ભારતીય મહિલા ટીમે મલેશિયામાં ચાલી રહેલા અંડર-19 મહિલા T-20 વર્લ્ડ કપના સુપર-6 રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય ટીમે ગ્રૂપ-Aની મેચમાં શ્રીલંકાને 60 રનથી હરાવ્યું હતું. કુઆલાલંપુરમાં શ્રીલંકાની ટીમે ટૉસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. અહીં ભારતીય ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 118 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 9 વિકેટે 58 રન જ બનાવી શકી હતી. ભારતીય બેટર ગોંગડી ત્રિશા (49 રન) પ્લેયર ઓફ ધ મેચ રહી હતી. દિવસની અન્ય મેચમાં વેસ્ટ ઈન્ડિઝે યજમાન મલેશિયાને 53 રનથી હરાવ્યું હતું. ભારત ગ્રૂપ-Aમાં 6 પોઈન્ટ સાથે ટોપ પર છે. વેસ્ટ ઈન્ડિઝે મલેશિયાને 59 રનમાં આઉટ કરી દીધું
મલેશિયાએ ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 112 રન બનાવ્યા હતા. જ્યારે 113 રનના ટાર્ગેટને ચેઝ કરતી વખતે મલેશિયાની ટીમ 18 ઓવરમાં 59 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને વેસ્ટ ઈન્ડિઝ તેની તમામ મેચ રમીને ગ્રૂપ-Aમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ હતી. આ હાર બાદ મલેશિયા ગ્રૂપમાં સૌથી નીચેના સ્થાને છે. અસાબી કેલેન્ડર વેસ્ટ ઈન્ડિઝની ટોપ સ્કોરર રહી
વેસ્ટ ઈન્ડિઝ તરફથી ઓપનર અસાબી કેલેન્ડરે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 42 બોલનો સામનો કર્યો અને 4 ચોગ્ગાની મદદથી 30 રન બનાવ્યા. તેમના સિવાય જહઝારા ક્લેક્સટને 19 રન અને એબીગેલ બ્રાઇસે 14 રન બનાવ્યા હતા. મલેશિયા તરફથી સિટી નજવા અને નૂર ઇઝાતુલ સ્યાફીકાએ બે-બે વિકેટ લીધી હતી. મલેશિયા તરફથી કેપ્ટન નૂરે સૌથી વધુ 12 રન બનાવ્યા
મલેશિયા તરફથી કેપ્ટન 113 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરી હતી. નૂર દાનિયા સુહાદાએ સૌથી વધુ 12 રન બનાવ્યા હતા. તેણે 17 બોલનો સામનો કર્યો અને 2 ચોગ્ગા પણ ફટકાર્યા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કેપ્ટન સમરા રામનાથે 4 વિકેટ ઝડપી
વેસ્ટ ઈન્ડિઝની જીતમાં બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. 113 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી મલેશિયા 59 રન પર જ સિમિત રહી ગઈ હતી. સમરા રામનાથે 4 ઓવરમાં 6 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે જેની કમ્બરબેચ અને એરિન ડીને 2-2 વિકેટ લીધી હતી.