back to top
Homeગુજરાતમોટી મોટી વાતો પણ સુવિધાનો અભાવ:ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરો પરેશાન, એક...

મોટી મોટી વાતો પણ સુવિધાનો અભાવ:ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરો પરેશાન, એક ગેટ, પાર્કિંગ ફૂલ, હોલ્ડિંગ એરિયામાં ચાર બાંકડા, વ્હીલચેર તૂટેલી હોવાથી દિવ્યાંગોને મુશ્કેલી

બડી બડી બાતે વડાપાવ ખાતે… આવો ઘાટ હાલ ઉધના રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા સુરત રલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર બે અને ત્રણને બંધ કરી દેવામાં આવ્યા છે. 200થી વધુ ટ્રેન ઉધના રેલવે સ્ટેશન ખાતે શિફ્ટ કરવામાં આવી છે. આટલી મોટી સંખ્યામાં ટ્રેનોને કરવામાં આવ્યો હોવા છતાં પણ તે પ્રમાણેની સુવિધા ઉધના રેલવે સ્ટેશન પણ જોવા મળી રહી નથી. ઉધના રલવે સ્ટેશન પર મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. કેમ કે, રેલવે સ્ટેશનનો એક ગેટ, પાર્કિંગ પણ ફૂલ, હોલ્ડિંગ એરિયામાં ચાર બાંકડા, વ્હીલચેર તૂટેલી હોવાથી દિવ્યાંગોને મુશ્કેલી પડી રહી છે. રેલવે સ્ટેશન પર સૌથી મોટી સમસ્યા પાર્કિગની
ઉધના રેલવે સ્ટેશન પર પાર્કિંગ સમસ્યા એટલા માટે વધુ ગંભીર બની છે કારણ કે, સુરત રલવે સ્ટેશનની રીડેવલપમેન્ટ કામગીરીને કારણે અહીં 200 જેટલી ટ્રેનોની અવરજવર શિફ્ટ કરવામાં આવી છે. આ કારણે હજારો લોકો રોજ ઉધના સ્ટેશન પર પહોંચે છે. મુસાફરો માટે વધુ સુવિધાઓને પાયો મજબૂત કરવાના દાવા વચ્ચે પાર્કિંગ જેવી સામાન્ય વાત પણ મહત્વની મુશ્કેલી ઉભી કરી છે. મહત્વની વાત એ છે કે, ઉધના સ્ટેશન ખાતે બપોર પછી એટલે કે 3 વાગ્યાના પછી સૌથી વધુ ટ્રેનો આવતી હોય છે. તે પહેલાં જ પાર્કિંગ ફૂલ થઇ જતાં લોકો અટવાઈ રહ્યા છે. જેથી ઉધના પર પાર્કિગ વ્યવસ્થા બોજારૂપી સમસ્યા થઈ રહી છે. મુસાફરોને હોલ્ડિંગ કરવું મુશ્કેલ
ઉધના રેલવે સ્ટેશન પર હોલ્ડિંગ એરિયાની વ્યવસ્થા લોકો માટે ફકત શોભાના ગાંઠિયાં સમાન સાબિત થઈ રહી છે. રેલવે તંત્ર દ્વારા હોલ્ડિંગ એરિયા ઊભો કરવાની જાહેરાત બાદ પણ અહીં સુવિધાઓમાં કોઈ મોટું સુધારણું જોવા મળતું નથી. હોલ્ડિંગ એરિયામાં કોન્ટ્રાકટર દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે અને લોકો પોતપોતાના વાહનો અહીં જ પાર્ક કરી દે છે, જેના કારણે મુસાફરોને હોલ્ડિંગ કરવું મુશ્કેલ બની રહ્યું છે. રેલવે તંત્રએ હોલ્ડિંગ એરિયાને મુસાફરો માટે આરામદાયક જગ્યા બનાવવા ઉદ્દેશ રાખ્યો હતો, પરંતુ હાલની સ્થિતિ તેની વિપરીત છે. રેલવે તંત્રએ ફક્ત ત્રણેક બેંચ મૂકી સંતોષ માની લીધો
પાર્કિંગની સમસ્યાને કારણે લોકો પોતાની ગાડીઓ હોલ્ડિંગ એરિયામાં પાર્ક કરી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે હોલ્ડિંગ માટે જગ્યા ઓછી પડી રહી છે અને લોકોને ગંદકીમાં બેસવું ઉઠવું પડે છે. રેલવે તંત્ર દ્વારા માત્ર નામ પૂરતું હોલ્ડિંગ એરિયા બનાવ્યો હોય એમ ફક્ત ત્રણેક બેંચ મૂકી દેવામાં આવી છે, જે કોઈ વ્યવસ્થિત યોજના વિના રાખવામાં આવી હોવાનું સ્પષ્ટ થાય છે. આ બેન્ચો પર મુસાફરો માટે આરામ કરવાનું પણ મુશ્કેલ બને છે. અવરજવરનો એક જ ગેટ
સુરત ઉધના રેલવે સ્ટેશનની બહાર પણ ખૂબ જ મુશ્કેલી આવતી હતી, જેને લઈને જાહેર કરી દેવામાં આવ્યો છે અને રિક્ષાના સ્ટેન્ડને પણ હટાવી દેવામાં આવ્યું છે. જોકે આ તમામ વચ્ચે રિક્ષાઓના ભાડા વધી ગયા છે અને સિટી બસની વધુ સેવાઓ ઉપલબ્ધ નથી. જેના કારણે મુસાફરોને ઉધના રેલવે સ્ટેશન પહોંચવા માટે વધુ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. આ સાથે જ ઉધના રેલવે સ્ટેશનનો એક જ ગેટ હોવાથી પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિવ્યાંગો માટેની વ્હીલચેર મોટાભાગની તૂટેલી
ઉધના રેલવે સ્ટેશન પર દિવ્યાંગો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવેલી છે. જોકે દિવ્યાંગો માટે રાખવામાં આવેલી વ્હીલચેર પૈકીની મોટાભાગની તૂટેલી છે. જ્યારે લિફ્ટ પણ મોટાભાગે બંધ હોવાથી તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિવ્યાંગો મુશ્કેલીમાં હોવાથી તેમના પરિવારજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે જ પ્લેટફોર્મ નંબર છ પર કોચની લાઈટો પણ મૂકવામાં આવેલી નથી અને કોઈ રેમ્પ પણ બનાવવામાં આવેલો નથી જેના કારણે લોકોને ટ્રેનમાં ચડવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. ટ્રેનો શિફ્ટ કરાઈ પણ સુવિધામાં કોઈ વધારો નહિ
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત રેલવે સ્ટેશન ખાતે ના પ્લેટફોર્મ નંબર 2 અને 3 બંધ કરીને 200થી વધુ ટ્રેનને ઉધના રેલવે સ્ટેશન ખાતે શિફ્ટ કરવામાં આવી છે. આ નિર્ણય કરવામાં આવ્યો ત્યારે ઉધના રેલવે સ્ટેશન પર તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવશે, તેવું પશ્ચિમ રેલવે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. જોકે બાર દિવસથી વધુ સમય થઈ ગયો હોવા છતાં પણ મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments