘરે પરત મોકલવાનું નક્કી કર્યું હતું. જો કે, મોનાલિસાની બે બહેનો હજુ પણ મહાકુંભમાં માળા વેચી રહી છે, જેમાંથી એકને લોકો મોનાલિસા માને છે! કોણ છે મોનાલિસા?
મહાકુંભમાં પોતાની સુંદરતાના કારણે સાધ્વીના વાઇરલ થતા વિડીયો બધાએ જોયા છે, પરંતુ તે પછી મધ્યપ્રદેશની રહેવાસી મોનાલિસા પણ હેડલાઇન્સમાં છે. જો કે, મોનાલિસા તેના વિડીયો વાઇરલ થવાથી અને યુટ્યુબર્સ દ્વારા તેના વિડીયો બનાવવાથી પણ ચિંતિત છે. બ્રાઉન બ્યુટી તરીકે ફેમસ થઈ રહેલી મોનાલિસા મહાકુંભમાં માળા વેચતી જોવા મળી હતી. આ પછી કોઈએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને તે વાઇરલ થઈ ગયો. ત્યારથી, ઘણા લોકો મહાકુંભમાં મોનાલિસાને શોધી રહ્યા છે અને તેની સાથે ફોટોગ્રાફ્સ લઈ રહ્યા છે, તેનો વીડિયો બનાવી રહ્યા છે અને તેના કારણે તેઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.