back to top
Homeમનોરંજન'અમે બિશ્નોઈ નથી...8 કલાકમાં જવાબ આપો નહીંતર...':કપિલ શર્મા સહિત ચાર એક્ટર્સને જાનથી...

‘અમે બિશ્નોઈ નથી…8 કલાકમાં જવાબ આપો નહીંતર…’:કપિલ શર્મા સહિત ચાર એક્ટર્સને જાનથી મારી નાખવાની ધમકી મળી, પાકિસ્તાનથી આવ્યો હતો ઈ-મેલ

કોમેડિયન કપિલ શર્માને પાકિસ્તાનથી ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે. જેમાં કોમેડિયનને મારી નાખવાની ધમકી મળી છે. કપિલ ઉપરાંત એક્ટર રાજપાલ યાદવ, કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને કોમેડિયન સુગંધા મિશ્રાને પણ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. ઈ-મેઈલમાં લખ્યું છે – અમે તમારી ગતિવિધિ પર નજર રાખી રહ્યા છીએ. અમે તમારા ધ્યાનમાં સેન્સિટિવ બાબત લાવ્યા છીએ. આ કોઈ પબ્લિસિટી સ્ટંટ કે તમને હેરાન કરવાનો પ્રયાસ નથી. અમારી તમને રિક્વેસ્ટ છે કે આને ખૂબ ગંભીરતાથી લેવું અને ગોપનીયતા જાળવવી. પાકિસ્તાન તરફથી આવેલા ઈ-મેલના અંતમાં લખવામાં આવ્યું છે- જો આવું નહીં કરો તો તમારી પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને અસર કરી શકે છે. અમે આગામી 8 કલાકમાં આ ઈ-મેલનો જવાબ ઈચ્છીએ છીએ. જો તમે આ નહીં કરો તો અમે માની લઈશું કે તમે તેને ગંભીરતાથી નથી લીધું. અમે તમારી સામે પગલાં લઈશું. અમે બિશ્નોઈ નથી. ‘મામલાની તપાસ કરવામાં આવી રહી છે’
કપિલે આ મામલે ફરિયાદ નોંધાવી છે. કપિલ શર્મા ઉપરાંત, આવો જ ઈ-મેલમાં બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવ, હાસ્ય કલાકાર સુગંધા શર્મા અને ડાન્સ કોરિયોગ્રાફર રેમો ડિસોઝાના નામ પણ શામેલ છે. સુગંધા અને રેમોએ આ મામલે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત રાજપાલ યાદવની પત્ની રાધા યાદવે મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે કહ્યું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં, મુંબઈ પોલીસે BNS ની કલમ 351(3) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે, આ અંગે કપિલ શર્મા, રાજપાલ યાદવ કે રેમો ડિસોઝા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પાકિસ્તાનથી આવ્યો હતો ઈ-મેલ
આ સેલિબ્રિટીઓની ફરિયાદ બાદ, મુંબઈ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ધમકીભર્યા ઈમેલ પાકિસ્તાનથી આવ્યા છે, જેનું ઈ-મેલ એડ્રેસ don99284@gmail.com છે. મેસેજ મોકલનાર વ્યક્તિનું નામ વિષ્ણુ હોવાનું કહેવાય છે, જેણે આ સ્ટાર્સને ધમકી આપી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments