રિષભ પંતને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)નો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે કેએલ રાહુલનું સ્થાન લેશે. રિષભ પંત દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે. કપ્તાન તરીકે પંતની નિમણૂકની જાહેરાત કરતી વખતે, ફ્રેન્ચાઇઝીના માલિક સંજીવ ગોએન્કાએ કહ્યું- હું પંતમાં જન્મજાત લીડરશિપજોઉં છું. તે એક જબરદસ્ત લીડર છે. મને લાગે છે કે તે IPLનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન બની શકે છે. લોકો ‘માહી, રોહિત’ને IPLના સૌથી સફળ કેપ્ટનની યાદીમાં રાખે છે. મારા શબ્દોને માર્ક કરો, 10-12 વર્ષ પછી તે ‘માહી, રોહિત અને રિષભ પંત’ હશે. મેગા ઓક્શન બાદ પંતને લખનઉનો કેપ્ટન બનાવવાની વાતો ચાલી રહી હતી. ફ્રેન્ચાઇઝીએ નવેમ્બર-2024ની મેગા ઓક્શનમાં પંતને રૂ. 27 કરોડ (અંદાજે US$3.21 મિલિયન)માં ખરીદ્યો હતો. આ સાથે પંત IPLનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. પંત અગાઉ ત્રણ સીઝન (2021, 2022 અને 2024)માં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરી ચૂક્યો છે, જોકે તેની કેપ્ટનશિપ હેઠળ ટીમ 2021 પ્લેઓફમાં પહોંચી હતી. કાર અકસ્માત બાદ તે 2023ની સીઝનમાંથી બહાર હતો. પંત કેએલ રાહુલનું સ્થાન લેશે
રિષભ પંત લખનઉ સુપરજાયન્ટ્સમાં કેએલ રાહુલનું સ્થાન લેશે. કેએલ રાહુલે છેલ્લી સીઝન (2022, 2023, 2024) માટે LSGનું નેતૃત્વ કર્યું હતું. ટીમે પ્રથમ બે વર્ષમાં પ્લે-ઓફમાં જગ્યા બનાવી હતી, જોકે ફાઇનલમાં પહોંચી શકી નહોતી. 2024ની સીઝન ઘણી ખરાબ રહી, ટીમ 7મા ક્રમે રહી. પંત માટે IPLમાં LSG બીજી ટીમ
પંત માટે આઈપીએલમાં એલએસજી બીજી ટીમ છે. અગાઉ તેણે 2016માં દિલ્હી કેપિટલ્સ સાથે IPLમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમયે, ડેરડેવિલ્સ (દિલ્હી કેપિટલ્સનું જૂનું નામ)એ તેને 2016ની હરાજીમાં 1.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પંત દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે. તેને 2021માં કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ઈજાના કારણે તે 2022માં આઈપીએલથી દૂર રહ્યો હતો. તે 2023માં પણ દિલ્હીનો કેપ્ટન રહ્યો હતો. ઓક્શન પહેલા એલએસજીએ 5 ખેલાડીઓને રિટેન કર્યા હતા
એલએસજીએ નિકોલસ પૂરન, રવિ બિશ્નોઈ, મયંક યાદવ, આયુષ બદોની અને મોહસીન ખાનને રિટેઇન કર્યા હતા, જોકે તેમાંથી કોઈ કેપ્ટન બન્યું ન હતું. ટીમ એવા ભારતીય ખેલાડીની શોધમાં હતી જે રાહુલની જગ્યાએ કેપ્ટન બની શકે. ઓક્શનમાં પંતને ખરીદવા માટે LSG અને SRH વચ્ચે રેસ હતી. તેમની બિડ રૂ. 20.75 કરોડ સુધી પહોંચી, બાદમાં SRHએ પીછેહઠ કરી.