back to top
Homeબિઝનેસભાસ્કર ખાસ:રોકાણકારોમાં લોકપ્રિય બનતા માર્કેટમાં જોખમની સાથે જ વધુ રિટર્ન મેળવવા માટે...

ભાસ્કર ખાસ:રોકાણકારોમાં લોકપ્રિય બનતા માર્કેટમાં જોખમની સાથે જ વધુ રિટર્ન મેળવવા માટે મલ્ટિ ફેક્ટરનો અભિગમ

રોકાણકારો હંમેશા એવી શૈલીની શોધમાં રહે છે જે તેમના રોકાણની પસંદનું સંચાલન કરે છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી મજબૂત પરફોર્મન્સને કારણે રોકાણકારોમાં સ્માર્ટ બેટા અથવા ફેક્ટર ઇન્વેસ્ટિંગ રોકાણ માટેનું લોકપ્રિય માધ્યમ બની રહ્યું છે. ઑક્ટોબર 2024 સુધીમાં ફેક્ટર આધારિત ફંડની AUM ઑક્ટોબર 2020ના રૂ.405 કરોડથી 88 ગણી વધીને35,782 કરોડના સ્તરે પહોંચી હતી તેવું બંધન AMCના હેડ (પ્રોડક્ટ્સ) સિરશેંદુ બસુએ જણાવ્યું હતું. પરિબળો એ રોકાણનો નિર્ણય લેવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પરિમાણો છે. મુખ્ય પરિબળોમાં મોમેન્ટમ/આલ્ફા, ઓછી વોલેટિલિટી, ગુણવત્તા, મૂલ્ય અને કદ સામેલ છે. રોકાણકારોમાં મોમેન્ટમ પરિબળ સૌથી વધુ પસંદગીનું પરિબળ છે. પરિબળ આધારિત વ્યૂહરચનાઓ નિયમ આધારિત અભિગમ અપનાવે છે જ્યાં વધુ રિટર્ન મળે છે. ફેક્ટર ઇન્વેસ્ટિંગ રિસર્ચ આધારિત, માનવીય પૂર્વગ્રહો વિના નિયમ આધારિત હોય છે જે વધુ જોખમ સાથે વધુ રિટર્ન પૂરું પાડે છે. જો કે નકારાત્મક પરિબળોમાં માર્કેટમાં પ્રવેશ અને એક્ઝિટને લગતા પડકારો અને ચોક્કસ સેક્ટર અને સ્ટોક પર ધ્યાન કેન્દ્રિત કરવા અંગે કેટલાક જોખમો સામેલ છે. જો કે અન્ય એક અભિગમ અપનાવીને આ નકારાત્મક પરિબળોની અસરને ઘટાડી શકાય છે. માર્કેટની અનેકવિધ સ્થિતિ પ્રમાણે પરિબળોના વૈવિધ્યકરણ સાથે આ વ્યૂહરચના એકાગ્રતાના જોખમને ઘટાડે છે અને પોર્ટફોલિયોની સ્થિરતા વધારે છે. મલ્ટિ ફેક્ટર વ્યૂહરચનામાં સામેલ પરિબળોમાં મૂલ્ય, મોમેન્ટમ, ગુણવત્તા, ઓછી વોલેટિલિટી અને આલ્ફા સામેલ છે. પોર્ટફોલિયોનું નિર્માણ કરી શકાય છે. આલ્ફા લો વોલેટિલિટી – ઓછી વોલેટિલિટી સાથે વધુ રિટર્ન
રોકાણકારો સૌથી ઓછી વોલેટિલિટી સાથે માર્કેટથી પણ ઊંચું રિટર્ન હાંસલ કરવા ઇચ્છે છે. અહીં આલ્ફા+લો વોલેટિલિટીની વ્યૂહરચના ઓછી વોલેટિલિટી સાથે ઊંચી રિટર્ન પૂરું પાડવા માટે બનાવવામાં આવી છે. જે ઓછી વોલેટિલિટીએ રોકાણકારોને લક્ષ્ય હાંસલ કરવામાં મદદરૂપ થાય. નિફ્ટી આલ્ફા લો વોલેટિલિટી 30 ઇન્ડેક્સ એ મલ્ટિ ફેક્ટર સ્ટ્રેટેજી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments