back to top
Homeગુજરાતઅમદાવાદના હિન્દુ આધ્યાત્મિક મેળામાં થશે મીની કુંભ જેવો અહેસાસ:દેશના 11થી વધુ મંદિરોના...

અમદાવાદના હિન્દુ આધ્યાત્મિક મેળામાં થશે મીની કુંભ જેવો અહેસાસ:દેશના 11થી વધુ મંદિરોના ભગવાનના થશે સાક્ષાત દર્શન; રોજના 2.5 લાખ લોકોને કરાવશે ગંગાસ્નાનની અનુભૂતિ

હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આગામી 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025 દરમિયાન વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું (HSSF) આયોજન કરવામાં આવ્યું છે. જેનું ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. આ મેળામાં વિભિન્ન સંસ્કૃતિક, ધાર્મિક અને સર્જનાત્મક વિષયોનું સુંદર સમન્વય કરવામાં આવ્યું છે. 11 કુંડી સમરસતા યજ્ઞશાળા, 11થી વધુ મુખ્ય મંદિરોનું જીવંત દર્શન, 15થી વધારે મુખ્ય મંદિરોની પ્રતિકૃતિ, કુંભ મેળા દર્શન, ગંગા આરતી, આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું વનવાસી ગ્રામ આદિ મેળાના મુખ્ય આકર્ષણ છે. રોજના 2.5 લાખ લોકોને ગંગાસ્નાનની અનુભૂતિ કરાવાશે. VR અને ARથી લાઈવ દર્શન કરી શકાશે
હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાના સચિવ ઘનશ્યામભાઈ વ્યાસ એ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતના અને દેશના 11 જેટલા મંદિરોનું ટેકનોલોજીના માધ્યમથી જીવંત પ્રસારણ નિહાળી શકાશે. જેમાં કેટલાક મંદિરોમાં હજારો લોકોની ભીડમાં દૂરથી ફક્ત ભગવાનની એક ઝલક મેળવી શકાય છે, પરંતુ અહીંયા એક જ સ્થળ ઉપરથી ટેકનોલોજી એટલે કે VR અને AR ટેકનોલોજીના માધ્યમથી લાઈવ દર્શન કરી શકાશે. દરરોજ લગભગ અઢી લાખ લોકો તેનો લાભ લઈ શકશે. સવારના 9 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી આ અધ્યાત્મિક મેળાનો લાભ દરેક પ્રજાજન માટે ઉપલબ્ધ રહેશે. તથા તેનો લાભ કોઈપણ વ્યક્તિ નિશુલ્ક લઇ શકશે. 2000 બહેનો દ્વારા કળશ યાત્રા કાઢવામાં આવશે
મેળાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય સુરેશ ભય્યાજી જોશી, કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. મેયર પ્રતિભા જૈનની ઉપસ્થિતિમાં 2000 બહેનો દ્વારા કળશ યાત્રા કાઢવામાં આવશે. 5000 યુવાઓ દ્વારા બાઈક રેલી સાથે Youth for Nation યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. 250થી વધુ સેવાભાવી સંસ્થાઓ સહભાગી થશે
ISRO, NCC સહિત 250થી વધુ સેવાભાવી સંસ્થાઓ આ મેળામાં સહભાગી થવાની છે. રોજ રાત્રે 8 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રી અર્ચન ત્રિવેદી (ફિલ્મ દિગ્દર્શક અને કલાકાર) અને સાથીદારો, સાંઈરામ દવે અને સાથીદારો, બંકિમ પાઠક, અસિત વોરા અને કલાકારો પોતાની પ્રસ્તુતિ આપશે. પ્રદર્શની વિભાગ દ્વારા સશસ્ત્ર દળો-શસ્ત્રસરંજામ, NCC BSF, વિજ્ઞાન આધારિત–ઓડીઓ, વીડિઓ, 3D-અનિમેશન, AR, VR થકી જીવંત અનુભૂતિ, HSSF મૂળભૂત આયામ, કુટુંબ પ્રબોધન, ગર્ભાધાન સંસ્કાર, પુણ્યશ્લોક અહલ્યાબાઈ વિષય પર સુંદર પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. સંયુક્ત પરિવાર સન્માનનું સુંદર આયોજન
યુવાન ઉદ્યોગ સાહસિકો સાથે સુરેશ ભય્યાજી જોશીના વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું છે. મહર્ષિ વશિષ્ઠ યજ્ઞ શાળા, સેવાકાર્ય પ્રદર્શની, થીમ પ્રદર્શની પણ આ મેળામાં રહેવાની છે. મહિષાસુર મર્દિની, આચાર્ય વંદન, કન્યા વંદન, મા-દિકરી સંમેલન તેમજ નાટ્ય પ્રસ્તુતિ, માતૃ-પિતૃ વંદન તથા સંયુક્ત પરિવાર સન્માનનું સુંદર આયોજન મેળામાં કરવામાં આવ્યું છે. ભારત નવજાગૃતિમાં વ્યાવસાયિકોની ભૂમિકા વિષય પર પ્રોફેસર ભગવતી પ્રકાશ શર્મા, ચેરમેન, UNESCO-MGIEP વાર્તાલાપ કરશે. કાર્યક્રમના સમાપનમાં પૂ દ્વારકેશલાલજી વૈષ્ણવાચાર્ય, કલ્યાણ પુષ્ટિ હવેલી, અમદાવાદ તથા પૂ. સંતપ્રસાદ સ્વામી, હાલોલ ઉપસ્થિત રહેવાના છે. અનેક સંત મહંત અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે
તે સિવાય ચાર દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં પ.પૂ. સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી (સચિવ–અખિલ ભારતીય આચાર્ય સભા, અધ્યક્ષ શિવાનંદ આશ્રમ, આર્ષ વિદ્યામંદિર), શ્રી ગુણવંતસિંહજી કોઠારી (રાષ્ટ્રીય સંયોજક – HSSF), પ.પૂ. મહામંડલેશ્વર 1008 લલિત કિશોરદાસજી મહારાજ (નિમ્બાર્ક પીઠ, લીંબડી), પ.પૂ. માધવપ્રિયદાસજી (SGVP, છારોડી), પ.પૂ. મિત્રાનંદજી (ચિન્મય મિશન, ચેન્નાઈ), શ્રી ચીમનલાલ અગ્રવાલ (ચેરમેન,અગ્રવાલ ગ્રુપ), શ્રી ચંદ્રપ્રકાશ દ્વિવેદી (ચાણક્ય, નિર્માતા-દિગદર્શક), ડૉ. નીરજા ગુપ્તા (VC, ગુજરાત યુનિવર્સિટી), સહિત અનેક સંત મહંત અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments