back to top
Homeગુજરાતઇટલીની ટેકનોલોજીથી સુરક્ષિત રહેશે નરેન્દ્રમોદી સ્ટેડિયમ:કોલ્ડ પ્લેમાં સ્ટેડિયમના ગ્રાઉન્ડને પ્રોટેક્ટ કરવા પથરાશે...

ઇટલીની ટેકનોલોજીથી સુરક્ષિત રહેશે નરેન્દ્રમોદી સ્ટેડિયમ:કોલ્ડ પ્લેમાં સ્ટેડિયમના ગ્રાઉન્ડને પ્રોટેક્ટ કરવા પથરાશે ખાસ ઘાસ પ્રોટેક્ટર સિસ્ટમ, ગ્રાઉન્ડમાં ઘાસના તણખલાને પણ નુક્સાન નહિ થાય

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર આ વખતે કોલ્ડ પ્લે ઇન્ટરનેશનલ બેન્ડ માટે તમામ સુરક્ષા વ્યવસ્થાની સાથે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કોન્સર્ટમાં એક લાખથી પણ વધુ લોકો આવવાના છે, જેમાં દેશ-વિદેશના લોકો આવવાના છે ત્યારે સ્ટેડિયમમાં ગ્રીન એનર્જીની સાથે સ્ટેડિયમના કોન્સર્ટ બાદ સ્ટેડિયમની અંદર ગ્રાઉન્ડના ઘાસને સહેજ પણ નુકસાન ન થાય તે માટે ઇટલીની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આખા ગ્રાઉન્ડમાં સફેદ મટીરીયલ લગાડવામાં આવ્યું
સ્ટેડિયમમાં ખાસ કરીને ગ્રાઉન્ડ પર આવેલી ક્રિકેટની પીચ અને ઘાસને લઈને ખાસ ટેકનોલોજી અને પ્લાનિંગથી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પીચની બંને બાજુ સ્ટેજ બનાવીને પીચને નુકશાન ન થાય એ બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તદુપરાંત આખા ગ્રાઉન્ડમાં સફેદ મટીરીયલ લગાડવામાં આવ્યું છે. જેનાથી ઘાસ પ્રોટેક્ટર સિસ્ટમ જનરેટ થશે. આ સિસ્ટમથી ધાસના તણખલાને પણ નુકશાન થશે નહી. આખા સ્ટેડિયમમાં લગાવવામાં આવનાર આ સફેદ મટીરીયલ ઇટાલીથી મંગાવવામાં આવ્યું છે, જેને પાથરવામાં આવી રહ્યું છે. કોડ પ્લેની ટીમે તોડ શોધી ઈટલીથી ગ્રાસ પ્રોટેક્ટર મંગાવી
આ વખતે ગ્રાઉન્ડના એન્ટ્રીથી અડધા ભાગ એટલે કે પીચ સુધી બે ભાગમાં સ્ટેજ ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેની નીચે ઇન્ટરનેશનલ ક્રિકેટની પીચ સચવાઈ રહે. આ બધાની સાથે ગ્રાઉન્ડ પર લીલુંછમ ઘાસ છે અને જો આટલી બધી પબ્લિક એકસાથે ગ્રાઉન્ડ ઉપર આવે અને એ પણ બે દિવસ તો તેને ફરીથી ઉગાડવા માટે ખૂબ જ લાંબો સમય જાય છે. જોકે, આનો પણ તોડ કોડ પ્લેની ટીમે શોધીને ઈટલીથી ગ્રાસ પ્રોટેક્ટર મંગાવી આખા ગ્રાઉન્ડમાં લગાવવાનું આયોજન કર્યું છે. વજન પડે તો પણ ઘાસ બગડે નહી
આ ગ્રાસ પ્રોટેક્ટર સામાન્ય રીતે એક શીટ હોય છે પરંતુ, તેને એ રીતે ગોઠવવામાં આવે છે કે નીચે આવેલા ઘાસ ઉપર જો વધારે વજન પડે તો પણ તેને કશું થતું નથી એટલે એવું કહી શકાય કે, ઘાસના તણખલાને પણ આ કોન્સર્ટમાં નુકસાન ન થાય તે માટે આખી વ્યવસ્થા કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments