બિગ બોસ-18નું હોસ્ટિંગ પૂરું કર્યા પછી, સલમાન ખાન ફરીથી આગામી ફિલ્મ ‘સિકંદર’ના શૂટિંગમાં સંપૂર્ણપણે વ્યસ્ત છે. હાલમાં જ તે મુંબઈમાં તેનું શૂટિંગ કરતો જોવા મળ્યો હતો. શૂટિંગ સાથે જોડાયેલો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક્ટર ટેક્સીમાંથી નીચે ઉતરતો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, ફિલ્મની લીડ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાને પગમાં ફ્રેક્ચ થયુું છે. રિપોર્ટ્સ અનુસાર, તેની ઈજા ફિલ્મની રિલીઝ પર અસર કરી શકે છે. જુઓ સલમાન સાથે સંબંધિત વીડિયો સિકંદર ફિલ્મના શૂટિંગ સાથે જોડાયેલો એક લીક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેને સલમાનના એક ફેન દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. સલમાનની દમદાર એન્ટ્રીની ઝલક આ વીડિયોમાં જોઈ શકાય છે. એક્ટર ટેક્સીમાંથી નીચે ઉતરતો જોવા મળે છે, એક્ટરની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો એક્ઠા થયા હતા. સલમાને ડેનિમ જીન્સ સાથે બ્લુ કલરનો શર્ટ પહેર્યો છે. આ દિવસોમાં એક્ટર ફિલ્મના છેલ્લા શેડ્યૂલનું શૂટિંગ કરી રહ્યો છે. રશ્મિકાને પગમાં ઈજા થઈ હતી
‘સિકંદર’ ફિલ્મમાં રશ્મિકા મંદાના લીડ રોલમાં છે. થોડા દિવસ પહેલા તેના પગમાં ઈજા થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ કારણે ફિલ્મની રિલીઝમાં વિલંબ થઈ શકે છે. કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ કારણે તેના ભાગનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. જ્યારે કેટલાકનું કહેવું છે કે તેના વિના શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મમાં કાજલ અગ્રવાલ પણ છે
આ વર્ષે ઈદના અવસર પર રિલીઝ થયેલી ફિલ્મ સિકંદરનું ડિરેક્શન એઆર મુરુગાદોસે કર્યું છે. આ ફિલ્મમાં કાજલ અગ્રવાલ પણ છે. આ પ્રોજેક્ટમાં સલમાનનો નવો લુક જોવા મળશે. તે જ સમયે, તેને સાજિદ નડિયાદવાલાના બેનર ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ દ્વારા બનાવવામાં આવ્યું છે.