back to top
Homeબિઝનેસત્રીજા ક્વાર્ટરમાં પેટીએમને ₹208 કરોડની ખોટ:છેલ્લા ક્વાર્ટરમાં 930 કરોડનો નફો થયો હતો,...

ત્રીજા ક્વાર્ટરમાં પેટીએમને ₹208 કરોડની ખોટ:છેલ્લા ક્વાર્ટરમાં 930 કરોડનો નફો થયો હતો, 6 મહિનામાં શેર બમણો થયો

નાણાંકીય વર્ષ 2024-25ના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર)માં Paytmની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશની ચોખ્ખી ખોટ ઘટીને રૂ. 208 કરોડ થઈ ગઈ છે. એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં પેટીએમની ખોટ રૂ. 220 કરોડ હતી. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક 36% ઘટીને રૂ. 1,828 કરોડ થઈ છે. તે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં એટલે કે Q3FY24માં રૂ. 2,850 કરોડ હતો. માલસામાન અને સેવાઓના વેચાણમાંથી મળેલ નાણાં આવક છે. Paytmને બીજા ક્વાર્ટરમાં ₹930 કરોડનો ચોખ્ખો નફો થયો હતો, જેમાં મૂવી ટિકિટિંગ બિઝનેસના વેચાણે કંપનીના ચોખ્ખા નફામાં ₹1,345 કરોડનું એક વખતનું યોગદાન આપ્યું હતું. આ રકમને બાદ કરતાં Paytmને ₹415 કરોડનું નુકસાન થયું હતું. પેટીએમનો શેર 6 મહિનામાં બમણો થયો
પરિણામોની ઘોષણા પછી Paytmના શેરમાં નજીવો વધારો થઈ રહ્યો છે. પેટીએમના શેર 0.46% વધીને રૂ. 900ની આસપાસ છે. આ શેરે છેલ્લા એક મહિનામાં -4.38% અને છેલ્લા 6 મહિનામાં 99% વળતર આપ્યું છે. પેટીએમના શેરે છેલ્લા 1 વર્ષમાં 19% વળતર આપ્યું છે. Paytmની શરૂઆત 2009માં થઈ હતી
પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશને ઓગસ્ટ 2009માં પેટીએમ પેમેન્ટ એપ લોન્ચ કરી હતી. તેના સ્થાપક વિજય શેખર શર્મા છે. હાલમાં Paytmના દેશમાં 30 કરોડથી વધુ યુઝર્સ છે. Paytmનું માર્કેટ કેપ લગભગ 28 હજાર કરોડ રૂપિયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments