back to top
Homeગુજરાતગૃહમંત્રી અમિત શાહ 10 દિવસમાં બીજીવાર અમદાવાદ આવશે:હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન અને...

ગૃહમંત્રી અમિત શાહ 10 દિવસમાં બીજીવાર અમદાવાદ આવશે:હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન અને રૂ.651 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે, રાણીપમાં જાહેર સભા સંબોધશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 10 દિવસમાં બીજીવાર એટલે કે 23 જાન્યુઆરીના રોજ અમદાવાદની મુલાકાતે આવવાના છે. જ્યાં GMDC ગ્રાઉન્ડમાં હિન્દુ આધ્યાત્મિક મેળાના ઉદ્ઘાટન બાદ રૂપિયા 651 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જે બાદ રાણીપમાં જાહેરસભાને સંબોધશે. વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
કેન્દ્રીય ગૃહ મંત્રી ગુરુવારે અમદાવાદ આવી રહ્યાં છે. સવારે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સાંજે 4.30 વાગ્યે રૂ. 651 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. શહેરના રાણીપ વિસ્તારમાં સરદાર ચોક ખાતે જંગી જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ક્રિકેટ બોક્સ સોલા સીમ્સ બ્રિજ નીચે બનાવવામાં આવ્યું છે. ગાંધીનગરમાં 529 કરોડના પ્રજાલક્ષી કામો
શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં કરોડો રૂપિયાના પાણી, રોડ, બ્રિજ સહિતનાં પ્રાથમિક સુવિધાના કામો કરવામાં આવે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં થયેલા રૂ. 570 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આગામી 23 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે. જેમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રૂ. 529.94 કરોડના પ્રજાલક્ષી 25 કામો છે. સિમ્સ બ્રિજ નીચે રમતગમત સંકુલ, જોધપુરમાં વેજલપુર ટીપી સ્કીમ નં.4માં નવો કોમ્યુનિટી હોલ, સાબરમતી ચેનપૂર અંડરપાસ, મક્તમપુરા વોર્ડમાં કોમ્યુનીટી હોલ તથા પાર્ટી પ્લોટ, બોડકદેવ માનસી સર્કલ પાસે વેજીટેબલ માર્કેટનો સમાવેશ થાય છે. વેજલપુર વોર્ડમાં ફીઝીયો થેરાપી સેન્ટર બનશે
આ ઉપરાંત પ્રબોધ રાવળ બ્રિજથી કાળી ગરનાળા સુધીના આરસીસી ડ્રેનેજ બોક્સની કામગીરી, રાણીપ વિસ્તારમાં નવું વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર બનાવવા, બલોલનગરમાં ઓવરહેડ ટાંકી, નિરમા યુનિવર્સિટી પાસે નવું વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર, રાણીપ બસ સ્ટેન્ડ પાસે ઓવરહેડ ટાંકી, દક્ષિણ પશ્ચિમ ઝોનના જુદા જુદા તળાવનું ઈન્ટર લીંકીંગ, મકતમપુરામાં પાણીની ટાંકી, સરખેજ વોર્ડમાં ફુડ કોર્ટ, વેજલપુર વોર્ડમાં ફીઝીયો થેરાપી સેન્ટર અને સરખેજ વોર્ડમાં વુમેન હોસ્ટેલના કામના ખાતમુહૂર્ત પણ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા કરવામાં આવશે. અમિત શાહના 23 જાન્યુઆરીના કાર્યક્રમ
1. હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા આયોજીત મેળાનો શુભારંભ
સવારે 10:30 કલાકે
• ગુજરાત યુનિવર્સિટી મેદાન, હેલ્મેટ સર્કલ પાસે, મેમનગર, અમદાવાદ 2. શ્રી બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને શ્રી ફુલચંદ જયકિશનદાસ વખારિયા સેનેટોરિયમના લોકાર્પણ પ્રસંગે
બપોરે 01:30 કલાકે
• મહાવીર હોસ્પિટલ, સેન્ટ્રલ મોલની પાછળ, સુરત-ડુમસ રોડ, સુરત 3. AMC અને રેલ્વે વિભાગના સંયુક્ત ઉપક્રમે નવનિર્મિત ડી-કેબીન LC241 અંડરપાસનું લોકાર્પણ
બપોરે 03:45 કલાકે
• ડી-કેબીન બસ સ્ટેશન પાસે, સાબરમતી, અમદાવાદ 4. AMC અને રેલ્વે વિભાગના સંયુક્ત ઉપક્રમે નવનિર્મિત ચેનપુર LC2 અંડરપાસનું લોકાર્પણ
સાંજે 04:00 કલાકે
• ચેનપુર રેલ્વે ક્રોસિંગ પાસે, ન્યુ રાણીપ, અમદાવાદ 5. જળસંચય અભિયાન અંતર્ગત રાણીપ વોર્ડની અદ્વૈત સોસાયટીમાં પરકોલેટીંગ વેલ બનાવવાના કામનું ખાતમૂહૂર્ત
સાંજે 4:15 કલાકે
• સોસાયટી, રાધાસ્વામી રોડ, રાણીપ, અમદાવાદ 6. AMCના રાણીપ વોર્ડના પ્રબોધરાવળ બ્રીજથી કાળી ગરનાળા સુધી RCC બોક્ષ ડ્રેઈન કરવાના કાર્યનું ખાતમુહૂર્ત
સાંજે 4:25 કલાકે
• કીર્તન સોસાયટી પાસેનો ખુલ્લો પ્લોટ, રાધાસ્વામી રોડ, રાણીપ, અમદાવાદ 7. MC ના વિકાસલક્ષી વિવિધ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ
સાંજે 4:35 કલાકે
• રાણીપ સરદાર ચોક, રાણીપ ગામ, અમદાવાદ 8. CIMS રેલ્વે ઓવરબ્રીજના અંડરસ્પેસમાં AMC દ્વારા નવનિર્મિત રમતગમત સંકુલનું લોકાર્પણ
સાંજે 5:45 કલાકે
• CIMS રેલ્વે ઓવરબ્રીજ, CIMS હોસ્પિટલ પાસે, હેબતપુર રોડ, થલતેજ, અમદાવાદ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments