ડોનાલ્ડ ટ્રમ્પના બર્થ રાઈટ સિટીઝનશીપ ખતમ કરવાના આદેશનો અમેરિકામાં વિરોધ શરૂ થઈ ગયો છે. મંગળવારે 22 રાજ્યોના અર્ટોની જનરલે બે ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તેના વિરુદ્ધ કેસ નોંધાવીને આદેશને રદ કરવા માટે જણાવ્યું છે. ટ્રમ્પના આ આદેશ પછી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અથવા વિઝા પર રહેતા લોકોના બાળકો જેઓ અમેરિકામાં જન્મ્યા છે, તેઓ નાગરિકતા મેળવી શકશે નહીં. ટ્રમ્પે આ આદેશને લાગુ કરવા માટે 30 દિવસનો સમય આપ્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર ટ્રમ્પનો આ આદેશ અમેરિકન બાળકોના જન્મસિદ્ધ નાગરિકતા અધિકારને પડકારે છે. જેના કારણે દર વર્ષે 1.5 લાખ નવજાત શિશુઓની નાગરિકતા જોખમમાં છે. દાવો- ટ્રમ્પ પાસે બંધારણીય અધિકારો નથી અઢાર રાજ્યો અને બે શહેરો (સાન ફ્રાન્સિસ્કો અને વોશિંગ્ટન, ડીસી), મેસેચ્યુસેટ્સ અને અન્ય ચાર રાજ્યોએ વોશિંગ્ટનના પશ્ચિમી જિલ્લાની જિલ્લા અદાલતમાં ટ્રમ્પના આદેશ સામે દાવો દાખલ કર્યો છે. તેમણે દલીલ કરી હતી કે રાષ્ટ્રપતિ અને કોંગ્રેસ પાસે 14મા સુધારા હેઠળ જન્મસિદ્ધ નાગરિકતા પર પ્રતિબંધ મૂકવાની બંધારણીય સત્તા નથી. ન્યુ જર્સીના એટર્ની જનરલ મેથ્યુ જે. પ્લેટકિને તેમના નિવેદનમાં કહ્યું હતું કે, “રાષ્ટ્રપતિ શક્તિશાળી છે, પરંતુ તેઓ રાજા નથી. તેઓ માત્ર સહી કરીને બંધારણને ફરીથી લખી શકતા નથી.” જન્મસિદ્ધ નાગરિકતાના કેસોમાં સતત વધારો થયો છે ગરીબ અને યુદ્ધગ્રસ્ત દેશોના લોકો અમેરિકા આવે છે અને વધુ બાળકોને જન્મ આપે છે. આ લોકો અભ્યાસ, સંશોધન અને નોકરીના આધારે અમેરિકામાં રહે છે. બાળકનો જન્મ થતાં જ તેને અમેરિકન નાગરિકતા મળી જાય છે. નાગરિકતાના બહાના હેઠળ, માતાપિતાને અમેરિકામાં રહેવાનું કાનૂની કારણ પણ મળે છે. અમેરિકામાં લાંબા સમયથી આ ટ્રેન્ડ પૂરજોશમાં ચાલી રહ્યો છે. ટીકાકારો તેને બર્થ ટુરીઝમ કહે છે. પ્યુ રિસર્ચ સેન્ટરના 2022ના રિપોર્ટ અનુસાર 16 લાખ ભારતીય બાળકોને અમેરિકામાં જન્મથી નાગરિકતા મળી છે. જોકે, ટ્રમ્પના આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ માત્ર તે લોકો પર લાગુ થશે જે આ આદેશની તારીખથી 30 દિવસ પછી અમેરિકામાં જન્મ્યા છે. જેનો અર્થ એ છે કે અમેરિકામાં ભારતીયોની આવનારી પેઢીને આ લાગુ થશે