back to top
Homeમનોરંજનઆર્થિક ભીંસ વચ્ચે પિસાઈ રહ્યો છે શાહરુખનો કો-સ્ટાર:વરુણ કુલકર્ણી પાસે સારવાર માટે...

આર્થિક ભીંસ વચ્ચે પિસાઈ રહ્યો છે શાહરુખનો કો-સ્ટાર:વરુણ કુલકર્ણી પાસે સારવાર માટે પૈસા નથી, કિડનીની સમસ્યાને કારણે અઠવાડિયામાં 2-3 વખત ડાયાલિસિસ કરાવવું પડે છે

શાહરુખ ખાન અને પ્રતીક ગાંધીની સિરીઝ ‘સ્કેમ 1992’માં જોવા મળેલા અભિનેતા વરુણ કુલકર્ણી હોસ્પિટલમાં દાખલ છે. તેના નજીકના સંબંધીઓના જણાવ્યા અનુસાર, અભિનેતા આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યો છે અને તેની પાસે સારવાર માટે પણ પૈસા નથી. તાજેતરમાં, વરુણ કુલકર્ણીના મિત્રએ હોસ્પિટલની તસવીરો શેર કરી અને લખ્યું, મારા મિત્ર અને થિયેટર કો-આર્ટિસ્ટ વરુણ કુલકર્ણી આ દિવસોમાં કિડનીની સમસ્યાથી પીડિત છે. તેમના માટે ભંડોળ એકત્ર કરવાના અગાઉના પ્રયાસો છતાં તેમનો ખર્ચ વધી રહ્યો છે. નિયમિત તબીબી સંભાળ, ઇમરજન્સી હોસ્પિટલની મુલાકાતો સાથે, તેણે અઠવાડિયામાં 2-3 વખત ડાયાલિસિસ કરાવવું પડે છે. હજુ 2 દિવસ પહેલા જ વરુણને ઈમરજન્સી ડાયાલિસિસ માટે હોસ્પિટલમાં લાવવો પડ્યો હતો. તેના મિત્રએ આગળ લખ્યું,- વરુણ માત્ર એક મહાન કલાકાર જ નથી પરંતુ એક દયાળુ અને નિઃસ્વાર્થ વ્યક્તિ પણ છે. તેણે ખૂબ જ નાની ઉંમરે તેના માતા-પિતાને ગુમાવ્યા, ત્યારથી તે પોતાના પગ પર ઊભો રહેતો આવ્યો છે. તેમણે દરેક મુશ્કેલીનો સામનો કર્યો અને થિયેટર પ્રત્યેનો તેમનો જુસ્સો અકબંધ રાખ્યો. પરંતુ હવે એક કલાકારના જીવનમાં આર્થિક સમસ્યા આવી ગઈ છે. અને આ મુશ્કેલ સમયમાં તેમને આપણી મદદની સૌથી વધુ જરૂર છે. મિત્રો વરુણ માટે ફંડ એકઠું કરી રહ્યા છે વરુણના મિત્રએ પોતાની પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે તેઓ તેની સારવાર માટે સાથે મળીને ફંડ એકત્ર કરી રહ્યા છે. તેણે દરેકને મદદ કરવાની અપીલ પણ કરી છે. સામે આવેલી તસવીરોમાં વરુણ કુલકર્ણી હોસ્પિટલના બેડ પર જોવા મળે છે. નોંધનીય છે કે, વરુણ કુલકર્ણીએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત થિયેટરથી કરી હતી. આ પછી તે ઘણી જાહેરાતો, ફિલ્મો અને સિરીઝનો ભાગ રહ્યો છે. તેની કારકિર્દીની સૌથી મોટી ફિલ્મ ‘ડંકી’ હતી, જેમાં તે શાહરુખ ખાન, વિકી કૌશલ, તાપસી પન્નુ સાથે જોવા મળ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments