back to top
Homeગુજરાતકોલ્ડપ્લે જોવા લોકો છાપરાવાળા ઘરમાં રહેવા તૈયાર:અમદાવાદ પાસેના 150 કિમી વિસ્તારની હોટલો...

કોલ્ડપ્લે જોવા લોકો છાપરાવાળા ઘરમાં રહેવા તૈયાર:અમદાવાદ પાસેના 150 કિમી વિસ્તારની હોટલો હાઉસફૂલ, 15000 રૂમ બુક, ભાડાં બેથી ત્રણ ગણા વધી 50 હજાર સુધી પહોંચ્યા

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 25 અને 26 જાન્યુઆરીએ વિશ્વ પ્રખ્યાત બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાવાનો છે. જેને પગલે ગુજરાતના વિવિધ શહેર-જિલ્લા તથા દેશભરમાંથી મ્યૂઝિક લવર્સ આવવાના છે. આ કોન્સર્ટમાં આવનારા પ્રેક્ષકોએ ટિકિટ-પાર્કિંગની સાથે સાથે હોટેલ રૂમ બુક કરી લીધા છે. જેથી શહેરની હોટલોમાં આવેલા 15 હજાર જેટલા રૂમ્સ લગભગ ફૂલ થઈ ગયાં છે. આ સ્થિતિને કારણે સ્ટેડિયમ પાસે આવેલા છાપરા વાળા ઘરોમાં પણ કોલ્ડપ્લે પ્રેમીઓ રૂમ બુક કરી રહ્યા છે. આ કોન્સર્ટમાં શો દીઠ 1.25 લાખ લોકો ઉપસ્થિત રહેવાના હોવાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસની હોટેલમાં રૂમ મળી રહ્યા નથી. કોલ્ડપ્લેને કારણે કેટલીક મોટી હોટલોમાં સામાન્ય દિવસો કરતાં ભાડાંમાં બે થી ત્રણ ગણો થયો છે. જ્યારે કેટલીક હોટલોમાં 1 થી 2 ટકા જેટલા વધારો થયો છે. હાલ કેટલીક હોટલના રૂમ ભાડાં તો 40થી 50 હજાર સુધી પહોંચી ગયા છે. ઇન્કવાયરીમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે: નરેન્દ્ર સોમાણી
આ અંગે ગુજરાત હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, આટલાં સારા કાર્યક્રમો આપણે ત્યાં થઈ રહ્યાં હોવાથી હોટલ અને ટુરિઝમના બિઝનેસને વેગ મળી રહ્યો છે. હાલમાં લગ્ન સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, તેની સાથે જ અમદાવાદમાં કોલ્ડપ્લેનું પણ આયોજન થઈ રહ્યું છે, જેના કારણે ઓલમોસ્ટ બધી જ હોટલો ફૂલ થઈ ગઈ છે. જેમ જેમ કોલ્ડપ્લેની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ઈન્કવાયરીઓમાં પણ ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો: કોલ્ડપ્લેની સુરક્ષાથી લઈ ટ્રેન ટાઇમિંગ, મેટ્રોની ફ્રીકવન્સી અને ટ્રાફિક વ્યવસ્થા ‘વડોદરાની હોટલોમાં પણ થઈ રહ્યું છે બુકિંગ’
નરેન્દ્ર સોમાણીએ વધુમાં કહ્યું કે, કેટલાક ટ્રાવેલ એજન્ટોએ વડોદરાના પેકેજ બનાવ્યાં છે, કેમ કે આ દિવસ દરમિયાન ફ્લાઈટના ભાવ પણ વધુ છે. જેથી વડોદરામાં ચારેય બાજુથી ફ્લાઈટ આવતી હોવાથી લોકો માટે ત્યાં જ સુવિધા કરવામાં આવી છે. આ માટે વડોદરાની હોટલોમાં ઉતારો આપવામાં આવી રહ્યો છે. જ્યારે બાય રોડ દ્વારા કાર્યક્રમમાં ટેક્સીની સુવિધા કરી આપવામાં આવી છે. જેથી ઓવરઓલ તેમાં પણ તેમને ફાયદો થતો હોય છે. જે લોકો કોલ્ડ પ્લે જોવા આવવાના છે અને બુકિંગ કરાવ્યાં છે તેમને અમે નજીકના ફરવા લાયક સ્થળો જેવા કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, રિવરફ્રન્ટ, અટલ બ્રિજ, અડાલજની વાવનું પણ માર્ગદર્શન અને પેકેજિંગની સુવિધા પણ કરી રહ્યાં છીએ. હોટલો હાઉસફૂલ થઈ જતા કેટલાક લોકો સ્ટેડિયમની સામેના વિસ્તારમાં આવેલા ઘરમાં નાઇટ સ્ટે માટે ઇન્કવાયરી કરી રહ્યા છે. જોકે તેમાં કેટલા ઘર છાપરાવાળા તો કેટલાક પાકા ઘરો પણ છે. કેટલાક લોકોએ તો એડવાન્સ બુકિંગ કરીને ટોકન ફી પણ ચૂકવી દીધી છે. સ્ટેડિયમના ગેટ-નં 1 સામે મળે છે ભાડેથી રૂમ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સામે 400થી 500 નાના મોટા ઘર આવેલા છે. જ્યાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપ-2023 ફાઇનલ સમયે પણ આસપાસના રહીશોએ રૂમ ભાડે આપ્યા હતા. જેને કારણે પ્રેક્ષકોને સ્ટેડિયમથી નજીક જ રહેવાની સુવિધા મળે છે અને આસપાસના લોકો નાના-મોટા ધંધા દ્વારા કમાણી પણ કરી શકે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મુખ્ય પ્રવેશદ્વાર એટલે કે ગેટ નંબર-1 સામે જ ભાડેથી રૂમ મળી રહે છે. જેનું ભાડું રૂ.2,000 થી લઈને 5000 સુધીનું રહે છે તથા કેટલીક વખત થોડું દૂર ઘર હોય તો તેનાથી પણ ઓછા ભાવમાં ઘર અથવા તો રૂમ મળી રહે છે. આ ઘરોમાં 3 સ્ટાર કે 5 સ્ટાર હોટલ જેવી સુવિધાઓ તો નથી. પરંતુ રહેવાથી લઈને જમવા સુધીની વ્યવસ્થા ઘર માલિકો કરી આપે છે. જો કોઈએ ઘરનું ભોજન જમવું હોય તો તેની પણ ઘર માલિકો વ્યવસ્થા કરી આપે છે. બે-ત્રણ માળનું ઘર હોય તો એક ફ્લોર આપે છે ભાડે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સામે રહેતા અને પરિવાર સાથે પાન પાર્લર ચલાવતા મુન્નીબહેન દુબેએ દિવ્યભાસ્કરને જણાવ્યું કે,આ વિસ્તારમાં અનેક લોકો પાસે તેમની જરૂરિયાત કરતા વધુ રૂમ છે. જ્યારે પણ સ્ટેડિયમમાં મોટા કાર્યક્રમ હોય ત્યારે અમે રૂમ ભાડે આપીએ છીએ. જેનું ઘર બે-ત્રણ માળનું હોય તો એક ફ્લોર ભાડે આપી દે છે. જેમાં તમામ પ્રાથમિક સુવિધાઓ પણ હોય છે. જ્યારે કેટલાક ઘરમાં ફક્ત એક રૂમ ભાડે આપવામાં આવે તો તે રૂમમાં બેડ, સોફા કે વોશરૂમ જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ રહે છે. જેણે પણ રહેવા માટે બુકિંગ કરાવ્યું હોય તેની પાસેથી આધાર કાર્ડ અથવા તો આઈડી પ્રૂફ ફરજિયાત લેવામાં આવે છે. ‘એક માળ વધારી રૂમ ભાડે આપવા તૈયાર છીએ’
પહેલીવાર રૂમ ભાડે આપનારા મોટેરાના રહીશ ગીતાબેન વાણીયાએ જણાવ્યું કે, આસપાસના રહેવાસીઓએ વર્લ્ડકપ અને IPL વખતે પણ રૂમ ભાડે આપ્યા હતા. જેનાથી સારી એવી કમાણી થઈ હોવાથી અમારા ઘરમાં અમે તાજેતરમાં એક માળ વધાર્યો છે. જેથી અમારી પાસે હવે વધારાના બે રૂમ બની ગયા છે. 25-26 જાન્યુઆરીએ યોજાનાર કાર્યક્રમમાં આવનારા લોકોને એક રૂમ ભાડે આપવાનું નક્કી કર્યું છે. Airbnb એપ પર કરાવી શકો છો રૂમ બુક
જ્યારે અન્ય રાજ્યમાંથી આવતા લોકોની પહેલી પસંદ હોટલ હોય છે. તે સિવાય કેટલાક લોકોને ઘર જેવો અનુભવ કરવો હોય છે. તેથી તેઓ છેલ્લા કેટલાક વર્ષથી ભારતમાં હોમ સ્ટે બુકિંગ માટેની Airbnb એપ પર રૂમ બુક કરે છે. આ એપ દ્વારા જો તમારી પાસે કોઈ વધારાનો રૂમ, ફ્લેટ અથવા ઘર હોય તો તમે એપ પર રજિસ્ટ્રેશન કરાવીને ભાડે આપી શકો છો તથા ભાડે લેનારા લોકો એપ્લિકેશન મારફતે જ યજમાનનો સંપર્ક સાધીને ઘર કે રૂમ બુક કરાવી શકે છે. સ્ટેડિયમ નજીકના Airbnb પરના રૂમ બુક થઈ ગયા
નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી 3-4 કિલો મીટરના અંતરમાં અનેક Airbnb એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરાવેલા ઘર અથવા રૂમ ઉપલબ્ધ છે. જેનું ભાડું પણ 2500થી લઈને 30 હજાર રૂપિયા સુધીનું છે. જો કે કેટલાક ઘરમાં જમવાની સુવિધા હોતી નથી પણ બેડ, એસી અને સીસીટીવી કેમેરા સહિતની વિવિધ સુવિધા હોય છે. Airbnb એપ્લિકેશનમાં 25 અને 26 જાન્યુઆરી દરમિયાન બે લોકો માટે રહેવાનો ખર્ચ 40 હજાર સુધી પણ થઈ શકે છે, તેમાં જેવું ઘર એટલું ભાડું ચૂકવવું પડી શકે છે. તેના માટે પણ એડવાન્સ બુકિંગ જરૂરી છે. Airbnb પરના રૂમ અગાઉથી જ બુક થઈ ગયા છે. ખાસ કરીને અન્ય રાજ્યમાંથી આવતા પ્રક્ષકો ઘરથી ચાલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી શકાય તેવા સ્થળની પસંદગી પ્રેક્ષકો વધુ કરી રહ્યા છે. Topic: COLDPLAY

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments