આગામી 25 અને 26 જાન્યુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાનો છે. શરૂઆતમાં તો આયોજક દ્વારા પાર્કિંગ માટે કોઈ વ્યવસ્થા ન કરાતા કોન્સર્ટમાં ભાગ લેવા આવનારા લોકોની મૂંઝવણ વધી હતી. જો કે, હવે તંત્ર સાથે મળીને સ્ટેડિયમ આસપાસ ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો માટે કુલ 13 પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. કોન્સર્ટમાં ભાગ લેવા આવનારા લોકો ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી પોતાનું વાહન પાર્ક કરવા માટે બુકિંગ કરાવી શકશે. 13 પ્લોટમાં કુલ 16,300 વાહનો પાર્ક થશે. ઉલ્લેખનીય છે કે ટિકિટ-પાર્કિંગ બધું જ મોંઘું હોવા છતાં શહેરમાં કોલ્ડપ્લે કોન્સર્ટનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ તમામ પાર્કિંગ પ્લોટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની 300 મીટરથી 2.5 કિમીની નજીક છે.આ પાર્કિંગ પ્લોટની કેપેસિટી 16300 વાહનોની છે. કેટલાક પાર્કિંગ પ્લૉટથી ફેરી સર્વિસ પણ રાખવામાં આવી છે જ્યાંથી પ્રેક્ષકોને વિના મૂલ્યે લઈ જવામાં આવશે. ‘શો માય પાર્કિંગ’ એપ્લિકેશન પર પાર્કિંગ સ્પેસ મેળવવાની રહેશે
ઉપર જે પાર્કિંગ પ્લોટ નક્કી કરાયા છે તેમાંથી કોઈપણ પાર્કિંગ પ્લોટમાં તમારું વાહન પાર્ક કરવું હશે તો તમારે ‘શો માય પાર્કિંગ’ એપ્લિકેશનના માધ્યમથી બુક કરાવવાનું રહેશે. તમે છ સ્ટેપમાં તમારા વાહન માટે પાર્કિંગ સ્પેસ બુક કરાવી શકશો. કયા વાહનનો કેટલો ચાર્જ ચૂકવવો પડશે?
કોલ્ડપ્લે કોન્સર્ટમાં તમે ટુ વ્હીલર લઈને જાવ છો અને પાર્કિંગ પ્લોટમાં વાહન પાર્ક કરશો તો રૂ. 150 ચૂકવવાના રહેશે. જ્યારે ફોર વ્હીલર હોય તો 500 રૂપિયા ચૂકવવાના રહેશે. અમદાવાદનો શો આ છ કારણોથી એક્સક્લુસિવ એક્સપિરિયન્સ કરાવશે
1. સ્ટેજ વીથ સસ્ટેનિબિલિટી થીમ
સમગ્ર કોન્સર્ટ સસ્ટેનિબિલિટી થીમ પર યોજાશે. કોન્સર્ટમાં પેપર કે થર્મોકોલના સ્થાને રીયુઝેબલ કપ્સનો ઉપયોગ કરાશે. સ્ટેડિયમને વેસ્ટ ફ્રી રાખવા ખાસ વોલેન્ટિયર્સ ગ્રીન જેકેટમાં હાજર હશે જે પ્રેક્ષકોને ગાઈડ કરશે. કોન્સર્ટના માધ્યમથી યંગસ્ટર્સને “કુલ સસ્ટેનિબિલિટી” નો મેસેજ અપાશે.
2. રીસ્ટ બેન્ડ અને મુન ગોગલ્સ
કોન્સર્ટ આવનારા દરેક વ્યક્તિને રીસ્ટ બેન્ડ અને મુન ગોગલ્સ આપવામાં આવશે. પણ મહત્વની વાત એ છે કે કોન્સર્ટમાં આપવામાં આવેલા આ રીસ્ટ બેન્ડને પરત આપવાનો રહેશે. 100 ટકા રીસ્ટ બેન્ડને પરત લઇ ગ્લોબલ રેકોર્ડ રચાશે. ઐતિહાસિક કોન્સર્ટની યાદગીરી નિમિતે પ્રેક્ષકો ગોગલ્સ ઘરે લઇ જઈ શકશે
3. ગેલેક્સી ઓફ સ્ટાર્સઞ
કોલ્ડપ્લેના સિગ્નેચર LED રિસ્ટબેન્ડ્સ લાઈવ મ્યુઝિક સાથે સિંક્રનાઇઝ કરશે, જે એક લાખની ઓડિયન્સને ‘ગેલેક્સી ઓફ સ્ટાર્સ’માં પરિવર્તિત કરશે.
4. ગ્લો વીથ ધ ફ્લો
દરેક કેટેગરીના પ્રેક્ષકો કોન્સર્ટની મજા માણી શકે તેને ધ્યાનમાં લઇ ને સ્ટેજ અને એલઈડીને ડિઝાઇન કરવામાં આવ્યા છે એટલું જ નહિ દિવ્યાંગ વ્યક્તિઓ માટે સમગ્ર કોન્સર્ટ દરમ્યાન સાઈન લેન્ગેવેજ એક્સપર્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના ખાસ અનુભવ માટે અને ‘ટચ ટુર’ પણ હશે.
5. વિટનેસ હિસ્ટ્રી ઈન ધ મેકિંગ
એક લાખ લોકોની હાજરીમાં કોલ્ડપ્લેનો આ શૉ વિશ્વનો સૌથી મોટો શૉ છે.
6. સાઈન લેગ્વેજ ઈન્ટરપિટર્સ
સાંભળવાની તકલીફ ધરાવતા ચાહકો માટે સબપેક્સ અને સાઈન લેગ્વેજ માટે ઈન્ટરપિટર્સ પણ હાજર રહેશે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોલ્ડપ્લે શું છે, જેણે ઇન્ટરનેટ જગતમાં તોફાન મચાવી દીધું?
કોલ્ડપ્લે બેન્ડ લગભગ 9 વર્ષ પછી ભારતમાં પર્ફોર્મ કરવા જઈ રહ્યું છે, આ બેન્ડનું લાઈવ પર્ફોર્મન્સ જોવા માટે સંગીતરસિકોમાં ભારે ક્રેઝ જોવા મળે છે. આ બેન્ડ વર્ષ 2022થી મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર કરી રહ્યું છે, જેની યાદીમાં મુંબઈ અને હવે અમદાવાદનું પણ નામ જોડાઈ ગયું છે. આ બેન્ડમાં મુખ્ય ગાયક ક્રિસ માર્ટિન, ગિટારિસ્ટ જોની બકલેન્ડ, બેસિસ્ટ ગાય બેરીમેન અને ડ્રમર વિલ ચેમ્પિયન સહિત 4 સભ્ય છે. ફિલ હાર્વે આ ગ્રુપનો મેનેજર છે. કોલ્ડપ્લે બેન્ડની શરૂઆત કેવી રીતે થઈ?
આ બેન્ડની શરૂઆત ક્રિસ માર્ટિન અને જોની બકલેન્ડે કરી હતી. બંનેની મુલાકાત વર્ષ 1996માં લંડન યુનિવર્સિટીમાં થઈ હતી. આ પછી ક્રિસ અને જોનીએ સાથે પર્ફોર્મ કરવાનું શરૂ કર્યું, એ સમયે બંને ‘બિગ ફેટ નોઈઝ’ અને ‘પેક્ટોરલ્સ’ તરીકે જાણીતા હતા. થોડા સમય પછી બેરીમેન બંનેને મળ્યો અને તે પણ તેમની સાથે જોડાયો. પછી બેન્ડનું નામ બદલીને ‘સ્ટારફિશ’ રાખવામાં આવ્યું, પરંતુ એનું નામ બદલીને ફરીથી ‘કોલ્ડપ્લે’ રાખવામાં આવ્યું. એ રશ ઓફ બ્લડ ટુ ધ હેડ આલ્બમ માટે બેન્ડે ‘ધ સાયન્ટિસ્ટ’ ગીત લખ્યું હતું. બેન્ડની શરૂઆતનાં ચાર વર્ષ પછી તેણે 2 હજારમાં તેનું પહેલું સ્ટુડિયો આલ્બમ રજૂ કર્યું, જેનું શીર્ષક ‘પેરાશૂટ્સ’ હતું. કોલ્ડપ્લેનું પહેલું સૌથી હિટ ગીત ‘શિવર’ હતું. ભારતમાં 2016માં કોલ્ડપ્લેએ પર્ફોર્મ કર્યું હતું.