વિશ્વભરના દેશોમાં વસતા એનઆરઆઈ (નોન રેસિડેન્ટ ઈન્ડિયન)ની સંપત્તિ અને પ્રભાવ વધ્યો છે. એચએસબીસી હુરુન ગ્લોબલ ઇન્ડિયન્સ રિચ લિસ્ટ 2024માં આ વાત સામે આવી છે. આ લિસ્ટમાં 101 એનઆરઆઈનો સમાવેશ કરાયો છે. આર્સેલર મિત્તલના ચેરમેન એલ.એન. મિત્તલ ટોપ પર છે. તેમની અંદાજિત સંપત્તિ 1,84,500 કરોડ રૂપિયા છે. હુરુનના જણાવ્યા મુજબ એનઆરઆઈઓએ ઉદ્યોગોને નવો આકાર આપ્યો છે અને વૈશ્વિક બજારો પર પ્રભાવ પાડ્યો છે. બીજા સ્થાને હિન્દુજા ગ્રૂપના ચેરમેન ગોપીચંદ હિન્દુજા છે, વિશ્વના ટૉપ 10 એનઆરઆઇ ધનિકો