અમેરિકાના દક્ષિણના ઘણા રાજ્યોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બરફના વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં લગભગ 10 લોકોના મોત થયા છે, જ્યારે 2100થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. મિસિસિપી, અલાબામા, ફ્લોરિડા, જ્યોર્જિયા અને લુઇસિયાના સહિત ઘણા રાજ્યોએ ઈમરજન્સી જાહેર કરી છે. ઘણા વિસ્તારોમાં રેકોર્ડ હિમવર્ષાના કારણે સ્કૂલો અને સરકારી ઓફિસો બંધ કરી દેવામાં આવી છે. આ પહેલા અમેરિકાની નેશનલ વેધર સર્વિસ (NSW)એ ચેતવણી આપી હતી કે બરફના વાવાઝોડાના કારણે અમેરિકાના દક્ષિણ-પૂર્વીય રાજ્યોમાં ભારે હિમવર્ષા, કરા સાથે વરસાદ થઈ શકે છે. રસ્તાઓ બંધ થવાને કારણે અમેરિકાના ટેક્સાસથી ફ્લોરિડા સુધીનું જનજીવન થંભી ગયું છે. એવો અંદાજ છે કે હિમવર્ષા બંધ થયા પછી પણ રસ્તાઓ ખોલવામાં અને હવાઈ સેવાઓ શરૂ થવામાં ઘણા દિવસો લાગશે. રિપોર્ટ મુજબ, ટેક્સાસમાં એક હાઇવે પર હિમવર્ષાને કારણે થયેલા અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. અલબામામાં પણ વાવાઝોડાના કારણે બે લોકોના મોત થયા છે. જ્યારે જ્યોર્જિયામાં, એક વ્યક્તિનું હાયપોથર્મિયાથી મૃત્યુ થયું હતું. NSW મુજબ, આર્કટિકથી શરૂ થયેલું આ વાવાઝોડું દક્ષિણના રાજ્યોમાં રાત્રે વધુ મુશ્કેલ સ્થિતિ સર્જશે. જો કે આ સપ્તાહના અંત સુધીમાં હવામાન સામાન્ય થઈ જશે. લુઇસિયાનામાં ભારે હિમવર્ષા અને 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. વર્જીનિયામાં 3 કરોડ લોકોને બરફના વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. મંગળવારની રાત સુધીમાં, લુઇસિયાનાના ઘણા વિસ્તારોમાં 10 ઇંચ સુધી હિમવર્ષા થઈ હતી, જ્યારે મિસિસિપી અને અલબામાના કેટલાક વિસ્તારોમાં 4 ઇંચથી વધુ હિમવર્ષા થઈ હતી. અમેરિકા પોલર વોર્ટેક્સ સામે સંઘર્ષ કરી રહ્યું છે અમેરિકાના ઘણા રાજ્યો હાલમાં તીવ્ર ઠંડા પવનો સામે ઝઝૂમી રહ્યા છે. તેનું મુખ્ય કારણ પોલર વોર્ટેક્સ (ધ્રુવીય વમળ) હોવાનું માનવામાં આવે છે. પોલર વોર્ટેક્સમાં પવન ઘડિયાળની વિરુદ્ધ દિશામાં વહે છે. ભૌગોલિક બંધારણને કારણે, પોલર વોર્ટેક્સ સામાન્ય રીતે ઉત્તર ધ્રુવની આસપાસ ફરે છે, પરંતુ જ્યારે તે દક્ષિણ તરફ જાય છે, ત્યારે તે અમેરિકા, યુરોપ અને એશિયામાં તીવ્ર ઠંડી લાવે છે. પોલર વોર્ટેક્સના જોખમો શું છે? આ સમાચાર પણ વાંચો… અમેરિકામાં 10 વર્ષમાં સૌથી ભયંકર બરફના વાવાઝોડાનું જોખમ: 7 રાજ્યોમાં ઈમરજન્સી જાહેર, 6 કરોડ લોકોના જીવનને અસર અમેરિકામાં રવિવારે આવેલા ભીષણ બરફના વાવાઝોડાના કારણે ઘણા રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એવી આશંકા છે કે છેલ્લા 10 વર્ષમાં દેશમાં આ સૌથી ભયંકર બરફનું વાવાઝોડું બની શકે છે. સ્થિતિને જોતા અમેરિકાના 7 રાજ્યો કેન્ટુકી, વર્જિનિયા, વેસ્ટ વર્જિનિયા, કેન્સાસ, અરકાનસાસ, મિઝોરી અને ન્યૂજર્સીના કેટલાક વિસ્તારોમાં ઈમરજન્સી લગાવવામાં આવી છે.