back to top
Homeગુજરાતભાસ્કર RTI:ગુજરાતીઓએ બીમારી પાછળ પીએફમાંથી 6 હજાર કરોડ, ઘર ખરીદવા 6 હજાર...

ભાસ્કર RTI:ગુજરાતીઓએ બીમારી પાછળ પીએફમાંથી 6 હજાર કરોડ, ઘર ખરીદવા 6 હજાર કરોડ, લગ્ન-શિક્ષણ માટે 900 કરોડ ઉપાડ્યા

યાજ્ઞિક પરીખ
ગુજરાતમાં 10 વર્ષમાં લોકોએ પ્રોવિડન્ટ ફંડમાંથી વિવિધ કારણોસર 60 હજાર કરોડ રૂપિયા ઉપાડ્યા છે. દિવ્ય ભાસ્કરે કરેલી આરટીઆઇમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને(ઇપીએફઓ) આપેલા જવાબ મુજબ 2013-14થી 2023-24 દરમિયાન ગુજરાતીઓએ બીમારી પાછળ 39.20 લાખ ક્લેમમાં 6,038 કરોડ અને ઘર ખરીદવા કે તેના બાંધકામ માટે 8.53 લાખ ક્લેમમાં 5,914 કરોડ ઉપાડ્યા છે. પોતાના કે પરિવારમાં લગ્ન પાછળ અને બાળકોના શિક્ષણ માટે પીએફમાંથી કુલ 917 કરોડ ખર્ચ્યા હતા. 10 વર્ષમાં પીએફમાં ઉપાડવામાં આવતી રકમ 300% વધી છે. 2014માં 2,395 કરોડ તો 2023માં 9,367 કરોડ ઉપાડવામાં આવ્યા હતા. એક દાયકામાં કુદરતી આફત અને કોરોના પાછળ લોકોએ 2,160 કરોડ પીએફમાંથી લીધા હતા. થોડા કે વધુ સમય માટે કંપની બંધ થઇ હોય ત્યારે લોકોએ 132 કરોડ ઉપાડી લીધા હતા. કર્મચારી બેરોજગાર થઇ ગયા હોય તેવા 10 હજારથી વધુ ક્લેમમાં 57 કરોડ ઉપાડી લેવાયા હતા. ગુજરાતની અમદાવાદ, વટવા, નરોડા,સુરત, વડોદરા, રાજકોટ, ભરૂચ અને વાપીની પ્રાદેશિક પીએફ ઓફિસમાંથી આ માહિતી મળેલ છે.
આ કારણો માટે પીએફમાંથી સૌથી વધુ
ઉપાડનું કારણ​ ​ ક્લેમની ​​રકમ
{ પોતે કે પરિવારમાં બીમારી માટે ​ 39.20-​​ 6038
ઘર ખરીદવા કે બાંધકામ કરવા ​ 8.53​​-5914
કુદરતી આપદા અને કોવિડ​​ 15.16​​- 2160
લગ્ન અને બાળકોનું શિક્ષણ 1.41​​-917
વિદેશમાં નોકરી મળતા ઉપાડ ​ 18-1​​11​​​​
(ક્લેમની સંખ્યા લાખમાં, રકમ કરોડ રૂપિયામાં) સતત 2 કે વધુ મહિના નોકરી ન કરનારે 16 હજાર કરોડ ઉપાડ્યા જ્યારે કર્મચારી નોકરીમાંથી છૂટો થઈ જાય અને સતત બે મહિના કે તેથી વધુ સમય સુધી તે પીએફના નિયમો લાગુ પડતાં હોય તેવી કંપનીમાં નોકરીએ નથી લાગતો તેવા કિસ્સામાં 35.86 લાખ ક્લેમમાં લોકોએ પીએફમાંથી 16,616 કરોડ ઉપાડ્યા છે. 10 વર્ષમાં ફેક્ટરી બંધ થઇ ગઇ હોય તેવા કિસ્સામાં 5.73 લાખ ક્લેમમાં કર્મચારીઓએ 2,812 કરોડ અને થોડા કે વધુ સમય માટે ઓફિસ બંધ થઇ હોય ત્યારે 1 લાખ ક્લેમમાં લોકોએ 132 કરોડ ઉપાડ્યા છે. પેન્શન સ્વરૂપે 10 વર્ષમાં 36.77 લાખ ક્લેમમાં 5670 કરોડ ચૂકવાયા છે. 51 હજારથી વધુ ક્લેમમાં નિવૃત્તિ વખતે 2,785 કરોડ ચૂકવાયા છે. વરિષ્ઠ પેન્શન વીમા યોજના અંતર્ગત 7 હજાર ક્લેમમાં 467 કરોડ ચૂકવાયા છે. નોકરીમાંથી ટર્મિનેશન અને વીઆરએસ વખતે 78 હજાર ક્લેમમાં 1,686 કરોડ ચૂકવાયા છે. ઘર ખરીદવા કે બાંધકામ પર લોન લીધી હોય તેના રિપેમેન્ટ માટે 50 કરોડ પીએફમાંથી ઉપાડ્યા છે. આ ઉપરાંત ફંડ ટ્રાન્સફર પેટે 18.16 લાખ ક્લેમમાં 9,660 કરોડ રૂપિયા સામેલ છે. સભ્યના મૃત્યુના 3.43 લાખ ક્લેમમાં પરિવારને 3,268 કરોડ ચૂકવાયા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments