GPSCની પરીક્ષા માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. 16મી ફ્રેબુઆરીએ પંચાયતનું મતદાન હોવાને પગલે GPSCની પરીક્ષા નહીં યોજાય. તે દિવસની પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર માહિતી આપતાં જણાવ્યું હતું કે, 16મી ફેબ્રુઆરીએ પંચાયતની ચૂંટણીનું મતદાન હોવાથી GPSCની પરીક્ષા યોજાશે નહીં. તે દિવસની પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમય જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને નાસ્તો-ભોજન આપવાનો પણ નિર્ણય કરાયો
GPSC(ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓ દરમિયાન ઉમેદવારો અને પરીક્ષકોને સરળતા રહે તે માટે ત્રણ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આયોગના ચેરમેન હસમુખ પટેલ દ્વારા ટ્વિટ કરી આ ત્રણેય નિર્ણયો અંગે જાણકારી આપી હતી. જે ભરતીમાં અનુભવની જરુર ન હોય તેમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકશે. આયોગમાં ઈન્ટરવ્યૂ માટે આવતા ઉમેદવારોને નાસ્તો-ભોજન આપવાનો પણ નિર્ણય કરાયો છે. GPSCએ આ ત્રણ મહત્વના નિર્ણય કર્યા 1. નિબંધલક્ષી પરીક્ષામાં સારા પરીક્ષક મળે તે માટે પ્રશ્નપત્ર તપાસવાનું મહેનતાણું આયોગ દ્વારા બમણું કરવામાં આવ્યું, આ કામ કરવાની ઈચ્છા ધરાવનાર પરીક્ષકો આયોગનો સંપર્ક કરી શકે છે. 2. છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ પણ અરજી કરી શકે તેવી ગઈકાલની રજૂઆતને પગલે અનુભવ સિવાયની તમામ ભરતીમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો અરજી કરી શકે તથા કેટેગરીનું પ્રમાણપત્ર ન હોય તેવા લોકો પણ કેટેગરીમાં અરજી કરી શકે તેવો નિર્ણય આયોગે લીધેલો છે. 3. આયોગમાં ઈન્ટરવ્યૂ આપવા આવનાર ઉમેદવારોને સવારે નાસ્તામાં ફળો તથા બપોરે જમવાનું આપવામાં આવશે Add Cover Image Header Preview Image avatarNo file chosen Caption (Optional) હસમુખ પટેલ, ચેરમેન, GPSC Graphics Editor Carousel Template (Optional) Video / Audio Summary (Optional) Save Content Upload Video / Audio Summary Category Trending Topic (Multi Selection) URL three-major-decisions-of-gpsc-for-examinees-134330954 Meta Title (English) Three major decisions of GPSC for examinees Meta Description Three major decisions of GPSC for examinees SEO Keyword Keywords News Type (Multi Selection) Shelf Life Related News (Optional) Add Related News Edit Type Major Minor