ભારતમાં મ્યુઝિક કોન્સર્ટ પાછળ એક વર્ષમાં 6થી 8 હજાર કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે. ડિસેમ્બર 2024માં પ્રકાશિત બૅન્ક ઑફ બરોડાના રિસર્ચ રિપોર્ટ ‘અ કોન્સર્ટ-પુશ ફોર ઇકોનોમી’માં જણાવાયું છે કે તાજેતરમાં ભારતમાં ઘણા આંતરરાષ્ટ્રીય પોપ, રોક સિંગરના મ્યુઝિક કોન્સર્ટ યોજાઇ રહ્યા છે. છેલ્લા 2-3 મહિનામાં કોન્સર્ટની જાહેરાત થયા બાદ 1600-2000 કરોડ ખર્ચ થયાનો અનુમાન કરાયું છે. જે વાર્ષિક ધોરણે 6-8 હજાર કરોડ થાય છે. 2025માં પાંચ ઇન્ટરનેશનલ સિંગર/બેન્ડ પહેલી વખત ભારતમાં કોન્સર્ટ યોજવા જઇ રહ્યા છે. જેમાં કેનેડિયન સિંગર શૉન મેન્ડેસ અને યુકેના લુઇસ ટોમલિન્સન સામેલ છે. કોલ્ડપ્લે બેન્ડની કુલ નેટ વર્થ 4400 કરોડ ગ્રેમી એવોર્ડ જીતી ચૂકેલા કોલ્ડપ્લે બેન્ડની નેટવર્થ 4400 કરોડ રૂપિયા છે. બેન્ડ ગ્રુપમાં સૌથી વધુ નેટ વર્થ 1382 કરોડ રૂપિયા 47 વર્ષના મુખ્ય સિંગર-સોન્ગ રાઇટર ક્રિસ માર્ટિનની છે. ગ્રુપમાં મુખ્ય ચાર સભ્યો છે. બેન્ડ ડ્રમ અને કીબોર્ડ વગાડતાં વિલ ચેમ્પિયન, બાસ ગિટારિસ્ટ ગાય બેરિમેનની નેટવર્થ 850 કરોડ રૂપિયા છે. હોટલ ઇન્ડસ્ટ્રીઝની કમાણીમાં 20%નો ઉમેરો અમદાવાદમાં મહિનામાં સરેરાશ બે-ત્રણ મોટી ઇવેન્ટ યોજાઇ રહી છે જેના કારણે શહેરની હોટલ ઇન્ડસ્ટ્રીઝની કમાણીમાં 20 ટકા સુધીની વૃદ્ધિ થઇ છે. આ તમામના કારણે દેશ-વિદેશમાંથી અનેક લોકો આવી રહ્યા છે જેનો ફાયદો મળવા લાગ્યો છે. હોટલનો ઓક્યુપન્સી રેશિયો છેલ્લાં બે વર્ષમાં બમણો થયો છે. – નરેન્દ્ર સોમાણી, પ્રમુખ-ગુજરાત હોટલ એસોસિયેશન કૉલ્ડપ્લે: અમદાવાદની હોટલ-ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝની કમાણી 25% વધી કોલ્ડપ્લે કોન્સર્ટથી અમદાવાદની ઇકોનોમીને વેગ મળશે. નિષ્ણાતોના મતે આ પ્રકારની ઇવેન્ટથી સરેરાશ 5-7 હજાર પરિવારો માટે કમાણીના સ્રોતનું સર્જન થયું છે. ડ્રાઇવર, ખાણી-પીણીના સ્ટોલધારકો, ઇવેન્ટની આસપાસ રૂમ ભાડે આપી કમાણી કરી રહ્યા છે. અમદાવાદમાં હોટલ-ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝની કમાણી પણ સરેરાશ 10-25 ટકા સુધી વધી છે. અમદાવાદ શહેર આસપાસ મળીને હોટલના સરેરાશ 20-22 હજાર રૂમ ઉપલબ્ધ છે જેમાં કોલ્ડપ્લેના બે દિવસની કોન્સર્ટથી અને મેરેજ સિઝનના કારણે 85-90 ટકા બુકિંગ થઇ ચૂક્યાં છે. ભાડાં પણ સામાન્ય દિવસની તુલનાએ આ પ્રકારની ખાસ ઇવેન્ટમાં સરેરાશ બમણા સુધી વધી જાય છે. 5 બેન્ડ/સિંગર પહેલી વખત આવશે કેનેડિયન સિંગર શૉન મેન્ડેસ ભારતમાં પ્રથમ વખત 8 માર્ચે મુંબઇમાં કોન્સર્ટ યોજશે. યુકેના સિંગર લુઇસ ટોમલિન્સન 9 માર્ચે પ્રથમ વખત મુંબઇમાં કોન્સર્ટ કરશે. અમેરિકન રોક બેન્ડ ગ્રીન ડે અને યુકેનું ગ્લાસ એનિમલ રોક બેન્ડ પણ ત્યારે મુંબઇમાં જ કોન્સર્ટ યોજશે. શા માટે ભારતમાં કોન્સર્ટ વધી રહ્યા છે? શૉ મસ્ટ ગો ઑન | વર્ષ 2025માં ટોચના 5 ઇન્ટરનેશનલ બેન્ડ/સિંગર પ્રથમ વાર ભારતમાં કોન્સર્ટ કરશે, લાઇવ ઇવેન્ટથી આવકમાં ભારત 7મા ક્રમે રિપોર્ટમાં જણાવાયું છે કે વસતિ, સ્થિર કરન્સી, રેન્જ બાઉન્ડ ઇન્ફ્લેશન અને ટુરિઝમ માટે યોગ્ય વાતાવરણના કારણે ભારત પસંદગીનું કારણ બન્યું છે. ખર્ચ કરવા યોગ્ય આવકમાં વધારો અને યુવાઓના કારણે ભારતમાં આવી કોન્સર્ટની માગમાં નોંધપાત્ર વધારો થયો છે. હોસ્પિટાલિટી સેક્ટરના નફામાં કોન્સર્ટ, સ્ટેટ વિઝિટ, સ્પોર્ટ્સ અને એક્સપો જેવા ક્ષેત્રનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.