ખેડા જિલ્લામાં આજે એક ચકચારી લૂંટની ઘટના સામે આવી છે. ખેડાના અમદાવાદ-મુંબઈ હાઈવે પર કારમાં આવેલા 4 શખસે રિક્ષાને આંતરી રોકડ રૂપિયા 1 કરોડની લૂંટ ચલાવી ફરાર થયા છે. આ બનાવ બાદ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. તપાસના ઘમઘમાટ વચ્ચે પોલીસે FSL બોલાવી સ્થળ પર તપાસ આદરી છે અને ગુનો દાખલ કર્યો છે. નડિયાદના રાહીદ પાસેથી એક કરોડ લીધા તમામ નીકળ્યાં
અમદાવાદના સુભાષબ્રિજ કેશવનગરમા કંકુમાની ચાલીમાં 26 વર્ષીય હસમુખ ડાભી રહે છે. તેઓ રિક્ષા ડ્રાઈિંગ સાથે સંકળાયેલા છે. તેને પોતાની રિક્ષા છે. હસમુખભાઇ અને તેમના મિત્ર જોગશે ઉર્ફે મેહુલ બોડાણા સાથે 20 જાન્યુઆરીના રોજ અમદાવાદથી નડિયાદ આવ્યા હતા. હસમુખભાઈએ જણાવેલું કે, મારે ધંધાના રોકડા રૂપિયા નડિયાદના રાહીદભાઈ પાસેથી લાવવાના છે. તેમ જણાવી આ બંને લોકો રિક્ષા લઈને નડિયાદ આવ્યા હતા. ઈકો કારે રિક્ષાને આંતરી લૂંટ ચલાવી
રોકડ રૂપિયા 1 કરોડ લઈને હસમુખભાઈ અને તેમના મિત્ર જોગેશ ઉર્ફે મેહુલભાઈ અને આ રાહીદભાઈ તમામ લોકો અમદાવાદ આવવા નીકળ્યા હતા.દરમિયાન આ દિવસે સાંજના સમયે આ રિક્ષા ખેડાના અમદાવાદ-મુંબઈ હાઈવે પર બેટડીલાટ પાસેના બ્રીજ પરથી પસાર થતી હતી. ત્યારે ઈકો કાર પાછળથી આવી હતી અને રિક્ષાને આંતરી અટકાવી હતી. દરમિયાન 4 લોકો કારમાંથી ઉતરી રિક્ષા ચાલક અને રિક્ષામાં બેઠેલા વ્યક્તિઓ સાથે ગાળાગાળી કરી હતી અને રિક્ષામાં મુકેલ રૂપિયા 1 કરોડ રોકડ ભરેલો થેલા હતો, તે ઉઠાવી આ લૂંટારુ ટોળકી ફરાર થઈ હતી. જોકે રિક્ષા ચાલકે અન્ય લોકોએ આ ઈકો કારનો નારોલ સર્કલ સુધી પીછો કર્યો હતો. પરંતુ તે લોકો ફરાર થયા હતા. ખેડા ટાઉનમાં રિક્ષાચાલકે ફરિયાદ નોંધાવી
આ બનાવ મામલે રિક્ષા ચાલક હસમુખ ડાભીએ ખેડા ટાઉન પોલીસ મથકે ઈકો કારમાં આવેલા 4 શખસ સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવ્યું છે કે, આ લૂંટારુ ટોળકીએ ખોટી ગાળો બોલી, દારૂ પી રિક્ષા ચલાવે છે તેમ જણાવી મોઢાના ભાગે ફેંટો મારી ધમકી આપી હતી. પોલીસે એફએસએલની મદદ મેળવી છે. ઘટના બાદ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. FSLની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે. હસમુખ ડાભીની ફરિયાદના આધારે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.