દર વર્ષે 24 જાન્યુઆરીએ ‘આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ’ ઊજવાય છે. ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ જોઇએ તો 2023-24માં 6થી 17 વર્ષનાં 33 લાખ બાળકોએ સ્કૂલમાં પ્રવેશ લીધો નથી. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના UDISE+ રિપોર્ટ મુજબ 2023માં ગુજરાતમાં 6થી 17 વર્ષના કુલ 1.38 કરોડ બાળકો હતાં જેમાંથી 1.05 કરોડે જ ધોરણ 1થી 12માં પ્રવેશ લીધો હતો. 2022-23માં 53,603 સ્કૂલોમાં બિનશૈક્ષણિક સ્ટાફ 33 હજાર હતો જે 2023-24માં 53,626 સ્કૂલોમાં 34% વધીને 44 હજારને પાર થયો છે. આ જ દરમિયાન શિક્ષકો 3.84 લાખથી 2.5% વધીને 3.94 લાખ થયા છે. 2015-16 બાદ રાજ્યમાં સરકારી સ્કૂલો 542 ઘટી છે જ્યારે ખાનગી સ્કૂલોમાં 1,745નો વધારો થયો છે. ખાનગી સ્કૂલોમાં 15% વધારો વિગત 2015-16 2023-24 સરકારી 34891 34597 સર.ગ્રાન્ટેડ 5783 5535 ખાનગી 11745 13490 કુલ 52424 53626 60% સ્કૂલોમાં પ્રોજેક્ટરની સુવિધા જ નથી ગુજરાતની 60% એટલે કે 31,706 સ્કૂલોમાં પ્રોજેક્ટર જ નથી. 1,083 સ્કૂલોમાં કમ્પ્યુટરની સુવિધા ઉપલબ્ધ નથી. 3,275માં ઇન્ટરનેટની સુવિધા નથી. આ ઉપરાંત 40% જેટલી સ્કૂલોમાં સ્માર્ટ ક્લાસરૂમ નથી કે જ્યાં ડિજિટલ રીતે શિક્ષણ આપવામાં આવે છે. 1,852 સ્કૂલોમાં લાઇબ્રેરી, બુક બેન્ક, રીડિંગ કોર્નરની સુવિધા નથી. 47 સ્કૂલોમાં ઇલેક્ટ્રિસિટી પણ નથી. જ્યારે 6,148 સ્કૂલોમાં મેદાન નથી. 11 લાખે ધોરણ 11-12માં એડમિશન નથી લીધું વયજૂથ વસતિ એડમિશન 6-10 58.14 46.77 11-13 34.40 31.69 14-15 23.06 17.16 16-17 23.35 10.25 કુલ 138.97 105.88 એનરોલમેન્ટ રેશિયોમાં ગુજરાત 24મા ક્રમે 2023-24માં ધોરણ 1થી 12માં ગુજરાતનો સરેરાશ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 72.7% છે. એટલે કે 6થી 17 વર્ષનાં બાળકોમાંથી 72.7% લોકો જ સ્કૂલમાં પ્રવેશ લે છે. આ મામલે ગુજરાત દેશમાં 24મા ક્રમે છે. ગોવા, મેઘાલય, દિલ્હીમાં 100% રેશિયો છે. ગુજરાતમાં પ્રાથમિક શાળામાં આ રેશિયો 85%, માધ્યમિકમાં 74% અને ઉચ્ચ માધ્યમિકમાં 44% છે. { સરકારી સ્કૂલોમાં 1.30 લાખ એડમિશન ઘટ્યાં આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ | ખાનગી સ્કૂલો 1745 વધી, સરકારી 542 ઘટી 56% મહિલા, 44% પુરુષ શિક્ષકો | રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં કુલ 2.44 લાખ અને ખાનગીમાં 1.49 લાખ શિક્ષકો છે. 2023-24માં મહિલા શિક્ષકોની સંખ્યા 2.21 લાખ અને પુરુષ શિક્ષકો 1.73 લાખ છે. રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળમાં 18 હજારથી વધુ શિક્ષકો પ્રોફેશનલ લાયકાત ધરાવે છે. (આંકડા લાખમાં, 2023-24માં ધો.1-12નાં એડમિશન)