back to top
Homeગુજરાતપરીક્ષાર્થીઓ માટે GPSCના ત્રણ મોટા નિર્ણય:અનુભવ જરુરી ન હોય તેવી ભરતીમાં અંતિમ...

પરીક્ષાર્થીઓ માટે GPSCના ત્રણ મોટા નિર્ણય:અનુભવ જરુરી ન હોય તેવી ભરતીમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ અરજી કરી શકશે, ઈન્ટરવ્યૂ માટે આવનારા ઉમેદવારોને નાસ્તો-ભોજન અપાશે

GPSC(ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓ દરમિયાન ઉમેદવારો અને પરીક્ષકોને સરળતા રહે તે માટે ત્રણ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આયોગના ચેરમેન હસમુખ પટેલ દ્વારા ટ્વિટ કરી આ ત્રણેય નિર્ણયો અંગે જાણકારી આપી હતી. જે ભરતીમાં અનુભવની જરુર ન હોય તેમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકશે. આયોગમાં ઈન્ટરવ્યૂ માટે આવતા ઉમેદવારોને નાસ્તો-ભોજન આપવાનો પણ નિર્ણય કરાયો છે. GPSCએ આ ત્રણ મહત્વના નિર્ણય કર્યા 1. નિબંધલક્ષી પરીક્ષામાં સારા પરીક્ષક મળે તે માટે પ્રશ્નપત્ર તપાસવાનું મહેનતાણું આયોગ દ્વારા બમણું કરવામાં આવ્યું, આ કામ કરવાની ઈચ્છા ધરાવનાર પરીક્ષકો આયોગનો સંપર્ક કરી શકે છે. 2. છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ પણ અરજી કરી શકે તેવી ગઈકાલની રજૂઆતને પગલે અનુભવ સિવાયની તમામ ભરતીમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો અરજી કરી શકે તથા કેટેગરીનું પ્રમાણપત્ર ન હોય તેવા લોકો પણ કેટેગરીમાં અરજી કરી શકે તેવો નિર્ણય આયોગે લીધેલો છે. 3. આયોગમાં ઈન્ટરવ્યૂ આપવા આવનાર ઉમેદવારોને સવારે નાસ્તામાં ફળો તથા બપોરે જમવાનું આપવામાં આવશે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments