કોલ્ડપ્લેને લઈને ભારતભરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કોલ્ડપ્લેની ટિકિટનું વેચાણ બુક માય શો પર શરૂ થઈ ગયું છે. કોન્સર્ટને હવે માત્ર થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે કોલ્ડપ્લે કોન્સર્ટની અત્યાર સુધીમાં કુલ 1,87,399 ટિકિટ બુક થઈ ગઈ છે. આ ટિકિટો બુક કરાવવામાં મહારાષ્ટ્ર પ્રથમ નંબર પર છે. મહારાષ્ટ્રમાંથી 59,321 ટિકિટ, બીજા નંબરે ગોવાથી કુલ 48,521 અને ત્રીજા નંબરે કર્ણાટકમાંથી 28,374 ટિકિટ બુક થઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં યોજાનાર કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને આયોજકો દ્વારા બુક માય શોના માધ્યમ દ્વારા ટિકિટ બુકિંગનું ઓપ્શન આપવામાં આવ્યું હતું. જેમાંથી લોકો ટિકિટ બુક કરાવી રહ્યા હતા. જોકે બુક માય શો પર પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને આવવાનું તથા પાર્કિંગની કોઈ પણ વ્યવસ્થા અંગેની કોઈ જાણકારી આપવામાં આવી ન હતી. જેના કારણે પ્રેક્ષકો પોતાનું વાહન લઈને જાય તો તેને ક્યાં પાર્કિંગ કરશે તેવો પ્રશ્ન ઊભો થયો હતો. જેથી આયોજકો દ્વારા બુક માય શો પરથી લિન્ક ડીલિટ કરી નાખી હતી અને બે દિવસ માટે બુકિંગ બંધ કરી દીધું હતું. બાદમાં આયોજકોએ પોલીસ સાથે બેઠક કરી હતી અને પાર્કિંગની વ્યવસ્થા માટે પ્રાઈવેટ પાર્કિંગનો ઉપયોગ કરી શકાય તેવું ઓપ્શન મળ્યું હતું. ત્યાર બાદ કુલ 14 પ્રાઈવેટ પાર્કિંગ મળી આવતા ફરીથી બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે અને પહેલી વખત જ આ કોન્સર્ટ ગુજરાતમાં થવા જઈ રહ્યો છે.
સૌથી વધુ મહારાષ્ટ્રમાંથી 59,310 ટિકિટ બુક મહારાષ્ટ્ર 59,310,ગોવા 48,521, કર્ણાટક 28,374, રાજસ્થાન 5,792, ગુજરાત 7,123, આંધ્રપ્રદેશ 745,અરુણાચલપ્રદેશ 15, આસામ 1,425, બિહાર 423, ચંડીગઢ 416, છત્તીસગઢ 1,254, હરિયાણા 120, હિમાચલ પ્રદેશ 163, ઝારખંડ 583, કેરાલા 2,162, મધ્યપ્રદેશ 5,632, મણીપુર 33, મેઘાલય 133, મિઝોરમ 63, નાગાલેન્ડ 66, ઓડિશા 629, પંજાબ 1,075, સિક્કીમ 28, તમિલનાડુ 3,221, તેલંગાણા 6,342, ત્રિપુરા 36, ઉત્તરપ્રદેશ 6,832, ઉત્તરાખંડ 451, વેસ્ટ બંગાલમાંથી 4561 ટિકિટો બુક કરાવવામાં આવી છે.