અક્ષય કુમાર આ દિવસોમાં ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ને લઈને ચર્ચામાં છે. એક ઈવેન્ટ દરમિયાન તેણે પોતાના કો-સ્ટાર સૈફ અલી ખાન પર થયેલા હુમલા અંગે વાત કરી હતી. અક્ષયે સૈફને બહાદુર ગણાવ્યો અને કહ્યું કે સૈફે જે રીતે તેના પરિવારની રક્ષા કરી તે બહાદુરીનું કામ હતું. તેની ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ના પ્રમોશન દરમિયાન અક્ષય કુમારે કહ્યું, ‘તે ખૂબ જ સારી વાત છે કે તે સુરક્ષિત છે. તે સુરક્ષિત હોવાથી સમગ્ર ઈન્ડસ્ટ્રી ખુશ છે. તેણે જે રીતે તેના પરિવારનું રક્ષણ કર્યું તે બહાદુરીનું કામ છે.’ અક્ષય કુમારે વધુમાં કહ્યું, ‘મેં સૈફ સાથે ‘મેં ખિલાડી તુ અનાડી’માં સાથે કામ કર્યું હતું. પરંતુ હવે જો આગામી વખતે ફિલ્મ બનાવીશું તો તેનું શીર્ષક ‘દો ખિલાડી’ હશે. સૈફ-અક્ષયે આ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે નોંધનીય છે કે, અક્ષય કુમાર અને સૈફ અલી ખાન 1994માં આવેલી ફિલ્મ ‘મેં ખિલાડી તુ અનાડી’માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી. આ સિવાય બંનેએ ફિલ્મ ‘ટશન’માં પણ સાથે કામ કર્યું હતું. પોતાના જ ઘરમાં સૈફ અલી ખાન પર છરી વડે હુમલો થયો હતો 15 જાન્યુઆરીની રાત્રે એક આરોપીએ સૈફ અલી ખાન પર તેના બાંદ્રા સ્થિત ઘરમાં ચાકુ વડે હુમલો કર્યો હતો.આ દરમિયાન તેના ગળા, પીઠ, હાથ અને માથા સહિત છ જગ્યાએ છરાના ઘા માર્યા હતા. રાત્રે જ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. લીલાવતી હોસ્પિટલના ડૉક્ટરના જણાવ્યા અનુસાર, સૈફની કરોડરજ્જુમાં છરીનો ટુકડો ફસાઈ ગયો હતો અને પ્રવાહી પણ નીકળી રહ્યું હતું. તેને સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યો હતો. ડૉક્ટરે કહ્યું કે જો અભિનેતાની કરોડરજ્જુમાં છરી 2 મી.મી.વધુ ઘૂસી ગઈ હોત, તો કરોડરજ્જુને ઘણું નુકસાન થઈ ગયું હોત. જોકે, હવે સૈફ ખતરાની બહાર છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.