back to top
Homeગુજરાતસુરતમાં વોટર સેલની અલાયદી વ્યવસ્થા:શહેરમાં 73,215 વોટર મીટર લગાડી દેવાયા, કેટેગરી મુજબ...

સુરતમાં વોટર સેલની અલાયદી વ્યવસ્થા:શહેરમાં 73,215 વોટર મીટર લગાડી દેવાયા, કેટેગરી મુજબ લીટરનો ભાવ, યોગ્ય મેન્ટેનન્સ-બિલિંગની પ્રોસેસ થાય તેવો SMCનો પ્રાયસ

સુરત મહાનગરપાલિકા આખા રાજ્યમાં એકમાત્ર મહાનગરપાલિકા છે, જેમાં અલાયદો બ્રિજ સેલ બનાવવામાં આવ્યો છે. જે માત્ર બ્રિજને લગતી તમામ પ્રકારની કામગીરી કરે છે. એવી જ રીતે હવે સુરત મહાનગરપાલિકા દ્વારા વોટર મીટર સેલની રચના કરી છે. જેનું કામ માત્ર વોટર મીટરને લગતી બાબતો ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. શહેરમાં વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને જે રીતે પાણીની વ્યવસ્થા અને સ્ત્રોત હયાત છે, તે જોતા લોકો પાણીના વપરાશ ઉપર પણ નિયંત્રણ લાવે તે જરૂરી છે. ઘણા સમયથી પાણી વિભાગમાં અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા, જેને દૂર કરવાનો એક વધુ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં 73,215 વોટર મીટર લગાડી દેવાયા
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે 2016-17થી વોટર મીટર લગાડવામાં આવ્યા હતા. ત્યારબાદ અત્યાર સુધીમાં સુરત શહેરની અંદર અંદાજે 73,215 મીટર લગાડી દેવામાં આવ્યા છે. શરૂઆતના તબક્કામાં પૂર્ણ વિસ્તારની અંદર વોટર મીટર લગાડવામાં આવ્યા હતા. આટલા વર્ષો બાદ આજે પણ આ વિસ્તારની અંદર વોટર મીટરને લઈને લોકો રોષ વ્યક્ત કરે છે. ત્યારબાદ હવે ધીરે ધીરે શહેરના લગભગ તમામ ઝોનમાં વોટર મીટરની કામગીરી ગોકળગતિએ પણ શરૂ રાખવામાં આવી છે. વોટર મીટર લગાડતાની સાથે જ અનેક ઝોનમાં વિરોધ જોવા મળ્યો હતો. બિલિંગ સાયકલ ખોરવાતા લોકોમાં ભારે અસંતોષ
સુરત મહાનગરપાલિકા દ્વારા વોટર મીટર લગાડવામાં આવ્યા, પરંતુ તેનું સંચાલન યોગ્ય રીતે થયું ન હોવાને કારણે ગ્રાહકોમાં વોટર મીટરને લઈને ભારે અસંતોષ જોવા મળ્યો હતો. કારણ કે, જે ઇજારદારને સુરત મહાનગરપાલિકા દ્વારા વોટર મીટર લગાડ્યા બાદ રિકવરીની કામગીરી સોંપવામાં આવી હતી, તેમના દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી ન હતી. પરિણામે લોકોમાં પણ વોટર મીટરને લઈને ખરાબ ઈમેજ ઊભી થઈ ગઈ હતી. જય જલદારને કામ સોંપવામાં આવ્યું હતું તે નિયત સમય પ્રમાણે બિલિંગ આપવાને બદલે નિયમિતતા જાળવવામાં આવી ન હતી. લોકોને એક સાથે છ મહિનાથી વર્ષનું બિલ અપાયું
એક સાથે 6 મહિનાના બિલ, એક સાથે 1 વર્ષના બિલ, આ પ્રકારના બિલ લોકોને આપવામાં આવી રહ્યા હતા. એક સાથે મોટી રકમોના બિલ આવતા લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. શરૂઆતના તબક્કામાં જ બિલિંગ સાઇકલ ખોરવાઈ ગઈ હોવાથી અન્ય વિસ્તારોમાં જ્યારે પણ વોટર મીટર લાગવાતા હતા ત્યારે લોકો વિરોધ નોંધાવતા હતા. આજની સ્થિતિમાં પણ રિકવરીને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સુરત શહેરમાં આજે પણ રિકવરી ને લઈને સુરત મહાનગરપાલિકાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તેનું મુખ્ય કારણ પૈકીનું એક સુરત મહાનગરપાલિકા બિલ રિકવર કરવા માટેની વ્યવસ્થા યોગ્ય રીતે કરી શકી નથી. મીટરથી પાણી પૂરું પાડવાના દર કેટેગરી મુજબ
સુરત મહાનગરપાલિકાના વોટર વિભાગ દ્વારા વોટર મીટર લગાડ્યા બાદ તેના દર નક્કી કરવામાં આવ્યા હતા. રહેણાંક, કોમર્શિયલ અને ધાર્મિક કેટેગરી પ્રમાણે અલગ અલગ દર વસુલાત કરવાનું નક્કી કરાયું છે. વર્ષ 2023-24માં 1000 લીટર રહેણાંક વિસ્તારમાં એક મહિનામાં 0થી 20,000 લીટર પાણીના ઉપયોગ ઉપર એક પણ રૂપિયા વસૂલવામાં આવશે નહીં. પરંતુ ત્યારબાદ જે પણ પાણીનો ઉપયોગ થશે, તેમાં 1000 લીટર દીઠ નક્કી કરેલી રકમ વસૂલવામાં આવશે. 20000થી 30,000 સુધીનો વપરાશ થશે તો 8.50 રૂપિયા 1000 લીટર વસૂલવામાં આવશે. 40,000 થી 50,000 લીટરનો ઉપયોગ થશે તો 12 રૂપિયા પ્રમાણે અને 50,000 લીટરથી વધુ એક મહિનામાં રહેણાંક વિસ્તારમાં ઉપયોગ થશે તો રૂપિયા 15 પ્રમાણે વસુલાત કરાશે. આવી જ રીતે અલગ-અલગ કેટેગરી પ્રમાણે રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં ચાલતા વિવિધ વ્યવસાયોને ધ્યાનમાં રાખીને વ્યવસાયની જરૂરિયાત મુજબ અને વપરાશ મુજબ 1000 લીટર પાણીનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. કોમર્શિયલ નળ જોડાણ ઉપર એક માસમાં 10000 લીટર વપરાશ ઉપર કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં, પરંતુ ત્યારબાદ મહાનગરપાલિકાએ નક્કી કરેલા દર મુજબ વસુલાત કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા નાનામાં નાના ઉદ્યોગથી લઈને મોટામાં મોટા ઉદ્યોગ ગૃહોના વોટર ચાર્જેસ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં તમામ પ્રકારની કેટેગરીને આવરી લેવાયા છે. ઓપરેશન મેન્ટેનન્સ અને રિકવરીનો લક્ષ્યાંકઃ કુણાલ સેલર
સુરત મહાનગરપાલિકાની પાણી સમિતિના વાઇસ ચેરમેન કુણાલ સેલરે જણાવ્યું કે, શહેરની અંદર વોટર મીટર લગાડવાની આગામી દિવસોમાં ઝડપથી કામગીરી કરવામાં આવશે. 24/7 ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી યોગ્ય રીતે થાય અને ખાસ કરીને બિલિંગ પ્રસરણ અને રિકવરી યોગ્ય રીતે કરવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. વોટર મીટર સેલની મુખ્ય કામગીરીનો આ ભાગ રહેશે. શરૂઆતના તબક્કામાં વરાછા ઝોનની અંદર કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ કેટલાક કન્ફ્યુઝનને કારણે વોટર મીટરને લઈને અસંતોષ હતો. જો કે, અધિકારીઓ અને નેતાઓએ સમજાવ્યા બાદ લોકો તેને સ્વીકારતા થયા હતા. આજે શહેરના લગભગ અલગ અલગ વિસ્તારોની અંદર વોટર મીટર લાગી રહ્યા છે. કારપેટ એરિયા મુજબ રહેણાંક વિસ્તારમાં નક્કી કરેલા ભાવ મુજબ વસૂલાત કરવામાં આવશે. કોમર્શિયલમાં પણ એ જ રીતે અમે વસૂલાત કરીશું. શહેરના તમામ ટેનામેન્ટમાં ઝડપથી વોટર મીટર લાગી જાય તેના માટે અમે પ્રયાસો કરીશું. વસ્તીના પ્રમાણે કામગીરી ખૂબ જ નબળી અને ધીમી
મહાનગરપાલિકા દ્વારા વોટર મીટર સેલતો બનાવી દેવામાં આવ્યું છે, પરંતુ 2016-17થી અત્યાર સુધીમાં છ-સાત વર્ષમાં માત્ર 73 હજાર જેટલા જ વોટર મીટર લગાડવામાં આવ્યા છે. તેની સરખામણી આજે સુરત શહેરની અંદર વસ્તી 80 લાખની ઉપર પહોંચી ગઈ છે. ત્યારે વોટર મીટર લગાડવાની કામગીરી ક્યારે પૂરી થશે તે પણ આંકડાને જોતા ખૂબ જ મુશ્કેલ લાગી રહી છે. જો આ જ પ્રકારે ધીમી ગતિથી વોટર મીટર લાગતા રહેશે તો કેટલાય વર્ષો વીતી જશે છતાં પણ સુરત શહેરની અંદર વોટર મીટર લગાડવાનું શક્ય દેખાતું નથી. બીજી તરફ બિલિંગ સાયકલ અને રિકવરીને લઈને પણ યોગ્ય કામગીરી થતી ન હોવાને કારણે આજે પણ સ્વીકૃતિ ઘણા અંશે ઓછી દેખાતી હોય છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા વધુમાં વધુ વોટર મીટર લગાડવું અને સાથે સાથે ગ્રાહકોમાં બિલની રિકવરીને લગતી વિસંગતતાઓને દૂર કરવાનો પણ મોટો પડકાર છે. વોટર મીટર લગાડવાથી પાણીના વપરાશ ઉપર અસર થશે
જે રીતે પાણીના સ્ત્રોત ઓછા થઈ રહ્યા છે, ત્યારે પાણી પહોંચાડવાનો પણ મોટો પડકાર સુરત મહાનગરપાલિકા માટે આવનાર દિવસોમાં ઊભા થશે. વોટર મીટર લગાડવાથી દરેક વ્યક્તિ પોતાના ઘરનો પાણીનો ઉપયોગ અંગે સજાગ રહેશે શક્ય હશે તેટલા લોકો બિલ ઓછું ભરવા માટે પાણીનો વપરાશ પણ ઓછો કરે તેવી શક્યતાઓને ધ્યાનમાં રાખવામાં આવી રહી છે. એક વોટર મીટર દીઠ 20 હજાર મિટર કરતા પણ ઓછો ઉપયોગ રહેણાંક વિસ્તારમાં કરવા માટે લોકો પ્રયાસ કરશે. જેથી કરીને તેમણે કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવા ન પડે અને તેના કારણે વોટર વપરાશ ન જ્યાં અત્યારે સામે આવી રહ્યો છે, આમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. પાણીનો ઉપયોગ ખૂબ જ સાવચેતીપૂર્વક અને કરકસરથી કરવો જરૂરી છે. વોટર મીટર લાગ્યા બાદ શક્ય છે કે લોકો વધુ ચાર્જિસ ન ચૂકવવા પડે તેના માટે તેના ઉપર નિયંત્રણ લાવશે જેનો સરવાળો શહેરને લાભ થઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments