back to top
Homeગુજરાતછરી, લાકડી, પાઈપ વડે ફટકાબાજીનો વીડિયો વાઇરલ:અગાઉના ઝઘડાની અદાવત રાખી જાહેરમાં છુટ્ટા...

છરી, લાકડી, પાઈપ વડે ફટકાબાજીનો વીડિયો વાઇરલ:અગાઉના ઝઘડાની અદાવત રાખી જાહેરમાં છુટ્ટા હાથની મારામારી કરી; એક યુવકને ગળામાં ચપ્પુના બે ઘા વાગ્યા

સુરતના ડીંડોલી વિસ્તારમાં અગાઉની અદાવતે મારામારીની ઘટના બની હતી. બે પક્ષો વચ્ચે છરી, લાકડી, પાઈપ વડે થતી ફટકાબાજીનો વીડિયો કોઇ સ્થાનિકે ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કરતાં મામલો ડીંડોલી પોલીસ મથકે પહોંચ્યો હતો. ઘટનામાં કારચાલકે એક યુવકના ગળાના ભાગે ચપ્પુ મારી દેતા યુવક ઇજાગ્રસ્ત થયો હતો. પોલીસે સામ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ઘટનામાં બે યુવકોને ઈજા થઈ
સુરતમાં બે પક્ષો વચ્ચે મારામારીની ઘટના બની હતી. મારામારીની આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. ડીંડોલી વિસ્તારમાં આવેલા અંબીકા ટાઊનશીપમાં મારામારીની ઘટના બની હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, લાકડાના ફટકા વડે યુવકોને માર મારવામાં આવ્યો હતો. મારમારીની આ ઘટનામાં બે યુવકોને ઈજા થઇ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા સમગ્ર મામલો ડીંડોલી પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા હાલ આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝઘડાની અદાવતમાં મારામારી થઈ
આ મામલે ડીંડોલી પોલીસ મથકમાં મહેન્દ્ર પ્રતાપ સિંઘે નોંધાવેલી ફરિયાદ મુજબ આશિસ સિંઘ તથા તેનો ભાઇ અર્પિત સિંઘ તથા આશિષનો મિત્ર તથા કારમાં આવેલા એક અજાણ્યા ઇસમે તેમના ભાણેજ સાથે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને ઝઘડો કર્યો હતો. જેમાં બ્રેઝા કારના ચાલકે ભાણેજ અમનને ગરદનના ભાગે ચપ્પુના બે ઘા મારી દીધા હતા. તેમજ આશિષ સિંઘ તથા તેના ભાઇ અર્પિત સિંઘે તેમના સાળા સંદીપસિંઘ તથા ભાણેજ અમનને ફટકાઓ વડે માર માર્યો હતો અને આશિષ સિંઘે ભાણેજ અમનને દાઢીના ભાગે તથા ડાબા હાથના પંજાના ભાગે ચપ્પુના ઘા મારતા મહેન્દ્ર પ્રતાપ સિંઘ તેને બચાવવા વચ્ચે પડતા બ્રેઝા કારના ચાલકે ડાબા હાથના પંજાના ભાગે ફટકો માર્યો હતો. જે બાદ તમામ ઈસમો નાસી ગયા હતા સામા પક્ષે પણ ફરિયાદ નોંધાવી
સામે પક્ષે આશિષ રાઘવભાઇ ઉમાશંકર સિંઘે પણ આ મામલે ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. જેમાં મહેન્દ્રસિંઘ તથા તેની સાથેના અન્ય ત્રણ ઇસમોએ તેને અને તેના મિત્ર સત્યમને માથાના ભાગે લોખંડનો સળિયો મારી લોહીલુહાણ કરી નાખ્યો હતો. જ્યારે તેના ભાઈ અર્પિતને પણ સળિયા વડે પીઠના ભાગે તથા ડાબા હાથના ભાગે માર મારવામાં આવ્યો હતો. હાલ તો આ મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments