back to top
Homeભારતનેતાજી સુભાષ ચંદ્રની 128મી જન્મજયંતિ, PM મોદીએ શ્રદ્ધાંજલિ આપી:પરાક્રમ દિવસના કાર્યક્રમમાં હાજરી...

નેતાજી સુભાષ ચંદ્રની 128મી જન્મજયંતિ, PM મોદીએ શ્રદ્ધાંજલિ આપી:પરાક્રમ દિવસના કાર્યક્રમમાં હાજરી આપશે; સોશિયલ મીડિયા પર લખ્યું- હું ભાવિ પેઢી માટે એક સંદેશ આપીશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સુભાષ ચંદ્ર બોઝની 128મી જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં PMએ લખ્યું- ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમનું અદ્ભુત યોગદાન છે. તેઓ હિંમત અને ધિરજના પ્રતીક હતા. તેમનું વિઝન અમને પ્રેરણા આપતું રહે છે, અમે તેમના સપનાના ભારતનું નિર્માણ કરવા માટે કામ કરીએ છીએ. પીએમ મોદીએ બીજી પોસ્ટમાં લખ્યું છે કે લગભગ 11:25 વાગ્યે હું પરાક્રમ દિવસ કાર્યક્રમમાં મારો સંદેશ શેર કરીશ. સુભાષબાબુની જેમ આ દિવસ આપણી ભાવિ પેઢીઓને પડકારોનો સામનો કરવાની હિંમત અપનાવવાની પ્રેરણા આપે. 23 જાન્યુઆરીએ શિવસેનાના સંસ્થાપક બાળા સાહેબ ઠાકરેની 99મી જન્મજયંતિ પણ છે. પીએમ મોદી, અમિત શાહે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. અહીં, શિવસેના યુબીટી નેતા સંજય રાઉતે કહ્યું- જો શિંદે, દેવેન્દ્ર ફડણવીસ જેવા લોકો બાળાસાહેબ ઠાકરેને ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપે છે, તો તે સૌથી મોટો દંભ છે. સંજય રાઉતે કહ્યું, બાળાસાહેબ ઠાકરેને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવા જોઈએ. આ માટે સરકારે પ્રજાસત્તાક દિવસ દરમિયાન 26 જાન્યુઆરીએ જાહેરાત કરવી જોઈએ. સુભાષ ચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ એક સમૃદ્ધ પરિવારમાં થયો હતો. સુભાષજીના પિતા જાનકીનાથ બોઝ વકીલ હતા. તેમનું પ્રારંભિક જીવન ઓડિશાના કટકમાં વિત્યું હતું. તેમના 9 ભાઈ- બહેન હતા. સુભાષ શરૂઆતના દિવસોથી જ તેજસ્વી વિદ્યાર્થી હતા, તેથી તેઓ કટકથી કલકત્તા આવ્યા અને પ્રખ્યાત પ્રેસિડેન્સી કોલેજમાં એડમિશન લીધું હતું. સુભાષ ચંદ્ર બોઝે કલકત્તાની સ્કોટિશ ચર્ચ કોલેજમાંથી બીએ કર્યું હતું. બાદમાં લંડન ગયા હતા. જ્યાં તેણે ICS પરીક્ષામાં મેરિટ લિસ્ટમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. બોઝ ઈંગ્લેન્ડમાં અભ્યાસ કરીને ભારત પરત ફર્યા ત્યારે તેમની ઉંમર 25 વર્ષની હતી. સિંગાપોરમાં આઝાદ હિંદ ફોજની કમાન સંભાળી, કહ્યું- ચાલો દિલ્હી જઈએ 4 જુલાઈ 1943ના રોજ, સિંગાપોરના કેથે ભવન ખાતે આયોજિત એક ઐતિહાસિક સમારોહમાં, રાશ બિહારી બોઝે આઝાદ હિંદ ફોજની કમાન નેતાજી સુભાષ ચંદ્ર બોઝને સોંપી હતી. નેતાજી આઝાદ હિંદ ફોજના સેનાપતિ બન્યા. સુગત બોઝ લખે છે કે બીજા દિવસે 5 જુલાઈએ 10.30 વાગ્યે યુનિફોર્મમાં પરેડ થઈ હતી. તે સમયે INAના 12 હજાર સૈનિકો હાજર હતા. નેતાજી પણ લશ્કરી વર્દીમાં જ હતા. નેતાજીએ કહ્યું, ‘આઝાદ હિંદ ફોજે યુદ્ધની જાહેરાત કરી છે. ચાલો આપણે ગુલામ લોકો માટે દિલ્હી જઈએ…સૈનિકો, હું સુખ-દુઃખ, તડકો અને છાંયડો દરેક સમયે તમારી સાથે રહીશ. હું તમને ભૂખ, તરસ, અને મૃત્યુ સિવાય કશું જ આપી શકીશ નહીં, પણ જો તમે મારુ અનુકરણ કરશો તો હું તમને આઝાદી અને જીત તરફ દોરી જઈશ.’ બોઝનું રહસ્યમય અકસ્માતમાં નિધન, નેહરુ સ્વતંત્ર ભારતના પ્રથમ PM બન્યા 1845માં બ્રિટિશ સરકાર નેતાજીની પાછળ પડી ગઈ હતી. તેથી તેમણે રશિયા પાસેથી મદદ માંગવાનું નક્કી કર્યું. 18 ઓગસ્ટ, 1945ના રોજ તેણે મંચુરિયા તરફ ઉડાન ભરી. પાંચ દિવસ પછી, 23 ઓગસ્ટ, 1945ના રોજ, ટોક્યો રેડિયોએ અહેવાલ આપ્યો કે Ki-21 બોમ્બર પ્લેન તાઈહોકુ એરપોર્ટ નજીક ક્રેશ થયું છે. તેમાં મુસાફરી કરી રહેલા સુભાષ ચંદ્ર બોઝ ગંભીર રીતે દાઝી ગયા હતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. વિશ્વભરની 10થી વધુ સમિતિઓએ સુભાષ ચંદ્ર બોઝના મૃત્યુની તપાસ કરી છે. સ્વતંત્ર ભારતની સરકારે ત્રણ વખત આ ઘટનાની તપાસનો આદેશ આપ્યો હતો. અગાઉ બંને વખત પ્લેન ક્રેશને અકસ્માતનું કારણ કહેવામાં આવ્યું હતું. ત્રીજી તપાસમાં કહેવાયું છે કે 1945માં કોઈ પ્લેન ક્રેશની ઘટના થઈ ન હોતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments